________________
6
4 વિનયધર્મ
Peon આ ક્રિયા ગેરમુસ્લિમને “સલામ” બોલવા પ્રેરશે એ મારો જાતઅનુભવ છે. મારી સાથે મારા અને હિંદુમિત્રો સલામ કહી વાતનો આરંભ કરે છે, જ્યારે હું તેમને તેમની ભાષામાં અભિવાદન કરું છું.
એ જ રીતે ઇસ્લામના અનુયાયીઓ દરેક નાનાં-મોટાં કાર્યના આરંભે ‘બિસ્મિલ્લાહ અર રહેમાન નિર રહીમ” કહે છે, અર્થાત્ શરૂ કરું છું અલ્લાહના નામે જે પરમકૃપાળુ અને દયાળુ છે. આ દુવા ભોજનના આરંભે કે કોઈ પણ કાર્યના શરૂ કરતાં પહેલાં દરેક મુસ્લિમ પઢે છે જેમાં ક્યાંય ધર્મ નથી. માત્ર ને માત્ર અલ્લાહ-ખુદા કે ઈશ્વર પ્રત્યે લગાવ અને શ્રદ્ધા છે. કુરાને શરીફની ભાષા ફારસી કે ઉર્દૂ છે. આ ભાષાની એક મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં ક્યાંય
તું” શબ્દ નથી. નાના-મોટા સૌ માટે ‘આપ’ શબ્દનો પ્રયોગ થયો છે. એ જ રીતે ઈબાદત અર્થાત્ ભક્તિ માટે પણ સમાનતાનો વિવેક કેન્દ્રમાં છે.
‘એક હી સફ મેં ખડે હો ગયે મહેમૂદ-ઓ-અયાઝ
ન કોઈ બંદા રહા ઔર ના કોઈ બંદા નવાઝ ''
અર્થાત્ નમાઝની સફ (લાઈન)માં સૌ સમાન છે. નોકર-માલિક, અમીરગરીબ, નાનો-મોટો સૌ એક જ કતારમાં ઊભા રહી નમાઝ પઢે છે. મસ્જિદમાં જે વહેલો આવે તે આગળ ઊભો રહે છે. મોડો આવે તે પાછળ ઊભો રહે છે. આ ઇસ્લામનો માનવીય વિવેક છે. માનવજીવનમાં છીંક અનિવાર્ય છે. ઇસ્લામમાં છીંક આવે ત્યારે પણ ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો વિવેક દાખવવામાં આવે છે. જ્યારે છીંક આવે ત્યારે ‘અલહમ્દો લિલાહ” કહેવું જોઈએ. એ સમયે કોઈ અન્ય મુસ્લિમ પાસે હોય તો તેને ‘‘અહમા કલાહ” કહેવું જોઈએ. આ વિવેકનો અર્થ પણ એ જ છે, “અલ્લાહની તમારા પર રહેમત વરશો.’ વળી છીંક મોટેથી ખાવી એ પણ ઇસ્લામમાં મોટો અવિવેક છે. - હઝરત મહંમદસાહેબે ફરમાવ્યું છે, “જ્યારે ઓડકાર કે છીંક આવે ત્યારે મોટા અવાજ સાથે ન ખાઓ, કારણકે શૈતાન તો ઇચ્છે છે કે તમે તેમ કરો.”
એ જ રીતે કોઈના મૃત્યુના સમાચાર જાણી કોઈ પણ મુસ્લિમના મુખમાંથી શબ્દો સરી પડે છે ‘‘ઈન્ન લિલ્લાહીર વ ઇન્ના ઈલાહી રાજી ઉન” અર્થાત્ આપણે સૌ અલ્લાહ તરફથી આવ્યા છીએ અને તેની પાસે જ પાછા જવાનું છે.” આમાં પણ ક્યાંય ધર્મ નથી.
- ૧૬૯ -
છCC4 વિનયધર્મ
“મૌત સે કિસ કી રિતેદારી છે,
આઝ ઉન્કી તો કલ મેરી બારી હૈ”. તેમાં પણ જીવનની વાસ્તવિકતા અને ઈશ્વર કે અલ્લાહની સર્વોપરિતા જ અભિવ્યક્ત થાય છે.
મહંમદસાહેબે જીવનભર સાદગીને અપનાવી હતી. સમગ્ર અરબસ્તાનમાં તેમનું શાસન હતું. છતાં તેઓ ક્યારેય કોઈ સિંહાસન પર નથી બેઠા કે નથી કોઈ મહેલમાં રહ્યા. નાળિયેરના પત્તાના બનેલા ઝૂંપડામાં તેમણે સમગ્ર જીવન વિતાવ્યું હતું. નાનામાં નાના કાર્યને તેઓ મહત્ત્વ આપતા અને ખુશીખુશી તે કરતા. એકવાર મહંમદસાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે જંગલમાં જઈ રહ્યા હતા. ભોજનનો સમય થયો એટલે સૌ ભોજન બનાવવાના કાર્યમાં લાગી ગયા. ભોજન બનાવવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. મહંમદસાહેબ ભોજન માટે અગ્નિ પેટાવવા લાકડાં વીણવા નીકળી પડડ્યા. ત્યારે એક સહાબીએ આપને વિનંતી કરતાં કહ્યું, “આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઈશું.”
મહંમદસાહેબ બોલ્યા, “પણ હું મારી જાતને તમારા કરતાં ઊંચી નથી માનતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ માને છે તેને ખુદા નથી ચાહતા.'
ખાનપાનમાં પણ ઇસ્લામે સંયમને પ્રાધાન્ય આપ્યું છે. તેમાં પણ અનેક દૃષ્ટાંતો ઈસ્લામિક ગ્રંથોમાં જોવા મળે છે. મહંમદસાહેબ મસ્જિદમાં નમાઝ અદા કરતા સમયે લસણ અને ડુંગળીથી બનાવેલું ભોજન લેવાનું ટાળતા અને તેઓ હંમેશાં કહેતા, “માનસિક કાર્યોમાં બાળબચ્ચાંઓ, ખાનપાન, સૂવા અને જાગવામાં, ગમ અને ખુશીમાં, આનંદ-પ્રમાદમાં, ઈબાદતમાં, ચાલચલનમાં, એમ દરેક જીવનવ્યવહારમાં મધ્યમ અને નૈતિક માર્ગ અપનાવો. એ જ જીવનનો સાચો માર્ગ છે.” આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવી રહ્યા છે. ઇસ્લામના પાયાના સિદ્ધાંતોમાં સ્વચ્છતા પણ રહેલી છે. હઝરત પયગંબરસાહેબે ફરમાવ્યું છે, ‘‘પવિત્રતા અને સ્વચ્છતા અડધું ઈમાન છે', અર્થાતુ ઇસ્લામના અનુયાયીઓનું અડધું ઈમાન તો શારીરિક અને રૂહાની (આત્માની) શુદ્ધિમાં રહેલું છે. નમાઝ પૂર્વે અને મસ્જિદમાં જતાં પહેલાં વજૂ કરવાની પ્રથા ઇસ્લામમાં છે. વજૂ એટલે નમાઝ પહેલાં શરીરને શુદ્ધ કરવાની ક્રિયા. હાથ, પગ, મોટું, વાળ,
કે ૧૭૦ -