Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 102
________________ ©©ર્વે વિનયધર્મ PC©© યુવકે રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ‘ઘણી વ્યક્તિઓ તમારી વિરાટ પ્રતિભાથી અકળાઈને તમારો અત્યંત દ્વેષ કરે છે. એમને ખબર પડે કે આમાં મેં આપની ટીકા કરી છે, તો તેઓ મને આ પુસ્તકનો પ્રકાશનખર્ય આપે ! દીદરોએ હસતાં હસતાં એને પોતાના એક પ્રખર વિરોધીનું નામ આપ્યું અને કહ્યું, ‘તું એને મળી આવ. એ મારાથી બેહદ નારાજ છે. આ પુસ્તક તું એને અર્પણ કરીશ તો એ ખુશ થઈને ઊલટભેર સારી એવી રકમ આપશે,’ નવોદિત વિચારમાં પડ્યો. એણે કહ્યું, ‘મને આવી અર્પણપત્રિકા લખતાં ક્યાં આવડે છે?’ દાદરોએ જવાબ આપ્યો, ‘એની સહેજે ચિંતા કરીશ નહીં. હું જ તને લખી આપું છું અને આમ કહીને દેનિસ દીદેરોએ પોતાના પ્રખર વિરોધીના ગુણોને દર્શાવતી સરસ મજાની અર્પણપત્રિકા લખી આપી. વિનમ્ર વ્યક્તિ જ બીજા પ્રત્યે ઉદારતા રાખી શકે છે. જ્યારે વ્યક્તિ જીવનમાં નમ્રતા ધારણ કરે છે, ત્યારે પ્રગતિ સાધે છે. વ્યક્તિ તેના દ્વારા મહત્તાના શિખરની નજીક પહોચે છે. માનવી સિદ્ધિના શિખર પર પહોચે, પણ જો તેનામાં એનું અભિમાન આવી જાય તો લાખ કોશિશ કરે, પણ નમ્રતા નથી જ ધારણ કરી શકતો. વિનયથી ઘણુંબધું પ્રાપ્ત થઈ શકે. તેને માટે કોઈ કિંમત નથી ચૂકવવી પડતી. વ્યક્તિ ક્યારેક સમાજ પાસેથી ઘણું શીખે છે. બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાંથી પણ વિનય શીખી શકે છે, પ્રેમપૂર્ણ વ્યવહાર પણ રાખવો જોઈએ. સંસારજીવનની વ્યક્તિ હોય કે વૈરાગ્યજીવનની, પણ તે દરેકે પોતાનામાં રહેલો અહંકાર તો નષ્ટ કરવો જ જોઈએ. તે પોતે ‘’ ‘હું કર્યા કરતો હોય તો તેનામાં વિનય હોઈ જ ન શકે. વ્યક્તિએ સ્વરતિથી પીડાવું જોઈએ નહીં. તે પોતે સામાન્ય માણસની જેમ જ વર્તે, તો જ તેનામાં વિનય આવે છે. ‘પ્રસિદ્ધ અંગ્રેજ નાટ્યકાર ર્યોર્જ બર્નાર્ડ શૉ એમના ચાતુર્ય માટે સર્વત્ર પ્રસિદ્ધ હતા. એમનું હૃદય ઉમદા માનવીય ભાવોથી ભરેલું હતું. એ જમાનામાં બ્રિટનવાસીઓને ફૂલદાનીનો આંધળો શોખ જાગ્યો હતો. ઘરની સજાવટમાં ફૂલદાનીનું ઘણું મહત્ત્વ હતું. કોઈ પણ ઘરમાં પ્રવેશો એટલે ઠેરઠેર જુદાંજુદાં ફૂલોની ગૂંથણી કરીને તૈયાર કરેલી ફૂલદાનીઓ જોવા મળતી. જ્યોર્જ બર્નાર્ડ શૉનો એક મિત્ર એમને મળવા આવ્યો. શૉના ઘરમાં પ્રવેશતાં ૦ ૧૯૫ - © © 4વિનયધર્મ PTC Cren એણે જોયું તો કોઈ પુષ્પ-સજાવટ નહોતી. ફૂલદાનીની વાત તો દૂર રહી, પરંતુ ક્યાંય કોઈ ફૂલ પણ નજરે ચડતું ન હતું. આગંતુકે આશ્ચર્યથી પૂછયું, ‘હું તો એમ માનતો હતો કે આપ ફૂલને ખૂબ ચાહો છો, તેથી આપનું ઘર રંગબેરંગી ફૂલદાનીઓથી સુશોભિત હશે, પરંતુ મારે માટે આશ્ચર્યની વાત એ છે કે આપના ઘરમાં ફૂલદાની તો શું, પણ એક નાનું સરખું ગુલાબ પણ જોવા મળતું નથી.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપની વાત સાચી છે. હું ફૂલોને પુષ્કળ ચાહેં છું, પણ મારો પ્રેમ અનોખો છે.” આગંતુકને જિજ્ઞાસા થઈ કે આ અનોખો અટેલે શું? બધાં ફૂલોને ચાહતા હોય છે, એમાં વળી કયા પ્રકારનું જુદાપણું? જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, મારે મન આ ફૂલો એટલે નાનાં કુમળાં બાળકો. હું જેટલાં બાળકોને ચાહું છું, એટલાં આ ફૂલોને ચાહું છું. નાનકડાં નિર્દોષ શિશુને જોઈને આપણને કેટલું બધું વહાલ થાય છે! પણ એ વહાલને આપણે તોડીમચડીને વ્યક્ત કરતા નથી. બસ, આ જ રીતે સુંદર રંગબેરંગી પુષ્પોને તોડીને એનાથી ફૂલદાની સજાવવાની ગુસ્તાખી હું કરી શકું નહીં! આપણે જે વસ્તુમાં જીવ છે, પણ તેની કદર નથી કરતા. જ્યોર્જ બર્નાર્ડ શૉ જેવા મહાન નાટ્યકારે આપણને સરસ રીતે સમજાવી દીધું કે ચાહે તે સજીવ હોય કે નિર્જીવ હોય, દરેક પ્રત્યે આદર રાખો અને હંમેશાં સમાજમાં માનવીની કદર તેનામાં રહેલા વિનયથી જ થાય છે. વિદ્યામાં વિનય ભળે તો મહાન પદની પ્રાપ્તિ થાય છે. વિદ્યા વિનયથી શોભે’ અને ‘શીલ તેવી શૈલી’ આ ઉક્તિઓ બહુ જાણીતી છે. પહેલા વિનય શબ્દનો અર્થ જાણી લઈએ. વિનય એટલે આત્યંતર તપનો એક પ્રકાર. પૂજ્ય કે માન આપવાલાયક માણસનો આદર કરવારૂપ તપ. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે વિનય એમ પણ એક અર્થ થાય છે. વિનય એટલે નમ્રતા, વિવેક, સંસ્કાર, સભ્યતા આમ વિવિધ અર્થો થાય છે. સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છેઃ विद्यां ददाति विनयं विनयाद् याति पात्रताम् । पात्रत्वात् धनमाप्नोति धनात् धर्म ततः सुखम् ।। વિદ્યા એટલે કે જ્ઞાન હંમેશાં વિનમ્રતા એટલે કે વિનય પ્રદાન કરે છે. વિનમ્રતાથી યોગ્યતા આવે છે અને યોગ્યતાથી ધન પ્રાપ્ત થાય છે. જે ધર્મનું કાર્ય કરે છે તેને - ૧૯૬ -

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115