________________
( વિનયધર્મ Sunn નાક, કાન બધું પાણીથી ધોવાની ક્રિયાને વઝું કહે છે. જીવનવ્યવહારમાં સંયમનું પ્રાધાન્ય પણ ઇસ્લામે સ્વીકારેલ છે. પોતાની લાગણીઓ, વિચારો, ઇચ્છાઓ અને અપેક્ષાઓ પર સંયમ રાખવા અંગે હઝરત મહંમદસાહેબે ફરમાવ્યું છે.... “આંખોનો ગુનાહ બદનજર (બૂરી નજર) છે અને કાનનો ગુનાહ બેહાઈ (બેશરમી) છે.”
આવા તો અનેક વિવેકી સંસ્કારો ઇસ્લામમાં છે. બસ જરૂર છે માત્ર તેનો અમલ કરવાની. ખુદા-ઈશ્વર તેનો અમલ કરવાની આપણને સૌને હિદાયત આપે એ જ દુવા. આમીન.
(અમદાવાદસ્થિત ડૉ. મહેબૂબભાઈ ઇસ્લામ ધર્મ સાથે વિવિધ દાર્શનિક પરંપરાના અભ્યાસુ છે. તેમનું ઇસ્લામ ધર્મ વિશે ઘણું સાહિત્ય પ્રગટ થયું છે).
જ્યારે સાધકના પંચાગ ઝૂકેલા હોય, હૃદય ભક્તિના ભાવથી ભરપૂર હોય, આંખોથી વિનયના અમી વરસતાં હોય, ત્યારે સદ્ગુરુની કૃપાદ્યષ્ટિ વરસે છે અને લોકોત્તર ફળની પ્રાપ્તિ થાય છે.
૧૭૧
(વિનયધર્મ GS શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘વિનય”ની સંકલ્પના...
ડૉ. દેવવલ્લભ સ્વામી
‘વિનય’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો સીધો અર્થ થાય છે વિનમ્રતા. વિનમ્રતા એ વિનયનું એક બાહ્યસ્વરૂપ છે. વિનયનું બીજું સ્વરૂપ છે આદર. આદર એ આંતરિક ગુણ છે. અંદરના ભાવ વિનાની વિનમ્રતા એ વિનય નથી. સાધુસંતો, વડીલો વગેરેને આપણે સ્થૂળ શરીરથી વંદન કરીએ એ પૂરતું નથી. તેઓના પ્રત્યે અંદરથી પણ આદરભાવ હોવો જોઈએ. અંદરના આંતરિક આદરભાવ સમર્પણ વિનાના માત્ર બાહ્ય વંદન, પ્રણામ વગેરેથી જીવનમાં ક્રાંતિ આવતી નથી. તે માત્ર શિષ્ટાચાર કે દંભ બની જાય છે.
ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં સર્વ સદ્ગુણોમાં ‘વિનય’ એ પાયાનો સદ્ગુણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિનયને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
વિનય એ વિદ્યા-જ્ઞાનનું ફળ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, વિદ્યા વિનયેન શોખતે। અર્થાત્ - વિદ્યા વિનયથી જ શોભે છે. કોઈ માણસ રૂડો-રૂપાળો હોય, પરંતુ નાક ન હોય તો કેવો લાગે ? તેમ ગમે તેવો બુદ્ધિશાળી, ભણેલો-ગણેલો હોય, પરંતુ તેનામાં જો વિનય ન હોય તો તે પેલા નાકકટ્ટા જેવો લાગે.
વિનયરૂપી સદ્ગુણ વિનાની વિદ્યા એ ખરા અર્થમાં વિદ્યા જ નથી. તે માત્ર જાણકારી, માહિતીનો ઢગલો છે. માત્ર શબ્દજ્ઞાનનો સંગ્રહ છે. વિવિધ ઉપાધિ (ડિગ્રીઓ) એ વિદ્યા નથી. વિનમ્ર જીવનશૈલી જ વિદ્યાની ઘોતક છે.
જીવનમાં સાચું સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ વિનયથી થાય છે. તેથી જ સંસ્કૃતમાં કહ્યું છે કે,
विद्या ददाति विनयं विनयाद्याति पात्रता । पात्रत्वात् धन माप्नोति धनात् धर्म ततः सुखः ॥
અર્થાત્ વિદ્યાથી વિનય આવે છે. વિનયથી પાત્રતા આવે છે. પાત્રતાથી ધન મળે છે. ધનથી ધર્મપાલન થઈ શકે છે અને ધર્મપાલનથી સુખ મળે છે. આમ સુખીની મૂળ ગંગોત્રી વિદ્યા છે, પરંતુ જો વિદ્યાથી વિનય આવે તો. વિનય વિનાની વિદ્યા વાંઝણી છે. જેનાથી વિનય, નમ્રતા ન આવે તો તે સાચા અર્થમાં વિદ્યા નથી. કારણકે વિદ્યાનું ફળ વિનય છે.
૧૭૨ =