Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 93
________________ © ©4 વિનયધર્મ @ @ ૯. આંગણે આવેલા અતિથિનો યથાયોગ્ય સત્કાર કરવો અને તેની યથાશક્તિ સેવા કરવી. (શિ. શ્લોક ૧૩૮). ૧૦. માતા, પિતા, ગુરુ અને રોગાતુર માણસની આજીવન યથાશક્તિ સેવા કરવી. (શિ. શ્લોક ૧૩૯). ૧૧. કોઈ પણ કુમતિજન ગાળ દે, તાડન કે તિરસ્કાર કરે છતાં અમારા સાધુ, બ્રહ્મચારીઓએ તેનું હિત થાય એમ જ ઇચ્છવું. તેનું અહિત થાય તેવો સંકલ્પ પણ ન કરવો. (શિ. શ્લોક ૨૦૧). વચનામૃતમાં પણ વિનય અંગે સહજાનંદસ્વામી કહે છે, “....સાધુએ તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંછવું નહીં અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં. સર્વના દાસાનુદાસ થઈને રહેવું...” (વ.ગ.પ્ર.પ્ર. ૬૯). “...ભગવાનના ભક્તનો મને, વચન, દેહે કરીને દ્રોહ ન કરવો અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી અને મને કરીને, દેહે ક્રીને દંડવત્ પ્રણામ કરવા ને ફરીથી દ્રોહ ન થાય એવી રીતે વર્યાનો આદર કરવો...” (વ.ગ.મ. ૪૦). સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિનયના એક ભાગરૂપે ભગવાન, સાધુ-સંતો અને વડીલોને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનો રિવાજ છે. વિનય એ એક જાદુઈ જડીબુટ્ટી છે. તેનાથી ભલભલા વશ થઈ જાય છે. વિનયરૂપી સદ્ગણ જ માણસને પશુઓથી જુદો પાડે છે. છ Q4 વિનયધર્મ CCT શિક્ષણમાં વિનય અને વિનયનું શિક્ષણ - ડૉ. મનસુખ સલ્લા ભારતીય જ્ઞાન પરંપરા અને કેળવણી પરંપરા ઉચ્ચ જીવનમૂલ્યોને કારણે ખૂબ જ સમૃદ્ધ છે. એમાં મનુષ્યના એકાંગી નહિ, પણ સર્વાગી વિકાસનો ખયાલ છે. કેળવણીને પરિણામે વ્યક્તિ જીવનનિર્વાહનાં કૌશલ્યો મેળવે, તેમાં પારંગત થાય એવી અપેક્ષા છે.એથીય વધારે તે ઉત્તમ મનુષ્ય તરીકે નીવડી આવે તેવી ઝંખના છે. એટલે કે ળવણીનાં ધ્યેયો અત્યંત ઉદાત્ત અને કલ્યાણકારી છે. કેળવણી અને જ્ઞાનનાં આ મૂલ્યો માટે ભારતીય પરંપરામાં હિન્દુ દર્શન, બૌદ્ધ દર્શન અને જૈન દર્શનમાં કેટલાક શબ્દો સિદ્ધ થયા છે. એમાં ભાષાની સમૃદ્ધિ પણ સૂચવાય છે કે શબ્દ એક, પરંતુ અર્થચ્છાયાઓ અનેક હોય, કારણકે હોમિયોપથીની દવાની જેમ આવા કેટલાક શબ્દો ખૂબ ઘૂંટાયા હોય છે. સંસ્કૃત ભાષાનો ‘વિનય’ શબ્દ આવો છે. તેમાં અર્થના અનેક પુટ ચડેલા છે અને જે તે અર્થો પણ સાર્થક સિદ્ધ થાય છે. ‘વિનય’ શબ્દના વિવિધ અર્થો કેળવણી પ્રક્રિયા અને કેળવણી મૂલ્યોને પ્રગટ કરે છે એ એનું મહાન પ્રદાન છે. જાણે આ શબ્દ આખી ભારતીય પરંપરાને ઝીલે છે અને પ્રગટ કરે છે. તેના વીસ જેટલા અર્થો સંસ્કૃત શબ્દકોશમાં મળે છે. તેમાં આંતર અને બાહ્ય બંને પ્રકારના વિકાસ અને વ્યવહાર સૂચિત થાય છે. આ અર્થોના હાર્દમાં જઈને નિરીક્ષણ કરીએ છીએ તો વિનય શબ્દનું માહાભ્ય પણ સમજાય છે. એવા કેટલાક અર્થોને આધારે શિક્ષણમાં વિનયનું મહત્ત્વ અને વિનયના શિક્ષણની પ્રક્રિયા બંને સૂચવાય છે. એને વિગતે સમજીએ. (૧) વિનમ્રતા :- વિનય શબ્દનો આ અત્યંત પ્રચલિત અર્થ છે. જેણે કશુંક વિશિષ્ટ, અસાધારણ, સૂક્ષ્મ પામવું હોય તેણે નમ્ર હોવું અનિવાર્ય છે, કારણકે કાંઈ પણ શીખવાનો પ્રારંભ નમ્રતાથી થાય છે. અહંકારથી ગુરુ પાસે શીખવા જનાર તો ઊંધા પાત્રમાં જળ ઝીલવાની મૂર્ખાઈ કરે છે. જ્ઞાનોપાર્જનની પ્રક્રિયામાં પ્રણિપાત એ નમ્રતાનો પર્યાય છે. નમ્રતા એટલે કેવળ નમવું કે વંદન ક ૧૭૮ ૦ (સ્વામિનારાયણ દાર્શનિક પરંપરાના અભ્યાસુ ડૉ. દેવવલ્લભ સ્વામી વેદાંત દર્શનના સંશોધક અને સાહિત્યાચાર્ય છે. તેઓ સહજાનંદ ગુરફ ળ-ખાંભાના સંચાલકમંડળમાં છે).

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115