Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 91
________________ e(વિનયધર્મ વિદ્યાથી વિનય આવે એટલે વિદ્યા પ્રજ્ઞા બની જાય છે અને પ્રજ્ઞાને ઉપનિષદોમાં ‘પ્રાશન બ્રહ્મ’ કહ્યું છે. અર્થાત્ પ્રજ્ઞા એ બ્રહ્મ છે. જેમ બ્રહ્મમાં સર્વ સદ્ગુણો રહ્યા છે તેમ વિનયથી વ્યક્તિમાં સર્વ સદ્ગુણોનો ઉદય થાય છે. સર્વ શુભ ગુણોની પ્રાપ્તિ થાય છે. સર્વ દિવ્ય ચેતનાઓની આવી વિનયવાન વ્યક્તિ પર અનંતકૃપા વરસે છે. વિનયથી વ્યક્તિ સાચા અર્થમાં આત્મવાન, આધ્યાત્મિક બને છે. S સંત કવિ તુલસીદાસજીએ વિનયનો મહિમા બતાવવા માટે જ ‘વિનયપત્રિકા’ નામે એક નાનકડી કૃતિ રચી છે. વિનય એટલે નમ્રતા. વ્યક્તિના ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનમાં જો કોઈ મોટામાં મોટો અવરોધ હોય તો તે અહમ્ (ઈગો) છે. આ અહમ્નું ઓગળવું એટલે જ વિનય, નમ્રતા. જળનાં ત્રણ સ્વરૂપ છે. વાયુ-વરાળ, પ્રવાહી-પાણી અને ઘન-બરફ. વરાળ અને બરફ કરતાં પ્રવાહી-પાણીની ઉપયોગિતા વધુ છે. તેનાથી જ જીવનની નહાવું, ધોવું વગેરે દૈનિક ક્રિયાઓ થઈ શકે છે. બરફને ગરમી આપવાથી તે પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. પછી તે પ્રવાહી સ્વરૂપ વધુ ઉપયોગી બને છે. તેમ વિદ્યાજ્ઞાનરૂપી ગરમી વ્યક્તિના અહમ્ને ઓગાળીને તેનું વિનયમાં રૂપાંતરણ કરે છે. આવા સંસ્કારિત અહવાળી વ્યક્તિને વિનયવાન કહે છે. વિશ્વના જેજે મહાપુરુષો થઈ ગયા તેઓનાં જીવનમાં વિનયનો સદ્ગુણ ભારોભાર જોવા મળે છે. વિનયના કારણે જ પૌરાણિક પરંપરામાં ઋષિમુનિઓને બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિનયના કારણે જ વસિષ્ઠજીને બ્રહ્મર્ષિ અને વિનયના અભાવના કારણે વિશ્વામિત્રને રાજર્ષિની ઉપાધિ મળેલી. જેના જીવનમાં વિનયનું અવતરણ થાય તેનું જીવન બ્રહ્મના જેવું નિર્દોષ, નિખાલસ, સરળ અને સહજ બની જાય છે તેથી તે બ્રહ્મર્ષિ કહેવાય છે અને જેના જીવનમાં વિનયનો અભાવ હોય તેનું જીવન અસ્ટંટ-હઠાગ્રહી બને છે. જેના દ્વારા વિનયનો ઉદય ન થાય તેવી વિદ્યા એ વિદ્યા નથી. તેથી જ વિદ્યાની પરિભાષા કરતાં ઉપનિષદમાં કહ્યું છે કે, સા વિદ્યા યા વિમુયે । અર્થાત્ એ જ સાચી વિદ્યા છે કે જે વ્યક્તિને પૂર્વગ્રહો, લઘુતાગ્રંથિ, અહમ્, જડતા, અંધશ્રદ્ધા, સંકુચિતતા, અજ્ઞાન અને જન્મ-મરણની ઘટમાળ વગેરેથી મુક્ત કરે. વ્યક્તિનું આલોક અને પરલોક બન્નેમાં શ્રેય કરે. જીવનને મઘમઘતું બનાવે એ જ સાચી ૧૭૩ (વિનયધર્મ વિદ્યા છે. તેને જ બ્રહ્મવિદ્યા કહે છે. સહજાનંદસ્વામીએ ‘શિક્ષાપત્રી'માં આવી સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવાનો ખાસ ધર્મદેશ આપતાં કહ્યું છે કે, પ્રવર્તનીયા સદ્વિદ્યા મુવિ થત્ મુત મહત્ા (શિક્ષાપત્રી ો ?રૂર). અર્થાત્ પૃથ્વીને વિશે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું, પ્રસાર, પ્રચાર કરવો. તેનાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે વિદ્યાની પ્રાપ્તિથી જીવનમાં ‘વિનય’નો ઉદય થાય તેવી વિદ્યાની પ્રવૃત્તિ કરવી એ એક મહાન પુણ્યનું કામ છે. તેથી વિદ્યાદાન એ મહાદાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી ગૃહી અનુયાયીઓ દ્વારા સદ્વિદ્યાની પ્રવૃત્તિ સતત થતી રહે તે માટે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં સ્વા. સંપ્રદાયના વડા ધર્મગુરુને ખાસ ધર્મદેશ આપતાં કહ્યું કે, સંસ્તાપ્ય વિપ્ર વિધામં પાશાળા વિધાવ્ય ચ । (‘શિક્ષાપત્રી’- જો ?રૂર) અર્થાત્ વિદ્યાલયની સ્થાપના કરીને તેમાં વિદ્વાન વિપ્રને રાખીને સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવી. સદ્વિદ્યાની પ્રેરક-પોષક પ્રવૃત્તિથી જ વિનયરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. આજે સ્વામિનાયણ સંપ્રદાયના ત્યાગાશ્રમી સાધુ-સંતો દ્વારા આશરે ૫૦૦થી વધુ શાળા, મહાશાળાઓ ચાલે છે અને ગૃહસ્થ ભક્તો દ્વારા તો ઘણી શિક્ષણસંસ્થાઓ ચાલે છે. સંસાર છોડીને ત્યાગાશ્રમને વરેલી વ્યક્તિ પણ સમાજ સુખી, સંપન્ન અને દૃષ્ટિવાન બને એ માટે શિક્ષણ સંસ્થાઓ રૂપી મહાયજ્ઞો ચલાવે છે અને એના સુચારુ ફળ આપણે જોઈએ છીએ. એક કહેવતમાં કહ્યું છે કે, "Everybody has eyes but few have sight", અર્થાત્ આંખો બધા પાસે હોય છે, પરંતુ દૃષ્ટિ બહુ ઓછા પાસે હોય છે. આ દૃષ્ટિ એ વિનય છે. વિનયવાન વ્યક્તિ જ બીજાના જીવનમાં વિનયનું વાવેતર કરી શકે. વિનય શીખવા માટેના ક્યાંય વર્ગો ચાલતો નથી કે વર્ગો ચલાવી પણ ન શકાય. વિદ્યાના પરિપારૂપે વિનયની પ્રાપ્તિ થાય છે. જેમ દૂધમાંથી દહીં બનાવી તેનું મંથન કરવાથી નવનીત-માખણ, ઘી બને છે, તેમ શિક્ષણની સમગ્ર પ્રક્રિયાનો સાર વિનય છે અને માહિતી પ્રાપ્તિ એ છાશ જેવી બાયપ્રોડક્ટ છે. નદીમાં પૂર આવે ત્યારે કિનારે ઊભેલાં તોતિંગ વૃક્ષો જડમૂળથી ઊખડી જાય છે. જ્યારે નેતરના છોડ ગમે તેવું પૂર કે વાવાઝોડું આવવા છતાં ટકી રહે છે. તેનું કારણ છે તેની વિનમ્રતા. જીવનમાં ગમે તેવા ઝંઝાવાતો વચ્ચે પણ વિનયવાન વ્યક્તિ ટકી રહે છે. આપત્તિઓ તેના શરીર પરથી પસાર થાય છે, પરંતુ તેના ૧૭૪

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115