Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 109
________________ ૭૭ 4 વિનયધર્મ Pe Cen પૂછવા આવેલા ઈસ્લામ ધર્મના મોટા સંતે એમના માથા ઉપર-કપાળ ઉપર કપડાનો ટુકડો ચસોચસ બાંધેલો. રાબિયાએ પૂછ્યું કે, આ કપાળ-માથા ઉપર ચસોચસ શું બાંધ્યું છે ? કેમ બાંધ્યું છે ?' ઈસ્લામ મહાત્માએ જવાબમાં કહ્યું કે, ખૂબ સખત રીતે માથું દુઃખે છે, દર્દ થાય છે, એટલે કપડું બાંધ્યું છે.' સૂફી મહિલાસંત રાબિયાએ કહ્યું કે, “ખુદાએ આટલા દિવસો સુધી પીડારહિત રાખેલા એની જાહેરાત કરેલી કે ખુદાએ મને પીડારહિત રાખ્યો છે ! જો એ જાહેરાત ન કરી હોય તો આ જાહેરાત આમ પ્રગટ રીતે કરવાની ન હોય. ખુદાને તમે અન્યાય કરો છો.’ મહાવીર- બુદ્ધ પણ કરુણાના સાગર મનાયા છે. એમણે અપાર કરુણા એમને પરેશાન કરનારા પરત્વે પણ દાખવી. કાનમાં ખીલા ઠોકનાર સામે પણ અવિનય, અભદ્રતા કે દ્વેષભાવ પ્રગટાવવાને બદલે પ્રેમભાવ, વિનયભાવ જ પ્રગટાવ્યો. જરથુષ્ટ્ર અને કફ્યુશિયસ પણ આવા શાલીન વ્યવહાર માટે જાણીતા છે. એમના વિશે એવી માન્યતા પ્રચલિત છે કે એમના પરત્વે અવગણના, પૂર્વગ્રહ, જૂઠો મત-પ્રચાર પ્રસરાવનારને પણ એમણે માફી-ક્ષમા બક્ષેલી. ભિક્ષા આપવાને બદલે ગાળ આપનાર, કટુવચન કહેનાર સામે એમણે અમીદષ્ટિ વહાવી અને સમાજને પણ શાંતિથી ઉશ્કેરાયા વગર પ્રબોધેલો. એમની પદયાત્રા દરમિયાન અવરોધરૂપ બનનારા સમક્ષ એમણે દ્વેષભાવ દાખવવાને બદલે દયાભાવ, વિનયભાવ પ્રગટાવેલો. એમની સમક્ષ બોધવચનો કહ્યાં, એને સંબોધીને કહ્યું, તું મૂર્ખ કે અજ્ઞાની નથી. તું મનુષ્ય છે અને મનુષ્ય સાથે આવા દુર્ભાવ જોડાયેલા હોય ? તું એ પણ જાણે છે કે સદ્ભાવ ક્યાં પ્રગટાવવો. તો ભલે મારા સમક્ષ દુર્ભાવ પ્રગટાવ્યો, પણ હવે અન્ય સમક્ષ, ક્યાંક સદ્ભાવ પ્રગટાવ. કહેવાય છે કે પાછળથી એ એનો પરમશિષ્ય ગણાવાયેલો. અપાર વિનય, નમ્રતા અને શાલીનતા માટે વિશ્વના આવા અનેક સંતો સુખ્યાત છે. વિનયભાવ પ્રસ્તુત થાય છે વ્યક્તિ દ્વારા. આ બધી વ્યક્તિ કોઈ ને કોઈ ધર્મની સાથે સંકળાયેલી હોવાથી જે તે ધર્મના સંદેશક-ઉપદેશક તરીકેની પરિચાયક બની રહી. સદગુરુ શિષ્યને ઉપદેશ આપે છે, શાસ્ત્ર ભણાવે છે, પણ એમાંની એક શાસ્ત્રજ્ઞા વિનયભાવ છે, નમ્રભાવ છે. નમ્રતા આપણા એક મુનિ-ભગવંતનું નામ છે - એમના મુખકમળ દ્વારા પ્રગટે છે સદાય સ્મિત, વિનયભાવ ને પ્રેમભાવ. તમે કોઈ પણ ધર્મના કોઈ પણ સંતનું મુખારવિંદ અવલોકશો તો તેમાં પ્રેમ વહેતા તમને લાગશે. - ૨૦૯ - © C C4 વિનયધર્મ cres વિનયભાવનું પ્રાગટય સ્નેહ-વહાલ-સ્મિત છે. પ્રબોધતી વખતે કટુભાવ નહીં, પણ સ્નેહ-વિનયભાવ રહે એ બહુ આવશ્યક છે. સમયસુંદરે એમના એક પદના અંતિમ ચરણમાં ગાયું છે કે.. ધર્મવૃક્ષ સુરત સમો, જેહની શીતળ છાંય સમયસુંદર કહે એમના, મનવાંછિત ફળ થાય.’ લોકોત્તર ધર્મના બે પ્રકાર છે: શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. દેશવૈકાલિક સૂત્રની ટીકામાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ધર્મના આવા બે પ્રકાર પાડીને કહે છે કે દ્વાદશાંગી મૂળ આગમ તે મૃતધર્મ છે. સ્વાધ્યાય, વાચના વગેરે તત્ત્વ ચિંતન એ ધર્મનું કારણ હોવાથી એ પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર તે ચારિત્ર્ય ધર્મ છે. કર્માય માટે જે આચરણ કરવું તે ચારિત્રધર્મ, એ શ્રમણધર્મ પણ છે. શ્રમણ ન હોય તેને પણ સમજવા યોગ્ય તથા આચરવા યોગ્ય-મનન કરવા યોગ્ય છે. સંવરભાવનામાં પણ એ ચર્ચાયેલ છે. લોકોત્તર ધર્મમાં દેશ ધર્મભાવનું અગત્યનું સ્થાન છે અને આ દશ ભાષા ખ્રિસ્તી ધર્મની દશ આજ્ઞામાં અનુપ્રાણિત થયેલા અનુભવાયા છે. સત્ય, ક્ષમા, માદેવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મ, વિમુક્તિ, સંયમ અને તપ જેવા દશ ધર્મભાવવાળો સંયમ ભાવનામાં વર્ણવાયેલ છે. નવ તત્ત્વની ઓગણીસમી ગાથામાં દેશ આજ્ઞારૂપે મળે છે. મૂળ મુદ્દો ક્ષમાભાવમાંથી પ્રાપ્ત થાય છે. ગમે તેવા ઉશ્કેરાટમાં પણ ‘ક્ષમા રાખવી, નમ્રતા રાખવી. માન કોઈના રહ્યાં નથી. માયાપણાની, સ્વામીત્વભાવની બુદ્ધિને ત્યજવી. સદાય નમ્રતા-વિનયભાવ ધારણ કરવો. જૈન આગમ ગ્રંથોમાં સત્યને, તત્ત્વને જૈન સાહિત્યના રચયિતાઓ સમયસુંદર હોય કે યશોવિજય અથવા તો આનંદઘન હોય કે શ્રીમદ્ રાજચંદ્ર, એમના સાહિત્યમાંથી પણ આ તત્ત્વાર્થ પ્રગટતો અનુભવાય છે - અવલોકાય છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં પણ કામ અને અર્થના પુરુષાર્થમાં વિનયભાવ ત્યજીને ભ્રાન્તિથી તલ્લીન હોય છે એવા અજ્ઞાની જીવો માટે “ભવાભિનંદી જીવ’ કહીને ઓળખાવ્યા છે. મને યશોવિજય ઉપાધ્યાયે એના પદના અર્થો કરતી વેળાએ આ ભવાભિનંદી સંજ્ઞા આદરણીય ૨. ચી. શાહ સાહેબ પાસેથી સમજવા મળેલી. યશોવિજયજીએ આઠ દૃષ્ટિથી સજઝાયની યોગદૃષ્ટિની ચોથી દીપ્તા દૃષ્ટિમાં નવમી ગાથામાં આવા જીવોની કેવી મનોદશા થાય એનું હૃદયસ્પર્શી પણ અર્થપૂર્ણ આલેખન ભારે લાઘવથી કર્યું છે. ૨૧૦.

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115