Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
હC 4 વિનયધર્મ
Pe Cen 'विनयी' मनुष्य को पाकर गुण सुंदरता को प्राप्त होते हैं, सोने से जडा हुआ रत्न अत्यंत सुशोभित होता हैं।
-चापाक्य ઝાડનું મૂળ મજબૂત હોય તો વર્ષો સુધી ટકી રહે છે. મકાનનો પાયો મજબૂત હોય તો મકાન વર્ષો સુધી ટકે છે તેમ જેના જીવનમાં વિનય હોય તો તેનું જીવન સુખી થાય છે. નમ્રતા- સરળતા-સાધુતા-સહિષ્ણુતા એ આત્માનુભવમાં પ્રધાન અંગ છે. અંતઃકરણના ધનને શોધવાની જરૂર છે.
વિનય એટલે વડીલો પ્રત્યે તથા ગુરુદેવ પ્રત્યે આદરભાવ - પૂજ્યભાવ વડીલોની વાત માનવાથી આપણને ક્યાંય મુશ્કેલી નડતી નથી, કારણકે તેઓ અનુભવી હોય છે. આપણા કરતાં તેમણે વધારે દિવાળી જોઈ હોય છે.
ભગવાન મહાવીરસ્વામીના ૧૪, શિષ્યો (સાધુઓ) હતા તેમાં સૌથી મોટા ગૌતમસ્વામી હતા. તેઓને ચાર જ્ઞાન હતાં, છતાં તેઓ ભગવાન મહાવીરનો ખૂબ જ વિનય કરતા. તેથી આપણે આજે પણ તેમને યાદ કરીએ છીએ. કહ્યું
વિનય કરો સૌ બાળકો, વિનય ધર્મનું મૂળ વિનય થકી વિદ્યા વધે, વિનય દીપાવે કૂળ /૧ // વિનય વિના નહિ ધર્મ ને વિનય વિના નહિ દાન વિનય વિના આ લોકમાં, કહેવાશો નાદાન /ર // વિનય વિના શોભે નહિ, વિનય વિના નહિ લાજ વિનય વધારી સર્વમાં, સાધો સઘળાં કાજ // ૩ //
ઉપનિષદ-કઠોપનિષદમાં યમ-નચિકેતા સંવાદ આવે છે. ત્યાં પણ આપણને વિનય-વિવેકધર્મ ઉમદા પાત્ર જોવા મળે છે. નાનું બાળક નચિકેતા મૃત્યુદેવ યમરાજા પાસે ત્રીજું વરદાન માગતાં પૂછે છેઃ “કોઈ કહે છે કે મૃત્યુ પછી આત્મા નામનું તત્ત્વ શેષ રહે છે અને કોઈ કહે છે કે દેહથી ભિન્ન આત્મા છે જ નહીં. આપ મને આનું રહસ્ય સમજાવો. યમરાજા આશ્ચર્યચકિત થઈ ગયા. આટલો નાનો બાળક આત્મવિદ્યા વિશે પ્રશ્ન કરે છે, આમ એમાં વિનય-વિવેક અને જિજ્ઞાસા ઠાંસીને ભરેલ જોવા મળે છે. આ ઉદાત પાત્ર આપણી નજર સમક્ષ ઊપસી આવે છે.
શિવમહિમ્ન સ્તોત્રમાં એક કથાનો ઉલ્લેખ છે. વિષ્ણુ ભગવાન શિવજીના ભક્ત છે. તેઓ દરરોજ કાશી વિશ્વનાથની ખૂબ ભક્તિભાવથી પૂજા કરે, સહસ્રનામ
- ૨૦૩ -
© C C4 વિનયધર્મ
cres પ્રાર્થના કરે અને ભગવાનનાં શ્રીચરણમાં એક હજાર કમળ ચઢાવે. એક વાર શંકર ભગવાને એમની ભક્તિની કસોટી કરવાનો નિર્ણય કર્યો. એક દિવસ નિત્ય નિયમ પ્રમાણે સહસ્ત્રનામ - અર્ચના ચાલી રહી હતી. એક હજારમાંથી ૯૯૯ નામના ઉચ્ચારણ સાથે શ્રી વિષ્ણુએ કમળ ચઢાવ્યાં અને ત્યાં કમળ ખૂટી ગયા. છેલ્લા નામ સાથે ચઢાવવા માટે કમળ રહ્યું નહીં. આપણે પૂજા કરતા હોઈએ અને કમળ ખૂટે તો ચોખા ચઢાવી દઈએ, અગર તો ઊઠીને બહારથી લઈ આવીએ, પરંતુ પૂજા પૂરી કર્યા વિના આસનેથી ઉઠાય નહીં. સંકલ્પ કર્યા પછી કામ પૂરું થાય નહીં
ત્યાં સુધી આસન છોડાય નહીં. હવે પૂજા પણ કેમ કરવી? એક કમળ ક્યાંથી લાવવું? વિષ્ણુ ભગવાનને યાદ આવ્યું કે લોકો પોતાને પુંડરીકાળ-કમળનયન કહે છે. અર્થાત્ પોતાનાં નેત્રોને કમળ સાથે સરખાવે છે, એટલે તેમણે પોતાની એક આંખ ઉખાડીને ભગવાનનાં શ્રીચરણમાં ધરી દીધી! તો આ છે ભક્તિભાવ, પણ આ વટવૃક્ષનો પાયો છે વિનયધર્મ, કારણકે પ્રભુ પ્રત્યે એટલો વિનય હતો કે શક્ય બને છે.
ગૌતમ બુદ્ધ ‘ત્રિપિટક'માંથી એક ‘વિનયપિટક’ પણ ઉલ્લેખિત છે. બ્રાહ્મણ - ગુરુ-શિષ્ય પરંપરા લઈએ કે ખ્રિસ્તી ધર્મમાં જિસસને જ્યારે ક્રોસ પર ચડાવવામાં આવ્યા ત્યારે પણ ક્ષમાભાવે સામેવાળાનું કલ્યાણ થાય એવી ભાવના જેમના મૂળમાં વિનય હોય એમાં જ ખીલી શકે. આમ દરેક પાસાંનો ‘વિનય’ એ અગત્યનો છે. કહેવાયું છે ને કે ‘વિદ્યા વિનયથી શોભે છે” એ વાક્યથી આપણે સૌ પરિચિત જ છીએ.
જે ત્રણેય જગતના નાથ છે અને ઈન્દ્રો પણ જેમની સેવા કરે છે, એવા આપણા ભગવાન પણ જ્યાં સુધી સંસારમાં રહે છે, ત્યાં સુધી પોતાનાં માતાપિતાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિનય કરે છે. પોતે મિત્રો સાથે બેઠા હોય ત્યાં પોતાના માતાપિતા આવે તો તરત જ ઊભા થઈ જાય અને તેમની સામે હાથ જોડીને ઊભા રહે. તેઓ પોતાનાં માતા-પિતાને પોતાનાથી સહેજ પણ દુઃખ થાય એવું કોઈ પણ વર્તન ક્યારેય કરે નહીં. પોતે દુઃખી થઈને પણ માતા-પિતાને સુખી કરે. આપણે એ જ ભગવાનના ભક્ત છીએ. માટે આપણે પણ એવા વિનયી બનવું જોઈએ જેથી આવનારી પેઢીમાં પણ આ અંકુરો ફૂટે. * વિનય .....?
ચાર ગતિરૂપ સંસારનો નાશ કરવા માટે આઠ કર્મનો ક્ષય કરનારા આચારને વિનય કહેવાય છે.
- ૨૦૪ -

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115