________________
વિનયધર્મ
આ દોષમાંથી મુક્ત થાય છે. પાચિત્તિય દોષો બાણું છે. તેમાં શક્તિનું પ્રદર્શન, જમીન ખોદવી, વૃક્ષ કાપવું, સંઘની વસ્તુઓ પ્રત્યે અસાવધાની રાખવી વગેરે અપરોધોનો સમાવેશ થાય છે. ભિક્ષુ પ્રાયશ્ચિત્ત કરવાથી તેમાંથી મુક્ત થાય છે. પાટિદેસનીયના ચાર અપરાધોનો સ્વીકાર માત્ર કરવાથી દોષમુક્ત બને છે. ‘સેખિય’ એટલે શૈક્ષ્ય - શિક્ષણીય નિયમોમાં વસ્ત્ર, ભોજન તથા બાહ્ય શિષ્ટાચાર વિશેના પંચોતેર નિયમો છે. અધિકરણ સમયમાં ઉત્પન્ન થયેલા વિવાદને શાંત કરવા માટેના સાત ઉપાયો બતાવ્યા છે. આ નિયમો સંઘજીવનની વ્યવસ્થા અને એકતા જાળવવા મહત્ત્વના છે. આ ઉપરાંત તેમાં ઉપસંપદા, પરિવાસ, શ્રામણેરની પ્રવજ્યા, શિષ્યના ધર્મો, ઉપાધ્યાયનાં કર્તવ્યો, આચાર્ય અને અંતેવાસીનાં કર્તવ્યો, ઉપોસથ, વર્ષાવાસ અને પ્રવારણા, દૈનિક વ્યવહારની વસ્તુઓ-વગેરે વિશે વિસ્તારથી અને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતોને ધ્યાનમાં લઈને નિયમો રજૂ કરવામાં આવ્યા છે, જેને સંઘની શિસ્ત (Discipline) કહી શકાય. તેને યોગ્ય રીતે જ સમજાવવામાં આવ્યું છે કે -
વિનયનતો ચેવ ાવવાઘાનાં
अयं विनयो विनयो ति अवखातो । વિનયપિટક કાયા અને વાણીના નિયંત્રણનું જ સ્વરૂપ છે.
ગૃહસ્થજીવનમાં રહીને ઉપાસક તરીકે ધર્મનું પાલન કરનાર માટે માતાપિતા-પુત્ર-પુત્રી-પત્ની, દાસ વગેરે વિશે પણ ચોક્કસ આચારસંહિતા આપવામાં આવી છે.
erre
બૌદ્ધ સાધનામાર્ગની આચારસંહિતા :
કાયા, વાણી અને મનનો સંયમ કરવાનું સાધન વિનય છે, પણ ત્યાર પછી મનની સંપૂર્ણ વિશુદ્ધિ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ તથા નિર્વાણના માર્ગે આગળ વધવા માટે ગૌતમ બુદ્ધે દેહ અને આત્માનું દમન કરનારી અતિકઠોર તપશ્ચર્યા કે અતિભોગવિલાસ - આ બંને અંતોનો ત્યાગ કરીને સદાચારનો મધ્યમ માર્ગ ઉપદેશ્યો છે. વિનયપિટકની સાથે સુત્તપિટકના મજિક્મનિકાય, દીર્ઘનિકાય, સુત્તનિપાત, ધમ્મપદ વગેરેમાં ધર્મના સારરહસ્યરૂપ ચાર આર્યસત્યની એટલે કે દુઃખ, દુઃખસમુદય, દુઃખનિરોધ અને દુઃખનિરોધગામિની પ્રતિપદનું નિરૂપણ થયેલું છે. તેના સંદર્ભમાં મધ્યમ માર્ગ એટલે કે આર્યઅષ્ટાંગિક માર્ગ બૌદ્ધ ધર્મની આચાર-મીમાંસાનું મહત્ત્વનું નિદર્શન છે. તેનાં આઠ અંગો છે. સર્વ અંગોમાં
૨૧૯
(વિનયધર્મ Cr સમ્યગ્દષ્ટિ પૂર્વગામી બને છે. તેના ત્રણ અર્થ છે. ધર્મમાં શ્રદ્ધા, કુશળ અને અકુશળ કર્મોનો તેમ જ તેનાં પરિણામોનો વિવેક અને ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર આર્ય શ્રાવક કાયિક, વાસિક અને માનસિક કુશળ ધર્મો એટલે કે અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, પ્રિય અને સત્ય વાણી, નિર્લોભ અને અવ્યાપાદને તેનાથી વિપરીત અકુશળ ધર્મો અને તેના મૂળરૂપ લોભ-દ્વેષમોહને સમજે છે ત્યારે સમ્યક્ દૃષ્ટિવાળા બને છે. સમ્યક્ સંકલ્પ એટલે ચાર આર્યસત્યોને અનુરૂપ તૃષ્ણારહિતતા, અદ્રોહ અને અહિંસાના પાલન માટેનો દૃઢનિશ્ચય. સમ્યક્વાણી એટલે અસત્ય, ચાડી-ચૂગલી વગેરેનો ત્યાગ કરીને સર્વને હિતકર પણ મધુર વંચન બોલવાં. સમ્યગ્ આજીવિકા એટલે અર્થપ્રાપ્તિ માટે શસ્ત્ર, પ્રાણી, મઘ, માંસ, વિષ આદિનો વ્યાપાર અને ખોટાં તોલમાપ, લાંચરુશવત, વચના, છેદન, વધ, બંધન, ચોરી વગેરેનો ત્યાગ કરવો. સમ્યક્ વ્યાયામ એટલે અકુશળ મનોવૃત્તિઓને ક્ષીણ કરીને ધર્મોને પ્રાપ્ત કરવા અને ટકાવવા તથા તેની વૃદ્ધિ કરવા માટેનો પ્રયત્ન. સમ્યક્ સ્મૃતિ અર્થાત્ સાધનામાર્ગમાં સાવધાની, અપ્રમાદ અને જાગૃતિ હોવી તે અને અંતમાં સમ્યક્ સમાધિ અર્થાત્ કુશળ મનોવૃત્તિઓમાં ચિત્તનું પ્રતિષ્ઠિત થવું તે.
આ સાથે દશ પારિમતા અને ચાર બ્રહ્મવિહાર-મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના પણ વિનયના-ચિત્તશુદ્ધિના સાધન તરીકે માનવસમાજને બૌદ્ધ ધર્મે કરેલું મહાપ્રદાન છે. પ્રતીત્ય સમુદાયનાં અવિદ્યા વગેરે બાર અંગ તથા આર્ય અષ્ટાંગિક માર્ગ સહિતના સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મો ચિત્તના રાગ-દ્વેષાદિ કષાયોનું નિરસન કરવા અને શાંતિપદ નિર્વાણની પ્રાપ્તિ માટેના સાધનામાર્ગના મહત્ત્વનાં સોપાનો છે. તેને શીલ-સમાધિ અને પ્રજ્ઞા એ શિક્ષાત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણ સ્કંધોને ગૌતમ બુદ્ધે
ત્રિરત્ન, ત્રણ સંપત્તિ તથા ત્રણ મહાયજ્ઞો તરીકે સમજાવ્યા છે.
બૌદ્ધ દર્શનનાં મૂળભૂત તત્ત્વો છે સર્વ પ્રકારનાં દુષ્કૃત્યોમાંથી વિરતિ – તે શીલ છે. સદ્વિચારમાં ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિ છે. સર્વ દ્વંદ્વાત્મક સ્થિતિમાં ઇષ્ટ-અનિષ્ટ વચ્ચે સમભાવ સ્થપાય છે ત્યારે સાધક પ્રજ્ઞાવાન બને છે. આ શિક્ષાત્રયમાં સર્વ બૌદ્ધ-વિનય કે સાધનાનો સમાવેશ થાય છે.
સંક્ષેપમાં ત્રિપિટકમાં વ્યકિતના નિર્વાણ અને લોકકલ્યાણના સંબંધમાં નિરૂપિત વિનય કે નિયમો સાર્વત્રિક-સર્વ દેશકાળ માટે અનુસરણીય છે. ધમ્મપદ
૨૨૦૦૯