Book Title: Gyansara Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ આત્માના અનુભવ માર્ગનો પ્રકાશ એટલે જ્ઞાનસાર-(જ્ઞાનમંજરી) ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજય મહારાજશ્રીએ સ્વ-પર આગમમાં ડૂબકી મારીને જે આગમ રહસ્યો પ્રાપ્ત કર્યા અને જ્યારે આત્માનુભવ યોગી મહારાજશ્રી આનંદધનયોગીના સમાગમ પછી જે આત્માનુભવની તેમનામાં જે દિશા ખૂલી અને અનુભવરસનું જે પાન કર્યું તેનો નિચોડ તેમણે આ “જ્ઞાનસાર”માં ઠાલવ્યો છે. જ્ઞાનસાર” ગ્રંથ એટલે આગમરૂપ સાગર–જ્ઞાનસ્વરૂપ ગાગરમાં જાણે ફેરવાયો ન હોય? વ્યવહાર - નિશ્ચયનાં સમન્વયની અદ્ભુત કળાનું કૌશલ્યનું નિરૂપણ. આગમખજાનાના તત્ત્વરત્નોની જાણે “જ્ઞાનસાર” ખાણ ન હોય? એવા ગ્રંથ પર અનેક મહર્ષિઓએ ટીકા, વિવેચન, પદ્ય, ગદ્યાદિ અનેક ખેડાણો કર્યા છે. તેમાં સૌપ્રથમ ટીકા - મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પછી તરત થયેલા અનુભવયોગી પૂ. દેવચંદ્રવિજય મહારાજે “જ્ઞાનમંજરી ટીકા” નામની રચના કરી અને તેમાં તેમણે પૂજ્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજના “અનુભવયોગ અને વ્યવહાર–નિશ્ચય”ની વાતને સ્પષ્ટ–સરળ રીતે પ્રગટ કરવાનો અભૂતપૂર્વ પ્રયાસ કર્યો છે. આવા અદ્ભૂત ખજાનારૂપ જ્ઞાનસારનો રસિયો ક્યો જ્ઞાનિ પુરુષ ન બને? મારા પરમ ઉપકારી ગુઢ પૂ. આચાર્યદેવશ્રી રાજશેખરસૂરિ મહારાજ કે જેઓ મહોપાધ્યાય યશોવિજય મહારાજના અતિ કઠિન ગ્રંથ " ગુરુતત્વનિશ્ચય” તથા પૂ. હરિભદ્રસૂરિ મહારાજના “યોગબિંદુ” આદિ અનેક ગ્રંથોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરવા વડે જિનશાસન પર ઘણો ઉપકાર કરી ગયા છે. એવા પૂજ્ય ગુઢદેવશ્રીને આ “જ્ઞાનસાર” ગ્રંથ અત્યંત પ્રિય હતો અને શરીરની પ્રતિકૂળતા અને રોગના મહાહુમલાઓ વચ્ચે પણ તેઓએ તેને અંતિમ સમય સુધી આત્મસાત કરી અને સિધ્ધક્ષેત્રમાં પંડિત મૃત્યુને વર્યા હતા. તેમની જ્ઞાનસાર પ્રત્યેની લગન અને ફળશ્રુતિ જોઈ મને પણ આ જ્ઞાનસાર ગ્રંથ પર ખેડાણ કરવાનો ઉલ્લાસ જાગ્યો અને મેં ભીવંડી - જ્ઞાનસાર // 5

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 334