________________
ज्ञानसार
૪૮
અર્થ-૨ : ભોજનાદિમાં જે તૃપ્તિ છે તે મધુર (મિષ્ટ) આજ્ય (ઘી) અને મહા(રજવાડી)શાકથી ગ્રાહ્ય છે અને (નોરસાતુ) દૂધ-દહીં વગેરેથી બાહ્ય નથી. (એટલે કે દૂધ વગેરેનો સમાવેશ કરે છે.) (એવા નિમિત્તે જે ભોજનરસની તૃપ્તિ અનુભવાય છે તેનાથી પણ પરબ્રહ્મની તૃપ્તિ ચઢિયાતી છે તે આ બીજા અર્થમાં દર્શાવ્યું છે.)
“મોનને ચેનોપતે તો રસો નોરસોન્ફિતે” અર્થાત્ “શાકાદિથી યુક્ત પણ ગોરસ (દૂધ-દહીં વગેરે) વિનાના ભોજનમાં શો રસ છે?” એમ વચન છે. પરબ્રહ્મ તો જોરસ એટલે વાણીથી બાહ્ય છે.
યતો વાવો નિવર્તિત્તે અપ્રાપ્ય મનસા સહ ” એટલે “જ્યાંથી મનસહિત વાણી પાછી ફરે છે એટલે કે એ બંનેથી અપ્રાપ્ય છે” એ વેદવચન છે. “મસ પર્વ નિતિયા” અર્થાત્ “વર્ણાદિ અવસ્થારહિત આત્માના સ્વરૂપને કહેવા માટે કોઈ પદ પણ સમર્થ નથી.” ઇત્યાદિ સિદ્ધાંત વચનથી જાણી લેવું. આ બંને અર્થ પરત્વે સમગ્ર શ્લોકમાં વ્યતિરેક અલંકાર છે. ૬
विषयोर्मि विषोदगारः स्यादतृप्तस्य पुद्गलैः ।।
ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरंपरा ।। ७ ।। बाo- विषयना जे । उर्मि क० कल्लोल ते रूप जे । विष क० जहर तेहनो । उद्गार माठा ओडगार। स्यात् क० थाइ । अतृप्तस्य अतृप्तानइ । पुद्गलैः क० पुद्गलै करीनइ। ज्ञानतृप्तस्य तु ज्ञानइ तृप्तनइ तो । ध्यानरुप । सुधा क० अमृत तेहना । उद्गारनी परंपरा थाइ।
बहु पुद्गलभोजन ते विषभोजन छइ । तेहथी विषयविषाजीर्णइ माठा ओडगार आवइ। ज्ञानामृतभोजीनिं महातृप्तिवंतनइ ते ध्यानरूप अमृतोद्गार ज आवइ । ए महातृप्ति लक्षण. ७
અર્થ : પુદ્ગલો વડે અતૃપ્તને વિષયના કલ્લોલરૂપી ઝેરના માઠા ઓડકાર થાય છે. જ્ઞાનથી તૃપ્તને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા થાય છે.
બહુ પુદ્ગલભોજન તે વિષભોજન છે. તેથી વિષયરૂપી વિશ્વના અજીર્ણથી માઠા ઓડકાર આવે છે. જ્ઞાનામૃતભોજી મહાતૃપ્તિવંતને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકાર જ આવે. એ મહાતૃપ્તિનું લક્ષણ છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org