________________
પરિશિષ્ટ - ૧
૧૮૧
સમ્યગુરષ્ટી – ચોથું ગુણઠાણું, પૂર્ણ સ્પષ્ટ દૃષ્ટિ.
જિનકલ્પ – તે કશું જ ન રાખે. વસ્ત્ર, દાંડો કોઈ ઉપકરણ ન રાખે અને જંગલમાં રહીને ધ્યાન જ કરે.
વિકલ્પ – તે વ્યવહાર રાખે. દાંડો, વસ્ત્ર ઉપકરણમાં રાખે, સમાજની વચ્ચે રહે.
ઋોવા ૨૭/૨ (નાસ્તિ પાપેક્ષા... તાનમ્ I) ‘હિં ન - “શું ન હોય ?' અર્થાતુ હોય જ.” ભારપૂર્વક દર્શાવવા માટે નકારનો ઉપયોગ કર્યો છે.
‘મયબ્રતિષ્ક્રાંતિસંતાનવાનવમ્' ભ્રાંતિ એટલે ભ્રમણા. ભ્રાંતિમાં કંઈક અંશે ભય આવી જાય. કેટલાક કલ્પિત ભયનું પણ કષ્ટ હોય છે. ભય આવશે તેની ભ્રાંતિથી કષ્ટ થાય છે. કૃત્તિ = ખેદ, કષ્ટ. સંતાન = શ્રેણિ, પરંપરા. તાનવમ્ તનુપણું, ઓછાપણું. ઘટવાપણું.
જ્યાં જ્યાં અપેક્ષા છે ત્યાં ત્યાં ભય છે. જેને બીજા કશાની અપેક્ષા નથી તેને ભય આવશે તેની ભ્રાંતિથી થતા કષ્ટની પરંપરા ઓછી થાય છે.” એમ કહેવાનો પાવ છે.
જેને પરની અપેક્ષા નથી' એમ કહીને “જે કેહવું છઈ' એમ કહીને તેઓ જે વાત કરવા ગયા છે તેમાં સરળતા આવવાને બદલે ક્લિષ્ટતા આવી ગઈ છે.
‘આત્મસ્વપવમવંત' આ શબ્દો ‘માવત મિના' ને સમજાવવા માટે લખ્યા છે. “સ્વભાવનું અદ્વૈત છે ત્યાં જનાર' એટલે કોણ? તે કેવો હોય? તે “આત્મસ્વભાવલાભવંત” હોય. તેને પારકાની અપેક્ષા હોતી નથી. જે આત્માના સ્વભાવમાં જ મગ્ન છે, સ્વભાવ એટલે આત્માના શુદ્ધ સ્વભાવ સાથે જે અદ્વૈત ધરાવે છે, શુદ્ધ આત્મભાવમાં જે નિમગ્ન રહે છે તેને ભયના ભ્રમથી જન્મતા ખેદતી અલ્પતા હોય છે.
ો શ૭/૨ (ભવોન... વિશિષ્યતેતા) ભવસૌખ્ય = સંસારનું સુખ. સંસારના સુખે શું થાય ? કંઈ ન થાય. મૂપિયટનસ્મના' = ઘણા પ્રકારના ભયરૂપી અંગારાની રાખરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org