________________
હિમાલયની પદ યાત્રા-૩
ક્યાં તો નજરે જોવાય કે ક્યાં તો VIDEO હોય તો જ આ દશ્યો કંઈક ઝડપાય. શબ્દોથી એને ક્યાંથી આકાર અપાય ?
બે દિવસ પહેલાં જ એક મોટર ઊંડી ખીણમાં પડી હતી અને તેના ચૂરેચૂરા થઈ ગયા હતા. માણસો એના ભાગોને કાઢતા હતા, એ જોતાં પણ આશ્ચર્ય લાગે. આવી ખીણમાં ઢોરો પણ છે. ખેતી પણ થાય છે. માણસો ઊતરીને નીચે પણ જાય છે.
ખીણ એટલી બધી ઊંડી છે, એના કિનારા પાસે જઈને જોતાં પણ આપણને તમ્મર આવી જાય. ભેખડ પાસે ઊભા રહીને જ ખીણને જોવાની ભગવાન અને ગુરુમહારાજની કૃપાથી અહીં સુધી તો આવી પહોંચ્યા છીએ.
મુંબઈના શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશીએ યોગ્ય લોકોને આપવા માટે બુંદીના લાડવા બનાવીને આપ્યા છે. રસ્તામાં બાવાજીઓ મળ્યા. બદરીનાથ તરફ જતા હતા. આપણા માણસોએ એમને લાડવા-ગાંઠિયા-ચા-પાણીનો નાસ્તો કરાવીને તૃપ્ત કર્યા.
એક સ્થળે એક બાવાજી સડકના કિનારા ઉપર જ તાવથી કણસતા કણસતા સૂતા હતા. એમને તાવની દવા આપીને મોટરમાં બેસાડીને ઋષિકેશ તરફ રવાના કર્યા. અનેક સ્થળે બીજા લોકો આપણને ડગલે-પગલે ઉપયોગમાં આવતા હોય છે. આપણે પણ બીજાને ઉપયોગી થઈએ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ભલે શ્રાવકો કરે, પણ આ દિષ્ટ તો આપણા તથા શ્રાવકોના જીવનમાં હોવી જ જોઈએ.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org