Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 113
________________ ©©ન્ડ વિનયધર્મ ©© બ્રિપિટકમાં વિનય ચિંતન - ડૉ. નિરંજના વોરા ગૌતમ બુદ્ધની દાર્શનિક વિચારધારા અને ધર્મશાસનનું સંકલન પાલિ ભાષાના ત્રિપિટક ત્રણ ગ્રંથોમાં થયું છે. ‘વિનયપિટક’માં ભિક્ષુઓ માટેના આચારવિચારના નિયમોનું, ‘સુત્તપિટક’માં શિષ્યો સાથેના સંવાદરૂપે આપેલા ધર્મોપદેશનું અને “અભિધમ્મપિટક"માં દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ થયું છે. આ ગ્રંથોમાંથી વિનયપિટકમાં બૌદ્ધ ભિક્ષુ સંઘની મહત્ત્વપૂર્ણ આચારસંહિતા છે. તેમાંથી સંઘીય અનુશાસનના વાસ્તવિક સ્વરૂપનો પરિચય મળે છે. વિનયપિટકમાં સંઘના અનુશાસન વિશેના નિયમો : | ‘વિનય’નો અર્થ છે સંઘનું અનુશાસન અથવા નિયમ. ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પછી સંઘ માટે કોઈ ગુરુપરંપરાની સ્થાપના કરી ન હતી. તેમણે વિનયને - અર્થાત્ વિનયપિટકમાં વર્ણિત સદાચારવિષયક નિયમો જ પોતાના વાસ્તવિક ઉત્તરાધિકારી હોવાનું જણાવ્યું હતું. જ્યાં સુધી વિનયપિટક મૌલિક સ્વરૂપમાં હશે અને ભિક્ષુઓ તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે ત્યાં સુધી બૌદ્ધ શાસન જીવંત રહેશે. પ્રથમ સંગીતમાં સભા અધ્યક્ષ મહાકાશ્યપે ભિક્ષુકોને પૂછ્યું : “આયુષ્યમાનો, આપણે પહેલાં કોનું સાંગાયન કરવું છે ? ધમ્મનું કે વિનયનું ?' ત્યારે ભિક્ષુઓએ જવાબ આપતાં જણાવ્યું કે, “ભન્ત ! વિનય જ બુદ્ધ શાસનનું જીવન છે. વિનયમાં રહેવાથી જ બુદ્ધનું શાસન રહેશે. માટે પ્રથમ વિનયનું સાંગાયન કરવું.” આ પ્રમાણે આરંભથી જ બૌદ્ધ સંઘમાં વિનયપિટકનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે, કારણકે તેમની દૃષ્ટિએ ધર્મથીય પણ વધારે મહત્ત્વનું સ્થાન સદાચારનું છે. આમ પણ કહેવાયું છે કે, ‘‘સર્વે કરાવ: I'' **માર ૪જો ધર્ષ:'' સ્વવિવેકથી કાયા, વાણી અને મનનો સંયમ કરવાનું સાધન વિનય છે, તેનું નિયમન અવરુદ્ધ ન થાય તેનું ધ્યાન રાખવું ભિક્ષુઓ માટે અનિવાર્ય હતું. ગૌતમ બુદ્ધ દેશ અને કાળની પરિસ્થિતિનું અનુસરણ કરીને તેમના શિષ્યો અને ઉપાસકો માટે આચારસંબંધી જે નિયમોનું વિધાન કર્યું તે ‘વિનય’ છે – તેનું મુખ્ય નિર્શન ‘વિનયપિટક’ના ગ્રંથમાં છે, તે સાથે ત્રિપિટકના અન્ય ગ્રંથોમાં પણ થયું છે, કારણકે બૌદ્ધ વિનયની ઉત્પત્તિ અને વિકાસ ઘટનાઓના માધ્યમથી થયાં છે. બૌદ્ધ ધર્મના આરંભકાળમાં શિક્ષાપદ હતાં... - ૨૧૭ - 6 4 વિનયધર્મ ‘ાતિપાત વેરળ ... આદિ, પરંતુ તે ધર્મમાં જ અનંતનિહિત હતાં. બોધિપક્ષીય ધર્મોની ભાવના અને આર્ય અષ્ટાંગિક માર્ગને અનુકૂળ આચારવિચાર સ્વતઃ ચિત્ત અને કાયાની શુદ્ધિ માટે પરિપૂર્ણ હતાં. સર્વ અકુશળ ધર્મોનો ત્યાગ અને કુશળ ધર્મના પાલન માટેના ઉપદેશમાં વિનયનો પરોક્ષ રીતે સમાવેશ થયેલો જ હતો. ત્યાર બાદ ભિક્ષુ સંઘનો વિસ્તાર થતાં, ભિક્ષુઓ ધર્મવિરુદ્ધ આચરણ ન કરે, તે માટે રચાયેલા વિનયપિટકના નિયમો શાસ્તાના શાસનનું બાહ્યરૂપ છે. વિનયપિટક બૌદ્ધ ભિક્ષુ સંઘનું સંવિધાન છે એમ કહી શકાય. તેનો મુખ્ય વિષય બૌદ્ધ ભિક્ષુ સંઘની વ્યવસ્થા, ભિક્ષુ અને ભિક્ષુણીઓનાં નિત્ય, નૈમિત્તિક કૃત્ય, ઉપસંપદાના નિયમો, દેશના, વર્ષાવાસ વગેરે વિશેના ગૌતમ બુદ્ધ દ્વારા પ્રજ્ઞાપિત થયેલા નિયમો છે. વિનયપિટકનો એક મહત્ત્વનો ભાગ ‘સુત્તવિભંગ'નું સંક્ષિપ્ત રૂપ તે ‘પાતિમોખ’ છે. તેમાં સામાન્યતયા નિદાન, પારાજિક, સંવાદિશેષ, અનિયત, નિસચ્ચિય પાચિત્તિય, પાટિદેસનીય, સેખિય અને અધિકરણ સમયના ૨૨૭ નિયમોનું નિરૂપણ છે. પ્રત્યેક માસની પૂર્ણિમા તથા કૃષ્ણચતુર્દશીએ એક જ સ્થાનમાં રહેતા ભિક્ષુઓએ ઉપોસથાગારમાં એકત્રિત થઈને પ્રતિમોથના નિયમોની આવૃત્તિ કરવાના વ્રતનું પાલન કરવાનું અનિવાર્ય હતું. તેમાં ભિક્ષુઓને તેમણે કરેલા અપરાધને પ્રગટ કરવાનું સૂચન કરવામાં આવતું હતું. પાતિમોકખ એટલે આ રીતે સંઘ સમક્ષ પોતે કરેલા અપરાધનો સ્વીકાર કરીને પાપથી વિમોક્ષ મેળવવો તે. તેનો મુખ્ય હેતુ પોતાના મુખે જ પાપનો સ્વીકાર કરવાનો છે. ચિત્તની શુદ્ધિ અને વિમુક્તિ માટે પાપને પ્રગટ કરવાની આવશ્યકતા ગૌતમ બુદ્ધ ઉપોસથમાં થતાં પાતિમોખના પાઠ દ્વારા નિર્દેશી છે. પારાજિકામાં નિર્દેશેલા મૈથુનસેવન, હત્યા, અદિનાદાનનું ગ્રહણ વગેરે અપરાધો કરવાથી ભિક્ષુને પ્રવજિત ધર્મમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. તેને માટે કોઈ પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. સંઘાદિસેસમાં ઉલ્લેખિત દોષ કરવાથી ભિક્ષુને સંઘ કેટલાક સમય માટે પરિવાર આપે છે. અનિયત વિભાગમાં મૈથુનસંબંધી અપરાધોનો સમાવેશ થાય છે. ચોથા વિભાગમાં ત્રીસ નિસચ્ચિય પાચિત્તિય નિયમો છે. કઠિન, ચીવર, આસન, સોના-ચાંદીસંબંધી વ્યવહાર, ભૈષજ્ય વગેરે વિશેના અપરાધોનો ભિક્ષુ સ્વીકાર કરીને, પછી તેનો ત્યાગ કરીને છે ૨૧૮ -

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115