Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 86
________________ ©©4 વિનયધર્મ P ગુરુ ગૌતમ મહારાજના પ્રભુ મહાવીર સાથેનાં વિનય અને બહુમાન વખાણાય છે. વિષયની જાણકારી હોવા છતાં સભામાં અબુધની જેમ નમ્ર બની પ્રશ્નો પૂછીને સભામાં પ્રભુના જ્ઞાનનો ઉપદેશ ફેલાવતા હતા. પ૦,૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ હોવા છતાં અનંતલબ્લિનિધાન ગૌતમ મહારાજા પ્રભુની આજ્ઞાથી આનંદ શ્રાવકની માફી માગવા ગયા તેમાં તેમની નમ્રતાના, વિનયના, ગરુઆલાપાલનના ગુણો દેખાય છે. એમનો આ વિનય બહુમાન પ્રભુવિરહથી શોકાતુર ગૌતમ મહારાજાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે વિનય સાથેના બહુમાનનું ફળ પરમઉત્કૃષ્ટ મળી શકે છે. (અમદાવાદસ્થિત પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા વિષય પર Ph.D. કર્યું છે. પ્રવીણભાઈ જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે અને વિવિધ જૈન સેમિનાર્સમાં ભાગ લે છે). ©©ન્ડવિનયધર્મ ©©n માતા-પિતા તરફનો વિનયગુણ - ડૉ. છાયા શાહ “વિનય’’ એ આંતરિક પ્રક્રિયા છે. વિનય એ અહમ્ના વિસર્જનની પ્રક્રિયા છે. વિનયથી જ્ઞાનપ્રાપ્તિ, આચારવિશુદ્ધિ અને સમ્યમ્ આરાધનાનો લાભ પ્રાપ્ત થાય છે. બધા જ ગુણોમાં વિનય સૌથી શ્રેષ્ઠ ગુણ છે. વિનયથી જ વિદ્યા આવે છે. વિનય એ ધર્મનું મૂળ છે. વિનયપૂર્વકનું ચારિત્ર જ આ ભવ અને પરભવમાં સુખ આપે છે. પાણી વિના જેમ બીજ ફળતું નથી, તેમ વિનય. વિના જ્ઞાન-ચારિત્ર ફળતાં નથી. વ્યવહારમાં આપણે ત્રણ સંજોગોમાં વિનયગુણ અપનાવીએ છીએ. (૧) જેમણે આપણા પર ઉપકાર કર્યો હોય તેમના પ્રત્યે આપણે વિનયભર્યું વર્તન કરીએ છીએ (૨) સંબંધમાં જે આપણાથી મોટા હોય (વડીલ) તેમનો વિનય કરીએ છીએ (૩) આપણું આત્મહિત કરનાર હોય તેના પ્રત્યે વિનયભર્યું વર્તન દાખવીએ છીએ. આ ત્રણે સંયોગ અલગઅલગ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે માતા-પિતા’ એક જ એવું સ્થાન છે કે જે આપણા પર ઉપકાર પણ કરે છે, આપણા વડીલ પણ છે ને સંસ્કાર આપનાર પણ છે. તેથી ખરેખર તો વિનય આદરવા માટેનું આ સર્વોત્તમ સ્થાન છે. એક પછી એક સ્થાન માટે વિચાર કરીશું તો આ હકીકત સ્વીકારવી જ પડશે. (ખાલી એક જ વાર) તમને આ પૃથ્વી પર લાવવા માટે માતા જે વેદના સહન કરે છે તે જુઓ ને તો કહી દો કે આના જેવો બીજો ઉપકાર હોઈ ન શકે, એટલું જ નહીં, આટલી વેદના સહન કર્યા પછી તમારું મુખ જુએ ને બધી વેદના ભૂલી જાય. માતા તમને મોટા કરવા અનેક દુઃખો સહન કરે છે, ઉજાગરા કરે છે, પ્રેમપૂર્વક તમારો ઉછેર કરે છે. બાળક સમજણો થાય પછી માતા તેનો હાથ પિતાના હાથમાં આપે છે. પિતા બાળકને દુનિયા સાથે ઓળખાણ કરાવે છે, માર્ગદર્શન આપે છે, બાળકને બધી જ સગવડો આપે છે. પોતાનાથી શક્ય બધું જ બાળક માટે કરી છૂટે છે. આમ માતા-પિતા મહાન ઉપકારી છે, તેથી તેમનો વિનય કરવો જોઈએ. (૨) માતા-પિતાવડીલ તરીકે પુત્ર મોટો થાય, પરણે, તેનાં બાળકો થાય, છતાંય માતા-પિતાનું વડીલ ૦ ૧૬૪ - વિનય માન મોહનીય વિજયનો પરિપાક છે. વિનય માન મોહનીય વિજયની પારાશીશી છે. ૦ ૧૬૩ -

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115