________________
64 વિનયધર્મ
P
છn શરીર પર સવાર થતી નથી.
આપણે ત્યાં એક કહેવત છે કે, ‘ચા કરતાં કીટલી ગરમ', અર્થાત્ મોટા સાહેબ કરતાં ચપરાશી વધુ દોઢડાહ્યો હોય છે. મોટા માણસો વિનમ્ર હોય છે,
જ્યારે કેટલાક નાના માણસો અક્કડ હોય છે. માણસને ગમે તેટલી સત્તા, સંપત્તિ, સામર્થ્ય કે સન્માન મળે, પરંતુ જો તેનામાં વિનય ન હોય તો લાખનું રાખ થઈ જતાં વાર લાગતી નથી. અવિનયી વ્યક્તિ જીવનમાં કદી પણ કોઈનો પ્રેમ કે ચાહના મેળવી શકતી નથી, એટલું જ નહીં, તેનું જીવન સતત તનાવગ્રસ્ત અને અનેક વિડંબણાઓથી ઘેરાયેલું રહે છે. એક લોકોક્તિ છે કે,
નમતાને સહુ કોઈ ભજે, નમતાને બહુ માન.
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સાગર ધીર-ગંભીર અને વિનમ્ર છે તેથી નદીઓ સ્વયં ઊંચા પહાડોને છોડીને સાગર પાસે જઈને તેમાં સમાઈ જાય છે. તેમ વિનયવાન વ્યક્તિમાં સર્વસદ્ગુણો આપોઆપ આવીને નિવાસ કરે છે.
સાધુ-સંતો અને ભક્તોએ દાખવેલા વિનયના કારણે અનેક હિંસક અને દુષ્ટ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યાના અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં નોંધાય છે.
એકવાર એક ખાખી બાવાઓની જમાત સ્વા. સંપ્રદાયમાં સત્સંગની મા ગણાતા એક મહાન સંત સદ્ગુરુ મુક્તાનંદસ્વામીને જાનથી મારી નાખવા માટે જેતલપુર ગામમાં આવી. આવનારાઓનો મલિન ઈરાદો સ્વામી જાણતા હોવા છતાં તેઓના પ્રત્યે સ્વામીએ સાધુતા-વિનય દાખવીને તેઓની અન્નજળ વગેરેથી યથાયોગ્ય સરભરા કરી આદર-સત્કાર કર્યો. સ્વામીનો આવો સાધતાભર્યો વ્યવહાર જોઈને જમાતનો આગેવાન પીગળી ગયો. સ્વામીના પગમાં પડ્યો, માફી માગી અને મારવાના મનસૂબા મેલીને સ્વામીને ભાવથી ભેટીને રડી પડ્યો.
જેનું નામ સાંભળતાં નાનું બાળક પણ રડતું બંધ થઈ જાય તેવા ગુજરાતના એક ખૂનખાર બહારવટિયા જોબનવડતાલને સહજાનંદ સ્વામીએ વિનયરૂપી સદ્ગણથી બહારવટુ છોડાવીને પરમભક્ત બનાવ્યો.
સર ગુણાતીતાનંદ સ્વામીએ પણ વિનયયુક્ત વર્તનના પ્રભાવે અનેક લોકોના જીવનમાં આમૂલ પરિવર્તનો કર્યા હતાં વિનય જીવનમાં શું શું કરી શકે
-ક ૧૭૫ -
છCCT4 વિનયધર્મ
P
ress તેની અનેક સત્યઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાણી છે.
- સ્વા. સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્યગુણો અને લીલાપર, ૧૦૮ નામનું એક અદ્ભુત સ્તોત્ર છે. તેમાં સ્વામિનારાયણ ભગવાનનું ૯૨મું એક નામ ‘વિનયવાન’ છે. અર્થાત્ વિનયરૂપી સદ્ગણવાળા. વિનય એ ભગવાનનું એક સ્વરૂપ છે.
૨૧૨ શ્લોકનો ‘શિક્ષાપત્રી’ નામનો એક નાનકડો ગ્રંથ સ્વા. સંપ્રદાયની આચારસંહિતા છે. તેમાં વિનય અંગે સહજાનંદસ્વામીએ અનેક ધર્માદેશો આપ્યા છે. તે પૈકીના કેટલાકનો ટૂંકસાર જોઈએ. ૧. સદાચાર- વિનયનું પાલન કરનાર આલોક અને પરલોકમાં મહાસુખિયો થાય
છે અને જે તેનું ઉલ્લંઘન કરીને દુરાચારીપણે - અવિનયપૂર્વક વર્તે છે તે
આલોક-પરલોકમાં મહાન કષ્ટને પામે છે. (શિ. શ્લોક ૯). ૨. દેવતા, તીર્થ, વિપ્ર, સાધ્વીસ્ત્રી, સપુરુષો અને વેદની નિંદા ક્યારેય ન કરવી
અને ન સાંભળવી, અર્થાત્ આ બધાં પ્રત્યે ક્યારેય અવિનય કરવો નહીં. (શિ. શ્લોક ૨૧) ૩. શિવાલયાદિ કોઈ દેવમંદિર રસ્તામાં ચાલતાં આડું આવે તો તેને નમસ્કાર
કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (શિ. શ્લોક ૨૩). અહીં સર્વધર્મ પ્રત્યેની સહિષ્ણુતા, વિનય ભારોભાર વ્યક્ત થયો છે. ૪. સાધુ-સંતો, ગુરુ, લોકમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, વિદ્વાન અને શસ્ત્રધારી મનુષ્યનું
ક્યારેય અપમાન કરવું નહીં. (શિ. શ્લોક ૩૫). ૫. ગુરુ, દેવ અને રાજાનાં દર્શને ખાલી હાથે ન જવું. (શિ. શ્લોક ૩૭). ૬. જેવા ગુણથી જે માણસ યુક્ત હોય તેને દેશકાળ પ્રમાણે તેવી રીતે આદર,
સત્કારપૂર્વક બોલાવવો. અર્થાત્ વિનયયુક્ત વ્યવહાર કરવો, પણ વિપરીત
વર્તન કરવું નહીં. (શિ. શ્લોક ૬૮). ૭. ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણ આવે
ત્યારે સન્મુખ ઊભા થવું, આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિક ક્રિયાઓ કરીને તેમનું સન્માન કરવું. (શિ. શ્લોક ૬૯). ૮. પોતાના આચાર્ય - આદરણીય મહાપુરુષો સાથે ક્યારેય વાદ-વિવાદ ન
કરવો અને તેમની યથાયોગ્ય અન્ન, ધન, વસ્ત્ર વગેરેથી સેવા કરવી. (શિ. શ્લોક ૭૧).
છે ૧૭૬ -