Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
©© 4 વિનયધર્મ PC©©n
ખ્રિસ્તી ધર્મમાં વિનયભાવ-નમતાનું ચિંતન
- ડૉ. થોમસ પરમાર વિનય એટલે સારી ઢબે વર્તન કરવું કે વાત કરવી. આચારવ્યવહાર આદિમાં રહેલ નમ્રતા અને સૌજન્યતા પણ વિનયનો ભાવ રજૂ કરે છે. અંગ્રેજીમાં વિનય માટે Politeness, humility અને modesty શબ્દો પ્રયોજાય છે. વિશ્વના દરેક ધર્મમાં આવા વિનયપાલન-નમ્રતા પર ભાર મૂકવામાં આવે છે. વિનયપાલનથી વ્યક્તિની સભ્યતા પ્રગટ થાય છે. વિનય-નમ્રતા વિનાની શ્રદ્ધા ખોખલી છે.
ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ અંતર્ગત “સુભાષિતો’ અને ‘ઉપદેશમાળા’ વિભાગમાં ઠેરઠેર વિનયભાવની વાત કરવામાં આવી છે. ‘સુભાષિતો’ વિભાગમાં નીચે પ્રમાણે વિનયભાવ પ્રતિબિંબિત થતો જોવા મળે છે.
જે દ્વેષ છુપાવે છે તે જૂઠાબોલો છે, જે નિંદા ફેલાવે છે તે મૂરખ છે. બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ, જીભ પર લગામ રાખનાર ડાહ્યો છે.
અભિમાન આવ્યું એટલે અપમાન આવ્યું જ જાણવું. જ્યાં નમ્રતા ત્યાં જ્ઞાન.
વિવેક વગરની સ્ત્રીનું રૂપ ભૂંડના નાકમાં નથણી જેવું છે.
મોને સંભાળે છે તે પ્રાણને સાચવે છે. જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે. જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ક્રોધ કરનાર મહામૂરખ છે. નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે, પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે. ક્રોધી કજિયો જગાડે છે, પણ ઠંડા સ્વભાવનો માણસ કજિયા મટાડે છે. જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે. મીઠી વાણી મધ જેવી છે, સ્વાદે મીઠી અને ગુણે હિતકારી. ભૂંડી વાતો ભૂંડો સાંભળે છે, જૂઠાબોલો કૂથલી કાને ધરે છે. દોષ જતો કરવાથી મૈત્રી વધે છે, પણ તેને જ સંભારસંભાર કરવાથી મૈત્રી તૂટે છે. સાંભળ્યા પહેલાં જવાબ આપે તે બેવકૂફ બને છે અને ભોંઠો પડે છે. ક્રોધને કાબૂમાં રાખવો એ વિવેકી માણસનું લક્ષણ છે. નમ્રતા અને પ્રભુનો ડર રાખવાથી સંપત્તિ, સન્માન અને જીવન મળે છે. ધીરજ હોય તો રાજકર્તાનેય સમજાવી શકાય, નરમ જીભ હાડકાં ભાંગે.
છે ૧૮૯ ૦
4 વિનયધર્મ P
C પોતાની મોટાઈ ગવડાવગવડાવ કરવી એ સારું નથી. પારકા ઝઘડામાં માથું મારવું એટલે રખડતા કૂતરાના કાન પકડવા.
‘ઉપદેશમાળા'માં નીચે પ્રમાણે વિનય દર્શાવ્યો છે.
વગરવિચાર્યે બોલીશ નહિ કે તારા કર્તવ્યમાં આળસ કે ગફલત કરીશ નહિ. ઝટ સાંભળવું પણ ઝટ જવાબ ન આપવો. વડીલોની સભામાં લખબખ ન કરવું. પૂરેપૂરી નમ્રતા ધારણ કરજે, કારણ અધર્મીનો અંજામ આગ ને કીડા છે. વૃદ્ધોનાં વચનોની અવગણના ન કરવી. ખાતરી કર્યા પહેલાં દોષ ન કાઢીશ, તપાસ કર્યા પછી જ ઠપકો આપજે. કોઈ બોલતો હોય તો વચ્ચે બોલવું નહિ. વધુપડતું બોલે તે અળખામણો થઈ પડે, જે બોલવાનો અધિકાર પચાવી પાડે તેને સૌ ધિક્કારે. ડાહ્યો માણસ ઓછા બોલથી વહાલો થઈ પડે છે. જીભ લપસે તેના કરતાં પગ લપસે તે સારું. તારા મોઢાને અશ્લીલ અને ગંદી ભાષાની ટેવ ન પડવા દઇશ, નહીં તો તારાથી પાપી વચનો ઉચ્ચારાઈ જશે. વાડીનું મૂલ્ય તેના ફળ પરથી અંકાય છે તેમ માણસનું ચારિત્ર્ય તેની વાણી પરથી પરખાય. છે. માણસને બોલતો સાંભળવા પહેલાં તેના વિશે મત બાંધવો નહિ, કારણ, એમાં જ માણસની પરીક્ષા છે. ગુપ્ત વાત જાહેર કરનારનો કોઈ વિશ્વાસ કરતું નથી. ક્રોધ અને ગુસ્સો ધૃણાપાત્ર છે. ઇર્ષા અને ક્રોધથી આવરદા ઘટે છે. ઘરઘર ફરવું એ સુખી જીવન નથી, ભાણામાં જે પીરસ્યું હોય તે સંજનની જેમ ખાવું, ભુખાવળાની જેમ ખાઈ આકરા ન થઈ જવું. ખાનદાનને થોડું ભોજન બસ છે.
1 ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ પછી થોમસ કેમ્પિસ દ્વારા લખાયેલ “ધી ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ' અગત્યનો ગ્રંથ છે. છેલ્લાં છસ્સો વર્ષોથી આ ગ્રંથે ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી સમાજ પર ઊંડી અને વ્યાપક અસર પાડી છે. સંત થોમસ મૂર, જનરલ ગોર્ડન, સંત ઈગ્નેશિયસ, જોન વેસલી, સંત ફ્રાન્સિસ ઝેવિયર અને ડૉ. ઝોન્સન જેવા જુદાજુદા કાળના અને તદ્દન જુદી જીવનદૃથ્વિાળા લોકોએ પણ આ ગ્રંથનો ઋણસ્વીકાર કર્યો છે. ખ્રિસ્તી સમાજમાં પવિત્ર બાઈબલ પછી વધારેમાં વધારે વંચાતું પુસ્તક “ધી ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ' છે. આ પુસ્તકમાં પણ ઘણી જગ્યાએ વિનયની વાત કરવમાં આવી છે, જે નીચે પ્રમાણે જોઈ શકાય છે.
- તમારી ચતુરાઈ કે જ્ઞાન વિશે ઘમંડ ન રાખો, પણ જે કંઈ જ્ઞાન તમે મેળવી શક્યા હો તો તે વિશે નમ્રતા રાખો.
છે. ૧૯૦ ૦

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115