Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 84
________________ (વિનયધર્મ ren QQ પાછળની મહેનત ઉપરાંત જ્ઞાનાચારનો અભાવ હોય છે. જ્યારે એકથી ત્રણ નંબર સુધી પહોંચેલા હોશિયાર હરીફોમાંથી આવડતના અભાવે પહેલો નંબર ચૂકી જતા નથી કારણકે આવડત તો પૂરેપૂરી હોવાથી બોર્ડમાં ૧થી ૧૦ નંબરમાં પાસ થાય છે, પણ જ્ઞાનાચારના અભાવથી તેઓ પ્રથમદ્વિતીય નંબર ચૂકી જાય છે. આ વાતનો જૈન દર્શનના જ્ઞાનાચારનો અને જ્ઞાનાવરણીય કર્મની સમજનો અભ્યાસ કરનાર જ સ્વીકારી શકે એમ છે. જૈન દર્શનકારોએ આઠ પ્રકારના જ્ઞાનાચાર કહ્યા છે. કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્નવન, વ્યંજન, અર્થ અને વ્યંજનાર્થ ઉભય એ આઠ પ્રકારે જ્ઞાનના આચાર છે. આ કાલાદિ આઠને જ્ઞાનાચારો કહેવાય છે. જ્ઞાનાચાર એટલે તે આચાર કે જે આચારનું પાલન જ્ઞાનની લેવડ-દેવડમાં અવશ્ય કરવું જોઈએ. જ્ઞાન દેનાર અને જ્ઞાન લેનાર બન્નેને માટે આ બંધનને અવગણીને જ્ઞાન લઈ - દઈ શકાય નહીં. આ બંધનને અવગણીને, જ્ઞાનની લેવડ-દેવડ કરનારો જ્ઞાનની આશાતના કરનારા બનીને જ્ઞાનના ફળને પામનારા બની શકતા નથી. તેમાં અહીં બહુમાન આચારની ચર્ચા કરી છે. બહુમાન નામનો ત્રીજો જ્ઞાનાચાર : બહુમાન નામે ત્રીજો જ્ઞાનાચાર છે. વિનયને બીજા આચાર તરીકે જણાવ્યા પછીથી પણ ત્રીજા જ્ઞાનાચાર તરીકે બહુમાનને જણાવેલ છે, તેમાં મૂંઝાવા જેવું નથી. વિનયના અને બહુમાનના સ્વરૂપને સમજો. વિનય એ બાહ્ય સન્માનાદિ છે, જ્યારે બહુમાન આરે આંતરિક સન્માનાદિ છે. વિનયમાં ગુણ ઘણા છે, પણ જો વિનય હોય અને બહુમાન ન હોય તો વિનય નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હોય, દાન વિનાનું માન હોય, ગંધ વિનાનું પુષ્પ હોય, રંગ વિનાનું કંકુ હોય, પાણી વિનાનું સરોવર હોય, પ્રતિમા વિનાનું મંદિર હોય અને મધ્યમણિ વિનાનો હાર હોય તો એ ઘર, મુખ, માન, પુષ્પ, કંકુ, સરોવર, મંદિર અને હાર શોભે ? ન જ શોભે. એ જ રીતિવિનય પણ બહુમાન વિના શોભે નહીં, સફળ બને નહીં. વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે. બહુમાન હોય ત્યાં વિનય તો દેખાય જ. બહુમાન ૧૫૯ (વિનયધર્મ એકલું પણ લાભ કરે છે અને જો બહુમાનપૂર્વકનો અલ્પ પણ વિનય હોય તો એ અલ્પ વિનયેય ઘણા લાભને માટે થાય છે. વિનય એ બાહ્યોપચાર છે. એની આવશ્યકતા ઘણી છે. વિનયની અવગણના કરનારાઓ તો મૂર્ખા જ છે. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનાર જ્ઞાનના નામે આચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઈના નામે મર્યાદાની અવગણના કરનારા મૂર્ખા જ છે, કારણકે – વિનયનો સાચો આધાર, વિનયની સફળતાનો સાચો પાયો બહુમાન છે. આથી, જ્ઞાનના અર્થ આત્માઓએ પોતાના હૃદયમાં જ્ઞાની, ગુર્વાદિક પ્રત્યેના બહુમાનના ભાવને અવશ્ય સ્થાપિત કરવા જોઈએ. એમાં જ બહુમાન નામના આ ત્રીજા જ્ઞાનાચારનું પાલન રહેલું છે. બહુમાનનાં પાંચ લક્ષણો વિનયાચાર તો પ્રત્યક્ષપપણે દેખાઈ આવે એવી વસ્તુ છે, જ્યારે બહુમાન એ આપ્યંતર ભક્તિ-પ્રીતિરૂપ છે, એટલે એને ચર્મચક્ષુઓથી જોઈ શકાય નહીં. સામાન્ય રીતિએ લોકો વિનયાચાર પરથી બહુમાનનું માપ કાઢે છે, પરંતુ તેમાં ખોટા પડવાની, ઠગાવાની સંભાવના પણ ઘણી છે. એમાં તો, બહુમાન ન હોય તે છતાં પણ ‘બહુમાન છે' - એમ પણ લાગે એય સંભવિત છે અને બહુમાન હોય છતાં પણ ‘બહુમાન નથી’ એમ લાગે એય સંભવિત છે. આમ છતાંય, બહુમાનને જાણવાનાં લક્ષણો છે અને એ લક્ષણો દ્વારા જો બારીકાઈથી જોઈ શકવાની બુદ્ધિ હોય, તો બહુલતયા ‘બહુમાન છે કે નહીં?' તેનો છે. જેના પ્રત્યે બહુમાન હોય છે, તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી, એ શું ઇચ્છે છે, એને જાણવાની કાળજી સતત રહ્યા કરે છે. અને કેમ કરીને એની ઇચ્છાને પૂર્ણ કરી શકાય એનું ચિન્તન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરુદ્ધ ચાલવાની તો સ્વપ્નેય ઇચ્છા થાય નહીં, પણ એકેએક મરજીને સંતોષવાનું મન થયા કરે. બહુમાનનું બીજું લક્ષણ એ છે કે જેના પ્રત્યે બહુમાન હોય, તેના દોષોને જોવાનું મન થાય નહીં; દોષો જોવાઈ પણ જાય તોય તે દોષોને હૈયું વજન આપે નહીં, પણ એને ભૂલી જાય અને એના દોષોને ઢાંકવાની કાળજી રહ્યા કરે. કોઈ પણ જણમાં એના દોષો આવે નહીં, એની તકેદારી રહ્યા કરે. કોઈ એના દેાષની વાત કરે તો તેને યથાશક્તિ રોકે, તેના ગુણો તરફ જોવાનું કહે. ૧૬૦

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115