Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
©©ન્ડ વિનયધર્મ ©© - માર્દવ એટલે માનનો નાશ અર્થાત્ વિનય. એ સુવિદિત છે કે જાતિમદ કરતાં મરીચિએ નીચગોત્રકર્મ ઉપાર્જિત કર્યું. આચાર્ય કુંદકુદ કહે છે, જે મનુષ્ય કુળ, રૂપ, જાતિ, બુદ્ધિ આદિના વિષયમાં અહંકાર રાખતો નથી તેને માર્દવધર્મ થાય છે. જીવને અધ્યાત્મમાર્ગે લઈ જનાર વિનય છે. અંદરથી જ્યારે અભિમાન ન રહે, માન થાય ન રહે ત્યારે તેનું બાહ્ય સ્વરૂપ વિનય પ્રગટે છે. વિનય મૃદુતાનો સૂચક છે. શ્રીકૃષ્ણ અઢાર હજાર સાધુભગવંતોને ઉલ્લાસ અને વિનયનો ભાવ આવતાં વંદન કર્યા-ભાવપૂર્વક-જે થકી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું વિનયથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થાય છે.
શ્રી પદ્મવિજયજી મ.સાહેબે ઉપાધ્યાયપદમાં વિનયગુણનો મહિમા ગાયો છે. ઉપાધ્યાયની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં વિનયગુણ અનિવાર્યપણે હોય જ તેઓ વિનીત બને છે. ઉપાધ્યાયના વિનયગુણનો મહિમા ગાતા શ્રી પદ્મવિજયજી મહારાજસાહેબે કહ્યું છે. “મારગદર્શક, અવિનાશીપણું, આચાર વિનય સંકેતેજી”. જૈન શાઓમાં કહ્યું છે. ચારિત્રની શોભા વિનયથી વધે. પ્રતિક્રમણનો ત્રીજો આવશ્યક વંદના છે. બાહુબલીએ વંદન માટે પગ ઉપાયો કે તરત જ કેવળજ્ઞાન તેમને પ્રાપ્ત થયું. પાંડવોએ નેમિનાથને વંદન કરવા માટે અષ્ટાપદ પર્વત પર જઈને આત્મકલ્યાણ કર્યું. ટૂંકમાં વંદન કરવાથી જ્ઞાનની વિશુદ્ધિ થાય છે અને વિનયગુણની પ્રાપ્તિ થાય છે. ‘વંદના પાપ નિકંદના'. જૈન સ્તોત્રસાહિત્યમાં પણ વંદનાનું મહત્ત્વ છે. - નિશ્ચયષ્ટિથી જોઈએ તો શુદ્ધ ચેતનતત્ત્વ પ્રતિ આદરભાવ એ વિનય છે. વિનયથી પરમવિનય સુધી પહોંચવાનું છે, દાદા ભગવાન કહે છે, શુદ્ધ ચેતન, અવિનાશી તત્ત્વ પ્રતિ આદરભાવ ‘હું શુદ્ધાત્મા છું'' એ શુદ્ધ ભાવ એ જ પરમવિનય છે. સ્વરૂપનો, પરમ વિનય, સ્વરૂપજ્ઞાનનો વિનયથી આત્મા સ્વસુખયુક્ત સ્વતંત્રતાનો અનુભવ કરે છે. એ જ સનાતન ધર્મ છે. નયથી દૃષ્ટિબિંદુ સમજાય છે અને વિનયથી મોક્ષ મળે છે. ગુરૂતમ ભાવ અવિનય છે અને લઘુતમ ભાવ પરમ વિનય છે. અંતમાં, વિનયનું ફળ અસાધારણ છે, વિનયથી સંવરની પ્રાપ્તિ થાય છે, સંવરથી તપ શક્તિ વધે છે, જેનું ફળ નિર્જરા છે, તથા યોગનિરોધ છે, જેથી ભવપરંપરાનો નાશ થાય છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ રતિમાં કહ્યું છે. ‘સર્વ કલ્યાણોનું મૂળ વિનય છે.’
(જેન દર્શનના અભ્યાસુ કોકિલાબહેને મુંબઈ યુનિવર્સિટીના Ph.D. ના માર્ગદર્શક રૂપે સેવા આપેલ છે. હાલ સોમૈયા કૉલેજના જૈન અધ્યયન કેન્દ્રમાં સેવા આપે છે).
4 વિનયધર્મ વિહારમાં વિનયધર્મનું પાલન
- રમેશભાઈ ગાંધી જિન શાસનમાં મહામંત્ર નવકાર મંત્ર-પંચપરમેષ્ઠીનું ઉત્કૃષ્ટ સ્થાન છે. તેના ઉદાહરણમાં બે શબ્દો “નમો ને મળ’ મહત્ત્વના છે. “નમો’’ એટલે પરમ વિનપૂર્વક નમન, અને તે કોને ? તો કહે છે, જેની ‘આશાના તહતિપૂર્વક’ સ્વીકાર સાથે વિનયપૂર્વક પાલન કરવાનું છે એવા ‘પંચપરમેષ્ઠી'ને. બીજા શબ્દોમાં કહીએ તો ‘વિનય ધર્મનું મૂળ છે'. વિનયગુણ કેળવ્યા-વિકસાવ્યા વિના | જિનમાર્ગમાં પ્રવેશ જ થઈ શકતો નથી.
અધ્યાત્મ ક્ષેત્રે ત્રણ મુખ્ય તત્ત્વો – દેવ, ગુણ અને ધર્મ. દેવાધિદેવ અરિહંત અને સિદ્ધ પરમાત્મા ગુરુપદે છે. પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીઓ અને વિનયપૂર્વક નમસ્કાર સાથે દેવ-ગુરુ અને જિનાજ્ઞારૂપ કેવળી પ્રરૂપિત ધર્મનું સ્વીકાર સાથે પાલન.
‘વિનય’ આત્માનો પ્રાથમિક ધર્મ છે. ધર્મના અનેક પ્રકારમાં ‘આણાએ ધમ્મો'. વિનયપૂર્ણ’ ધમ્મો વગેરે આગમ વાક્યો સૂચક છે. ઉત્તરાધ્યયન સૂત્ર જે ચાર પૈકી એક સૂત્ર છે, તેનું પ્રથમ અધ્યયન જ ‘વિનય’ પર છે. વીરપ્રભુની અંતિમ દેશનાનો આરંભ જ વિનયધર્મના બોધથી થાય છે. વિનયગુણની પાછળ અન્ય ગુણો જે અનંતા છે, પણ તેમનું સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ મુખ્ય ગુણોમાં સમાવેશ થઈ જાય છે. અહીં સાધુ-સાધ્વીજીઓનો પરસ્પર વિનય, શ્રાવક-સાધુ (શ્રાવિકા-સાધ્વી)નો પરસ્પર વિનય, સંપ્રદાયોનો પરસ્પર વિનય, વૈયાવચ્ચ અને વિનયગુણનો સમન્વય જે સમ્યરૂપે સમજી યથાર્થ પાલન કરવાનું હોય છે.
હવે વિહાર’ શબ્દ યાત્રાનો સૂચક છે - સ્થૂળ દૃષ્ટિએ સંયમીઓની એક સ્થાનેથી બીજે સ્થાને પગપાળા જવાની યાત્રાને વિહાર કહેવાય છે. અધ્યાત્મ ક્ષેત્રે ‘વિહાર’નો અર્થ સંયમયાત્રા છે. દીક્ષા લીધા બાદ ચારિત્ર-સર્વ વિરતિ ચારિત્ર ગ્રહણ કર્યા પછી પ્રત્યેક સાધક આત્માએ એક સ્થાને સ્થિર રહેવાનું નથી, પણ ક્યાંય પણ અનિવાર્ય કારણ વગર ૨૯/૫૯ દિવસથી વધુ રોકાણ કરવાનું નથી અને ચાતુર્માસના ચાર માસના એક કલ્પ સિવાય બાકીના શેષકાળમાં એક ગામથી બીજે ગામ વિહારયાત્રા કરી લોકોને બોધ-ઉપદેશ-પ્રેરણા દ્વારા ધર્મમાર્ગમાં સ્થિર કરવાના છે. અહિંસા-અપરિગ્રહ મર્યાદાધર્મમાં જોડવાનાં છે. અધ્યાત્મયાત્રાજીવનયાત્રાનું અંતિમ લક્ષ્ય “મોક્ષ’ સર્વ દુઃખનો અંત અને શાશ્વત સુખની પ્રાપ્તિ.
ક ૧૪૨ -
ક ૧૪૧
-

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115