Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 107
________________ © ©4 વિનયધર્મ @ @ ૨ શ્રી જિનેશ્વરદેવોએ આપણા માટે જે આજ્ઞાઓ આપી છે, તે શ્રદ્ધાપૂર્ણ માનવીએ યથાશક્તિએ પાળવી. B ઉપકારી ગીતાર્થ ગુરુભગવંતો જિનાજ્ઞા મુજબની જે આજ્ઞાઓ ફરમાવે તે આજ્ઞાઓને મસ્તકે ચડાવવી. ધર્મઆચારનું પાલન કરવું, અભક્ષ્ય ભોજન ખાવું, ટી.વી., નાટક, સિનેમા જેનો ત્યાગ કરવો. જે જિનેશ્વર દેવોએ આપણા આત્માના કલ્યાણને માટે જ દર્શન, વંદન, પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ વગેરે ધર્મકાર્યો કરવાં જણાવ્યું છે. ૨ રોજ ભગવાનનાં દર્શન, પૂજા, ગુરુવંદના, પચ્ચખાણ, સામાયિક, ધર્મનું નવું જ્ઞાન મેળવવું. રે માતા-પિતાની આજ્ઞાને આદર આપવો, એમને પગે લાગવું. ઉપકારી વિદ્યાગુરુ પ્રત્યે હૃદયમાં બહુમાન રાખવું, તેઓ બેસે પછી બેસવું. તેમની ઈચ્છા મુજબ વર્તવું, હિતકારી આજ્ઞા માનવી, તોછડાઈથી વર્તવું નહિ, તેમનું અપમાન કરવું નહિ, અનાદર કરવો નહિ, તેમને ન ગમે તેવું કાંઈ કરવું નહિ, તેમનું ચિત્ત પ્રસન્ન રહે તેવું જ બોલવું અને તે જ પ્રમાણે વર્તવું જોઈએ. કોઈની સાથે લડવુંઝઘડવું નહિ, કોઈની નિંદાકૂથલી કરવી નહિ, કોઈની ઠઠ્ઠામશ્કરી કરવી નહિ, કોઈની સાથે તોછડાઈભર્યું વર્તન કરવું નહિ અને કદી પણ અપશબ્દ બોલવા નહિ. જે ઉપકારી ધર્મગુરુ, માતા-પિતા, વડીલજનો હિતબુદ્ધિથી આપણને ઠપકો આપે અને ગમે તેવાં કઠોર વચન કહે ત્યારે સામે બોલ્યા વિના આદરપૂર્વક તે બધું સાંભળવું અને આપણી ભૂલ જોઈ એને સુધારવાનો પ્રયત્ન કરવો. રોજ સવારે ઓછામાં ઓછું નવકારશીનું અને સાંજે ચૌવિહાર કે તિવિહારનું પચ્ચખાણ કરવું. રસ્તે જતા માર્ગમાં દેરાસર આવે ત્યારે સમય અને શક્તિ હોય તો દર્શન કરી આવ્યા પછી જ આગળ જવું. સમય અને શક્તિ ન હોય તો બહારથી બે હાથ જોડી, મસ્તક નમાવી ‘નમો જિણાણાં’ બોલ્યા પછી જ આગળ જવું. રસ્તે જતાં ગુરુમહારાજ કે સાધ્વીજીમહારાજ સામાં મળે ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવી ‘મથ્થણ વંદામિ’ કહેવું. અન્ય સ્વજન-વડીલજન મળે તો પ્રણામ કહેવું. જીવનમાં વિનય-વિવેક એક સિક્કાની બે બાજુ છે. શબ્દો પણ ઉત્તમ કુળને છાજે એવા હોવા જોઈએ. પરોપકારી ગુરુભગવંતને મહારાજજી, સાહેબજી, ગુરુજી, મહારાજસાહેબ, ગુરુમહારાજ પાછળ માનવાચક ‘જી' શબ્દ લગાવવો જોઈએ. પધાર્યા -ક ૨૦૫ - C A વિનયધર્મ છે . વગેરે ઊંચા શબ્દો બોલવાથી આપણું સંસ્કારીપણું પ્રગટ થાય છે અને આપણી જ શોભા વધે છે. આપણું બોલણું-ચાલવું વગેરે બધું આપણી શોભા વધારે તેવું જ હોવું જોઈએ. આજના યુગમાં ગૃહસ્થો એકબીજાનાં નામ તોછડાં અને અપમાનજનક રીતે બોલે તો પરસ્પર તેમનો સ્નેહ અને સદ્ભાવ ઘટે છે, સંબંધો તૂટે છે, વિનયગુણ નાશ પામે છે, અવિનય દોષ પુષ્ટ થાય છે, સંસ્કારિતા લાજે છે. એવા તોછડા માણસો સભ્ય સમાજમાં શોભા પામતા નથી. તેમની કોઈ કિંમત રહેતી નથી. અવિનય, આશાતના અને કર્મબંધનથી બચવા માટે તથા પોતાના ઉત્તમ કુળને, સંસ્કારિતાને શોભાવવા માટે સૌએ પૂ. ગુરુભગવંતોનાં નામ સંપૂર્ણ અને માનવાચક શબ્દો સહિત જ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. દેરાસરસંબંધી વિવેક, દેવ-દેવીસંબંધી વિવેક, ગુરુમહારાજ સંબંધી વિવેક, ઉપાશ્રયસંબંધી વિવેક, પાઠશાળાસંબંધી વિવેક કેળવવો જરૂરી છે. અપશબ્દો સહન કરનારનું દૃષ્ટાંત જોઈએ તો, દૂર દેશથી પદયાત્રા કરીને આવેલા એક સંતે એક ગામના પાદરે આવેલા મહાદેવજીના મંદિર પાસે નિવાસ કર્યો. તેઓ મહાદેવજીની પૂજા ને ભજનકીર્તન કરતા. સંત ખરેખર ભગવાનના ભક્ત હતા. તેમના તરફથી ગામના લોકોને કોઈ પણ જાતનો ઉપદ્રવ હતો નહિ, પણ ગામના લોકો ઘણા દુષ્ટ હતા. તેઓ આ સંતને ઢોંગી સમજીને, મંદિર પાસેથી પસાર થતી વખતે રોજરોજ તેમના ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા, પણ સંત તો શાંત, સહિષ્ણુ ને સમજદાર હતા. તેથી તેઓ ગામના લોકોની ગાળો શાંતિથી સાંભળી લેતા. તેમના પર ગુસ્સો કરતા નહિ. હૃદયમાં તેમની ઉપર વેરભાવ રાખતા નહિ. તેમને સામી ગાળ પણ દેતા નહિ. આથી તેમને રોજરોજ વિનાકારણ ગાળો દેનારા ગામલોકો છેવટે થાક્યા, હાર્યા, શાન્ત થયા ને સંત પાસે આવ્યા. તેમને પ્રણામ કરીને પૂછયું કે, “અમે તમને રોજરોજ અપશબ્દો કહીએ છીએ તોપણ તમે કેમ ગુસ્સો કરતા નથી? કેમ સામી ગાળ દેતા નથી ?” સંતે હસીને કહ્યું: ‘‘સાંભળો! તમે મને સો રૂપિયા આપવા ઈચ્છો તે હું લઉં નહિ તો તે કાની પાસે રહે?” ગામલોકો કહે : “અમારી પાસે જ રહે”. - સંતે ફરીને કહ્યું: ‘તમે મને ગાળ દો તે હું લઉં નહિ તો કોની પાસે રહે? ગામલોકો જવાબ આપી શક્યા નહિ. સમજી ગયા કે અપશબ્દો કહેવાથી આપણું જ મુખ અપવિત્ર બને છે. આપણે આપેલી ગાળ આપણી પાસે જ રહે છે. આપણને જ લાગે છે. સમજીને શરમિંદા બન્યા. પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા. સંતનાં ૨૦૬

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115