________________
पूर्णाष्टकम्
ચંદ્રપક્ષે કૃષ્ણપક્ષ એટલે અંધારિયાનું પખવાડિયું, શુક્લપક્ષ એટલે અજવાળિયાનું પખવાડિયું, કલા એટલે સોળ ભાગ.
પૂર્ણાનંદપક્ષે કૃષ્ણપક્ષ એટલે અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર પરિભ્રમણશક્તિ, શુક્લપક્ષ એટલે અર્ધપુદ્ગલપરાવર્તની અંદરનો સંસાર, કલા તે ચૈતન્યપર્યાયરૂપ જાણવી. “જેઓનો કંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે શુક્લપાક્ષિક અને બીજા (તેથી અધિક સંસારવાળા) કૃષ્ણપાક્ષિક જાણવા."
७
“જે જે ક્રિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે અને અવશ્ય શુક્લપાક્ષિક છે. તે એક પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધ થાય છે.”
એ ‘દશાશ્રુત-ચૂર્ણિ’ અનુસાર પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર તે કૃષ્ણપક્ષ અને તેની અંદરનો કાળ તે શુક્લપક્ષ જાણવો. ૮
આ પૂર્ણતા-અષ્ટકનો અર્થ કહ્યો. ॥ ૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org