Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
@ @C4 વિનયધર્મ PTC તરીકે વાત્સલ્ય ઝરતું જ રહે છે. મુશ્કેલીના સમયમાં હંમેશાં વડીલ તરીકે સાથ આપે છે. પૌત્ર-પૌત્રીઓને સંસ્કાર આપે છે, પ્રેમ આપે છે.
(૩) આત્મહિત પણ આરંભમાં માતા-પિતા જ કરે છે
જે માતા-પિતા પોતે ધર્મ પામ્યાં હોય, તેઓ પોતાનાં સંતાનોને બાળપણથી જ ધર્મના સંસ્કારો આપે છે. તેઓ સમજે છે કે, આ બાળક પૂર્વભવમાં પુણ્ય કરી અમારે ત્યાં ધર્મની સામગ્રી વચ્ચે જન્મ્યો છે તો હવે તેને ધર્મના વધુ સંસ્કાર આપી ઊર્ધ્વગામી બનાવીએ. આવાં માતા-પિતા આત્માહિત કરનારાં છે તેથી પરમઉપકારી છે.
આવા ઉપકારી, વડીલ અને આત્મહિત કરનાર માતા-પિતાનો કેવી રીતે વિનય કરવો જોઈએ ?
(૧) સવારે ઊઠી માતા-પિતાને અવશ્ય પગે લાગવું જોઈએ. માતાપિતાના જે આશિષ મળે છે તે અણમોલ છે, વિદનહર્તા છે, સુખ-શાંતિ આપે છે.
(૨) માતા-પિતાને પોતાની સાથે જ રાખવાં જોઈએ. સાથે રહેવાથી હુંફ મળે છે, તેમનો સાથ મળે છે. બાળકોને પણ દાદા-દાદીનું વાત્સલ્ય મળે છે.
(૩) માતા-પિતા પર કોઈ આર્થિક કે બીજી કોઈ જવાબદારી ન રાખવી જોઈએ.
(૪) માતા-પિતાની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૫) માતા-પિતા સાથે થોડો સમય અવશ્ય વ્યતીત કરવો જોઈએ. ક્યારેક સાથે બહાર પણ લઈ જવાં જોઈએ.
(૬) ધર્મક્ષેત્રમાં ખર્ચ કરવાની તેમની ઇચ્છાને સહકાર આપવો જોઈએ.
માતા-પિતા વડીલ પણ છે અને સંસ્કાર આપે છે તેથી ગુરુ પણ છે, તેથી તેમની સાથે ઉપચાર વિનય અવશ્ય કરવો જોઈએ, જેમકે તેઓ આવે ત્યારે તેમને આસન વગેરે બેસવા આપવું, માનપૂર્વક બોલાવવા, તેમની આજ્ઞા માનવી વગેરે.
માતા-પિતા સાથે આપણે વિનયપૂર્વકનું વર્તન કરતા હોઈએ તો તે જોઈને આપણાં બાળકો પણ ભવિષ્યમાં આપણી સાથે વિનયપૂર્વક વર્તે છે. આવાં ઘરોમાં હંમેશાં સુખ અને શાંતિ રહે છે. માતા-પિતાને સંતોષ થાય છે. તેમની આંતરડી ઠરે છે. તેઓ અંતઃકરણપૂર્વકના આશિષ આપે છે.
- ૧૬૫ -
© C C4 વિનયધર્મ
cres પરંતુ વર્તમાન સમયમાં માતા-પિતા પ્રત્યે અવિનયી વર્તન વધતું જાય છે. આધુનિક શૈલીથી મોટી થયેલી યુવતીને પતિનાં માતા-પિતા બોજ લાગે છે. તેથી તે તેમને તરછોડે છે, દુઃખી કરે છે, અવિનયભર્યું વર્તન કરે છે, ક્યારેક તો તેઓ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મા-બાપ સાથે આવા વર્તનનું કારણ મોટે ભાગે પરણીને આવનાર યુવતી જ હોય છે. કોઈ કુંવારા છોકરાનાં મા-બાપ વૃદ્ધાશ્રમમાં હોતાં નથી. મોટે ભાગે યુવાનનાં લગ્ન પછી જ આ સમસ્યા ઊભી થતી હોય છે. માતા-પિતા સાથે અવિનયી વર્તન કરવાથી તેમને દુઃખ થાય છે, આંતરડી કકળે છે. આવાં સંતાનો ક્યારેય સુખી થતાં નથી. માટે માતા-પિતા સાથે હંમેશાં વિનયપૂર્વક જ વર્તવું જોઈએ.
ક્યારેક ઉંમરને લીધે કે કોઈ વૃદ્ધાવસ્થાનો રોગ થયો હોય ત્યારે કદાચ તેઓ આપણને ન ગમે તેવું વર્તન કરે તો પણ તેઓ મા-બાપ છે, તેમની પ્રત્યે મારાથી અવિનયી વર્તન થાય જ નહીં એવો નિયમ હોવો જોઈએ. શ્રીરામ આ વાતનું ઉદારહણ છે. પિતાએ કયીને આપેલું વચન પાળવાનું જ એવો નિશ્ચય કરી લે છે ને તે પ્રમાણે જંગલમાં ચાલ્યા જાય છે.
ક્યારેક સંજોગોને વશ થઈને તો ક્યારેક મજબૂરીથી તો ક્યારેક સંસ્કારવિહીન હોવાને કારણે કેટલાંક સંતાનો માતા-પિતા સાથે અવિનયી વર્તન કરતાં હોય છે. પોતાની આર્થિક સ્થિતિ બરોબર ન હોય તેવાં સંતાનો માબાપના ખર્ચનો ભાર ઉપાડી નથી શકતાં ને તેથી મા-બાપ સાથે અવિનયી વર્તન કરે છે. આ એક મજબૂરી છે. તેનાથી બચવાનો પુરુષાર્થ કરવો જોઈએ, પરંતુ જે પતિ પત્નીના કહેવાથી મા-બાપ સાથે અવિનયી વર્તન કરે, તેમને દુઃખ આપે, રોગમાં સહારો ન આપે, પૈસા ન આપે તેમને ક્યારેય માફ ન કરી શકાય. પાછલી ઉંમરે તેમને સાથે ન રાખતાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તે નરી નિર્દયતા છે. વૃદ્ધાશ્રમ એ આજના યુવાન વર્ગના માટે મોટું કલંક છે. ત્યાં એકવાર જઈ એકએક વૃદ્ધની વાતો સાંભળીએ ત્યારે ખયાલ આવે કે સમાજનું કેટલું પતન થયું છે.
યુવા પેઢી જો માતા-પિતા પ્રત્યે વિનયભર્યું વર્તન કરે તો તેમને કેટલો ફાયદો થાય છે. વડીલો પાસે અનુભવોનો ખજાનો હોય છે. વડીલો કદાચ ભણેના ન હોય, પણ ગણેલા જરૂર હોય છે. આ ગણતર સ્વીકારીએ તો ઘણી ટિપ્સ મળે છે. મહેનત અને સંપત્તિ બચે છે. આથી યુવા પેઢીએ માતા-પિતાને
- ૧૬૬ -

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115