________________
૨
વિનયધર્મ
જઈને, ઊકડું બેસીને, હાથ જોડીને પૂછે છે.
‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’માં ભગવાન મહાવીરસ્વામીએ પાવાપુરીમાં આપેલી અંતિમ દેશનામાં વિનયધર્મ પર સૌપ્રથમ દેશના આપી છે. ‘પ્રશ્નવ્યાકરણ સૂત્ર’માં વિનયને આચારના રૂપ તરીકે દર્શાવ્યો છે તો ‘દશવૈકાલિક સૂત્ર’નો નવમો અધ્યાય વિનયસમાધિથી ભરેલો છે. આ આગમ ગ્રંથના નવમા અધ્યયનના ચારેય ઉદ્દેશક જીવનમાં આચારમાં ઉતારવાને યોગ્ય છે. એમાં પ્રથમ દર્શાવ્યું છે કે અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરુ પાસેથી વિનયને શીખતો નથી, તેનો વિનાશ થાય છે. જૈન દર્શન કહે છે કે વિનયનો ગુણ આત્મામાં પ્રગટ થયા વિના મોક્ષના અધિકારી થવાતું નથી અને આ ગુણને યોગ્ય રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ
બંધાય છે.
જ્ઞાતાધર્મકથા સૂત્રમાં તીર્થંકરપદને પ્રાપ્ત કરવા માટેનાં વીસ કારણોમાં વિનયનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને તેથી જ કહ્યું છે, ‘વિણઓ મોકખદ્વારે’ ‘વિનય મોક્ષનું દ્વાર છે.’
આત્મા પર અનંતકાળથી અહંકાર અને મદના કુસંસ્કારોનું આવરણ લાગ્યું હોય છે અને તેને દૂર કરવા માટે વિનયની આવશ્યક્તા છે.
૧૮૬૩ની ૨૧મી એપ્રિલે સ્થપાયેલા બહાઈ ધર્મે જગતકલ્યાણ અને માનવકલ્યાણની વાત કરી છે. એણે કહ્યું કે બધાં રાષ્ટ્રોનો ધર્મ એક હોય અને બધા મનુષ્યો ભાઈ-ભાઈની સમાન રહે તો ભેદભાવ અને યુદ્ધ સમાપ્ત થઈ શાંતિ પ્રવર્તે. વ્યક્તિ માત્ર પોતાના દેશને જ પ્રેમ ન કરે, પરંતુ સમગ્ર માનવતાને ચાહે તે આ ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે.
‘બહાઈ'નો અર્થ છે પ્રકાશિત અને એના સ્થાપક છે. બહાઉલ્લાહ બહાઉલ્લાહનો અર્થ છે ‘ઈશ્વરની જ્યોતિ’. આ ધર્મગ્રંથમાં બહાઉલ્લાહ કહે છે, ‘હે ઈશ્વરના સેવકો, હું તમને વિનયશીલ બનવાનો ઉપદેશ આપું છું. નિશ્ચયપણે વિનય એ બધા ગુણોનો મુગટ છે. એ વ્યક્તિ ધન્ય છે જે મનથી સરળ અને વિનયથી વિભૂષિત છે. વિનયસંપન્ન માનવી ઉચ્ચસ્થાનનો અધિકારી છે.'
એ જ વિનયની વાત કરતાં ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું, મેં પ્રભુ અને ગુરુ થઈને તમારું પાદપ્રક્ષાલન કર્યું, તો તમારે એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દૃષ્ટાંત આપ્યું કે જેવું મેં તમારી સાથે કર્યું તેવું તમે બીજાની સાથે કરો.'
૧૫
SIS નું વિતધર્મ | 11 111
ઈસુ ખ્રિસ્તના ન્યૂ ટેસ્ટામેન્ટનાં વચનો વિનયના વ્યાવહારિક પાસાને પ્રગટ કરે છે અને એની પરાકાષ્ઠા જોવી હોય તો તમને એ તાઓ ધર્મમાં જોવા મળશે. એ ધર્મના દાઓ દિર જિંગ ગ્રંથમાં કહ્યું છે કે વિનીતતા એ ઉચ્ચતાનો પાયો છે. ભૌતિક જીવનમાં વિનયની ગરિમા જુદાજુદા ગ્રંથોમાં મળે છે, પણ જીવનવ્યવહારથી ઉપર જઈને અધ્યાત્મમાં વિનયનું ગૌરવગાન જૈન ધર્મમાં પ્રાપ્ત થાય છે. એમાં કહ્યું છે, “તેર પાત્ર તરફ વિનય દાખવવો જોઈએઃ (૧) તીર્થંકર (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંઘ (૬) ક્રિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) ઉપાધ્યાય (૧૨) સ્થવિર (પોતે ધર્મપાલનમાં રહીને સાધુસમુદાયને તેમાં દૃઢ રાખે’ (૧૩) ગણિ’.
આ તેર પાત્રની વાત કરીને એક વ્યાપક્તા દર્શાવી છે અને એ વ્યાપક્તા વ્યક્તિ, સંસ્થા અને ગુણ એ ત્રણ પ્રત્યેના વિનયની છે. અન્ય અર્થમાં કહીએ તો આમાં દેવ, ગુરુ અને ધર્મનો સમાવેશ થઈ જાય છે. તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગિણ એ છ કુળવાન પુરુષ, જ્યારે કુળ, ગણ અને સંઘ એ ગુણયુક્ત સંસ્થાઓ તથા ક્રિયા, ધર્મ એ જ્ઞાન અને ત્રણ ગુણ છે અને કહ્યું છે કે વિનયને યોગ્ય આ બધાની અશાતના ન કરવી, એની ભક્તિ કરવી, એનું માન કરવું અને એના ગુણ ગાવા.
જૈન દર્શનની વિશેષતા એ છે કે એ વિનયને આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડે છે, ‘વિનય વડે સંસાર’ એમ કહીને એની મહત્તા પ્રગટ કરી છે. જીવનમાં બાહ્ય અને આત્યંતર વિનયના પ્રસંગો ઉપસ્થિત થાય છે વ્યવહાર વિનય અને નિશ્ચયવિનય એવા ભેદ દર્શાવીને નિશ્ચય વિનયમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ગુણો પ્રત્યેના વિનયની વાત કરવામાં આવી છે અને વ્યવહાર વિનયમાં સાધુસાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ વિનય દાખવવાની વાત કરવામાં આવી છે. જીવનમાં આ બંને વિનય આવશ્યક છે, પણ વ્યવહાર વિનયના પાલન સમયે દૃષ્ટિ તેા નિશ્ચય વિનય પર હોવી જોઈએ, કારણકે એનાથી આધ્યાત્મિક પ્રગતિ સધાય છ અને એ નિશ્ચય વિનયના જ્ઞાન વિનય, દર્શન વિનય અને ચારિત્ર્ય વિનય એમ ત્રણ પ્રકાર છે.
ભિન્નભિન્ન ગ્રંથોમાં વિનયનાં જુદીજુદી રીતે થયેલાં વર્ગીકરણો પ્રાપ્ત થાય છે. ક્યાંક આ ત્રણ ઉપરાંત તપ વિનયને જુદો દર્શાવવામાં આવ્યો છે. અધ્યાત્મ માર્ગ વિનયની ઉપકારકતાની જેમ ગ્રંથોમાં ઘણી છણાવટ થઈ છે. એમાં જીવનના
૧૬