Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 110
________________ (વિનયધર્મ *લોભી કૃપણ દયામણોજી, માખી મચ્છર ઠાણ ભવાભિનંદી ભય ભયોજી, સફળ આરંભ અયાણ મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. ’ આ ભવાભિનંદી જીવોની દયનીય મનોદશાને શ્રીમદ્ રાજચંદ્રે પણ ‘અમૂલ્ય તત્ત્વવિચાર'માં અર્થપૂર્ણ રીતે આલેખી છે. ‘બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો તોએ અરે ભવચક્રનો આંટો નહીં એક ટળ્યો સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે, લેશ એ લક્ષે લમ્ફો.... ક્ષણક્ષણ ભયંકર ભાવરમણે, કાં અહો રાચી રહો’ ભવાભિનંદી જીવો દુર્લભ માનવદેહ પ્રાપ્ત થયા પછી પણ ભયંકર ભાવમરણ (આર્તધ્યાન-રૌદ્રધ્યાન)માં ડૂબીને અમૂલ્ય મનુષ્યભવ હારી જાય છે અને ભવભ્રમણ વધારે છે. મૂળભૂત વાત તો વિનયવ્યવહાર એ આપણી ઓળખ છે. અને વિનયભાવથી ઓપતું વ્યક્તિત્વ અહીં કેન્દ્રમાં છે. પાયામાં રહેલા આ તથ્યની મીમાંસા જૈન સાહિત્યમાં સવિશેષપણે પ્રયોજાયેલી દૃષ્ટિગોચર થાય છે. મૂળભૂત બાબત વિનય-વિવેકપૂત વ્યક્તિત્વની છે. ગુરુઆજ્ઞાનુવર્તી થવું એ વિનયશીલ વ્યક્તિત્વનો ગુણ ગણાયેલ છે. આચારાંગ સૂત્રમાં પણ ‘આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, એ જ તપ' એમ કહેવાયું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ભાવને ભારે સરળ અને રસવતી શૈલીમાં ‘વચનામૃત' પત્ર ક્રમાંક ૧૯૪માં અલેખેલ છે. ‘ગુરુને અધીન થઈ વર્તતા એવા અનંતપુરુષો માર્ગ પામીને મોક્ષને પ્રાપ્ત થયા’. આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ તેઓ ભારે ઉલ્લાસથી ગાય છે કે... “પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ સમક્તિ તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. ગંગાસતી પણ ગાય છે કે.... ‘ભક્તિ કરવી તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રે સદ્ગુરુ ચરણમાં શીશ નમાવી સમજવી ગુરુની સાન રે... ૨૧૧ SISનું વિતધર્મ | 11 | વિનયભાવમાંથી શરણભાવ જન્મે, એમાંથી જ પ્રીતિ અનુષ્ઠાન અને પછી અસંગ અનુષ્ઠાન સુધી યાત્રા શક્ય બને. વિનયભાવ વ્યક્તિત્વનો ઉત્તમ ગુણ ગણાવેલ છે. વિનયભાવ એ શિષ્યનું આજ્ઞાંકિત હોવાની પ્રતીતિનું પરિચાયક છે. વિશ્વના બધા ધર્મોમાં એને આ કારણથી જ પ્રવેશ મળ્યો હોય એ સ્વાભાવિક છે. શ્રદ્ધાભાવ પણ વિનયી વ્યક્તિમાં જ પ્રગટે. બાર ભાવના જૈન ધર્મની એક મહત્ત્વની ક્રિયા છે. એમાંની અશરણભાવના, એકત્વભાવના, સંજ્ઞીભાવના, મૈત્રીભાવના અને કરુણાભાવનામાં તો કેન્દ્રસ્થાને વિનયભાવ જ છે. વિશ્વધર્મ વિચારણામાં ઓશો રજનીશ, સંતબાલજી અને આર્યસમાજી દયાનંદ તથા સ્વામિનારાયણીય સહજાનંદજીએ પણ વિનય-વિવેકભાવને મહત્તા અર્ધેલી છે. વિશ્વના વિવિધ ધર્મોમાં કેન્દ્રસ્થાને એને સ્થાન મળ્યું છે, એટલે એમ લાગે છે કે વિનયભાવ-વિનયધર્મ વિશ્વના ધર્મોની દાર્શનિક પરંપરામાં કેન્દ્રબિંદુરૂપ છે. ધર્મોસંપ્રદાયોની સંકડાશ કે સીમારેખા એને સ્પર્શી નથી. એનું આચરણ, આલેખન અને અનુષ્ઠાન વૈશ્વિક દાર્શનિક પરંપરાનો ચિંતનપુંજ છે. જૈન ધર્મમાં એને વધુ પ્રબળ અને પ્રમુખપણે મહત્ત્વનું પદ પ્રાપ્ત થયું જણાય છે. આમ હકીકતે વિશ્વનું નાગરિકત્વ પ્રાપ્ત કરનારું વિનયભાવ, વિનયધર્મ ઘટક જૈન દાર્શનિક તત્ત્વ, તંત્રે અને તથ્યનું કેન્દ્રબિંદુ છે. વૈશ્વિક દાર્શનિક-ધર્મમૂલક-વિચારણાના સંદર્ભે અવલોકતા એનો હાર્દરૂપ ભાવ પામી શકાય છે. આ ભાવને ગ્રહણ કરવાથી ખરા પૂરા માનવ તરીકેની ઓળખ પ્રાપ્ત થાય છે. પિતાજીને : અમને આપ્યા અજવાળા, ને અંધારા ખુદ ઓઢવા અમે તમારી નિશ્રામાં નિરાંતને જીવ પોઢયા, પગભર થવાના રસ્તા સહજ રીતે શીખવાડવા, વચન નથી આપ્યા ને તોયે મૂંગે મોઢે પાળ્યા. દક્ષતા અને વિવેકપૂર્ણ વહેવારના પાઠ શીખવનાર પૂજ્ય પિતાજીને વિનયવંદના ! ૨૧૨

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115