Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 95
________________ છCC4 વિનયધર્મ - CC11 આટલી ચર્ચા પછી સમજી શકાય છે કે ‘વિનય’ શબ્દના અનેકવિધ અર્થો સૂચવે છે કે વિનય કેવળ અમુક સ્થૂળ ક્રિયા કે વ્યવહાર નથી, પરંતુ જાતકેળવણી કરવાની અત્યંત અસરકારક પ્રક્યિા છે. એમાં જે અર્થો સૂચવાયા છે તેની જાળવણી વિના વ્યક્તિની સર્વાગી કેળવણી થઈ શકે નહીં. ભારતીય દર્શનશાસ્ત્રોમાં પાયાના એકમરૂપ શબ્દોમાં વિધવિધ જીવનભાવો સુચવાયેલા છે. એમાં વ્યક્તિત્વવિકાસનો ખયાલ પૈસો, પદ કે પ્રતિષ્ઠા આધારિત નથી, પરંતુ મનુષ્ય તરીકેના સાચા સ્વરૂપના પ્રગટીકરણનો છે. આ કેવળ સાધુ કે સંન્યાસી માટે જ નહિ, વ્યવહારજીવન જીવતા પ્રત્યેક મુનષ્ય માટે જાતકેળવણીનો આલેખ છે. એ અર્થમાં મનુષ્યના વિકાસના ભારતીય દર્શનનું ગૌરીશંકર છે. (લેખકનાં શિક્ષણ અને વિવિધ સાહિત્યનાં ૧૪ અને સંપાદનનાં છ પુસ્તકો પગ્રટ થયાં છે. લોકભારતી સણોસરામાં ૩૬ વર્ષ સેવા પ્રદાન. હાલ શિક્ષણ અને સાહિત્યની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે). 6 4 વિનયધર્મ Pe Cen માણસને તારે છે, અજ્ઞાન ડૂબાડે છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યાર્થીની મનોભૂમિકા શ્રદ્ધાયુક્ત હોય એ અહીં સૂચિત થયું છે. વિનય શબ્દના અર્થનો આ અહીં વ્યાપ છે કે જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા કેવી છે. વ્યક્તિ આ રીતે પ્રયત્ન કરે છે ત્યારે તે જીવનની સાચી કેળવણી પામે છે. (૬) જિતેન્દ્રિય :- કેળવણીમાં આ શબ્દ કોઈને અપ્રસ્તુત લાગે, જાણે કે આ શબ્દ તો અધ્યાત્મના ક્ષેત્રમાં જ હોય, પરંતુ ‘વિનય’માં જિતેન્દ્રિયનો ભાવ પણ છે. અમુક પાઠ ભણ્યા અને પરીક્ષા આપી દીધી, ગોખીને સારા માર્ક્સ મેળવી લીધા એવો સાંકડો અને મર્યાદિત અર્થ કેળવણીનો નથી. એટલે તો વર્ણાશ્રમ વ્યવસ્થામાં કેળવણપ્રાપ્તિના કાળને “બ્રહ્મચર્યાશ્રમ’ ગણાવ્યો છે. એમાં વિદ્યાર્થી બ્રહ્મા (જીવનનાં મૂળ તત્ત્વોની - ક્ષેત્ર ભલે ગમે તે હોય)ની ચર્ચા કરે છે, પ્રયત્ન કરે છે, ઓળખે છે, પામે છે. આધ્યાત્મિક અર્થમાં આ સાચું એટલું જ વ્યવહારજીવન માટે પણ સાચું છે. એટલે ભગવદ્ગીતાએ ‘સ્વાધ્યાય તપ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. સ્વાધ્યાય (કેળવણી) એ એક પ્રકારનું તપ છે. એ એકાગ્રતા માટે છે, સંયમ માગે છે. અપેક્ષા એ છે કે વિદ્યાર્થી પોતાની ઇન્દ્રિયો (સ્થૂળ-સૂક્ષ્મ બંને)ને ભટકવા નહીં દે. માનસશાસ્ત્રની એ વિખ્યાત ખોજ છે કે જે માનવી પોતાના મન પર કાબૂ નથી મેળવી શકતો એ મનનો ગુલામ બની જાય છે. પછી બધી પસંદગી મનની હોય છે. મનનો સ્વભાવ છે કે ગમતું હોય તે જ ગ્રહણ કરવું. ગમતું હોય એ વિષમય પણ હોઈ શકે. (ઇન્ટરનેટમાં સારું-નબળું બને છે). માટે વિનયનો એક અર્થ જિતેન્દ્રિય છે. વિદ્યાર્થીએ પોતાની સ્થૂળ-સૂક્ષ્મ બધી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો છે, તો જ તે જ્ઞાનપ્રાપ્તિ કરી શકશે, જીવનનો સાચો મર્મ સમજી શકશે. અતિખોરાક, અતિઊંઘ, આળસ, કુસંગ, દયેય પ્રત્યેની બેદરકારી એ ઇન્દ્રિયોની ગુલામી છે, કેવળવણીમાં વિદનકર્તા છે. વાલીઓ પોતાનાં બાળકોના શરીરની જેટલી કાળજી રાખે છે એટલી એના મનોભાવોની નથી રાખતા. પરિણામે નદીના પ્રવાહમાં તરતાં લાકડાં જેવી વિદ્યાર્થીની ગતિ થઈ જાય છે. પ્રવાહ ખેચે છે, ફેકે એમ એ વહે છે, એની પોતાની ગતિ હોતી નથી. એટલે જ ગીતાએ કહ્યું છે કે, મન મનુષ્યના બંધનરૂપ છે અને મુક્તિરૂપ છે. માટે કેળવણીની પ્રક્રિયામાં ઇન્દ્રિયો પરનો કાબૂ જરૂરી ગણાયો છે. અનુભવીઓનું આ વિચારને સમર્થન છે. -ક ૧૮૧ - હે પરમ ઉપકારી વિદ્યાગુર શિક્ષણ અને સંસ્કાર ઘડતર દ્વારા આપે મને ઉજજવળ કારકિર્દી આપી વિનયભાવે આપને વંદન કરું છું. ૧૮૨ ૦

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115