Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 88
________________ ©©ન્ડ વિનયધર્મ ©© ક્યારેય ન કહેવું, “તમને સમજણ ન પડે”, આ અવિનય છે. વળી આજના વડીલો મોટે ભાગે ભણેલા હોય છે તેથી કોઈ રીતે ભારે પડતા નથી. તેમની પાસે પેન્શન હોય છે અથવા વ્યાજ મળે તેવી વ્યવસ્થા હોય છે. આર્થિક રીતે તેઓ સદ્ધર હોય છે. વળી વર્તમાનમાં તો સિનિયર સિટિઝનની કલબો હોય છે જ્યાં વૃદ્ધોને મિત્રો તથા સંબંધીઓની કંપની મળી રહે છે, સંઘ વગેરેમાં પ્રવૃત્ત હોય છે. આ બધી સમજાવટ પછી પણ એક વાત નક્કી છે કે, માતા-પિતા એ માતા-પિતા છે. ગમે તે થાય, સંતાનોનો એક નિર્ણય હોવો જોઈએ કે મા-બાપ પ્રત્યે હંમેશાં વિનયભર્યું વર્તન રાખીશું. પરિણામ કેવું સુંદર આવશે ! પૌત્રો વડીલોની વચ્ચે મોટા થશે, સુસ્કૃત બનશે, કામનું વિભાજન થશે, દરેક ઘર નંદનવન બનશે ! (અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. તેમણે પ્રભુદાસ પારેખના સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કરેલ છે). @ @ 4વિનયધર્મ c©©n ઈસ્લામ ધર્મમાં વિનર્યાચિંતન - ડૉ. મહેબૂબ દેસાઈ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસૉફી ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદ મુકામે “જૈન જ્ઞાનસત્ર-૧૫'નું તા. ૧૮, ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૭ના રોજ ડૉ. કુમારપાળ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ““ઇસ્લામ ધર્મમાં વિનયચિંતન' વિષય પર વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મળેલ હોઈ, એ વિષય પર વાંચવા અને વિચારવાની તક સાંપડી છે. એ વાંચન અને વિચારનું વલોણું કરેલ અર્ક આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવી રહ્યો છું. ઇસ્લામ ધર્મ મૂળભૂત રીતે માનવધર્મ છે. અલબત્ત, તેના પાયાના સિદ્ધાંતો સાચો સ્વરૂપમાં સમાજ સમક્ષ ન મુકાયા હોવાથી તે અંગે આમસમાજ માં અનેક ગેરસમજો પ્રવર્તે છે. ઇસ્લામના પાંચ સ્તંભો ઈમાન (શ્રદ્ધા), નમાઝ (ઈબાદતભક્તિ), રોઝા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા)માં ભરપૂર માનવમૂલ્યો પડ્યાં છે. વળી હજજ એ ગરીબ અને અસહાય માનવી માટે ફરજિયાત નથી રાખવામાં આવેલ. તેની પાછળ પણ માનવીય અભિગમ જોડાયેલો છે. ઇસ્લામનાં માનવમૂલ્યો સાથે જીવનવ્યવહારનો તરીકો પણ સામેલ છે. વ્યક્તિનો વ્યક્તિ અને સમાજ સાથેનો વિવેકપૂર્ણ સંબંધ ઇસ્લામની પાયાની કેળવણી છે. ઇસ્લામના સાચા અનુયાયીઓનાં ખાનપાન, લિબાસ અને જીવનવ્યવહારમાં વિનય-વિવેક હંમેશાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. સૌપ્રથમ ઇસ્લામના અનુયાયીઓ મળે છે ત્યારે ‘‘અસ-સલામ-અલયકુમ' કહે છે, જેના જવાબમાં “વા-અલયકુમ-સલામ’ કહેવામાં આવે છે. આ અભિવાદનમાં કોઈ ધર્મ નથી. માત્ર વિવેક અને વિનય છે. ‘અલ-સલામ-અલયકુમ'' અર્થાત્ ઈશ્વર કે ખુદાની આપ પર રહેમત વરશે’. રહેમત એટલે દયા-કૃપા. એ જ અર્થમાં સોમની વ્યક્તિ પણ ઉત્તર પાઠવે છે, “વા-અલયકુમ-સલામ’. ‘‘તમારા પર પણ ખુદાની રહેમત વરશે . હઝરત મહંમદસાહેબે તો ત્યાં સુધી ફરમાવ્યું છે કે, ‘આપને જે ભાષામાં અભિવાદન કરવામાં આવે તે જ ભાષામાં તેનો ઉત્તર પાઠવો” અર્થાત્ કોઈ જૈનબંધુ આપને “જય જિનેન્દ્ર'' કહે તો તેને તે જ રીતે ઉત્તર આપો. આ વિવેક-વિનય ઇસ્લામના અનુયાયીઓ માટે પુણ્ય અર્થાત્ સવાબનું માધ્યમ છે. ૧૬૮ ૨ ૦ ૧૬૭ -

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115