Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 83
________________ (વિનયધર્મ Pure જીવનમાં શણગાર માટે ઘણાબધા અલંકારો છે, પરંતુ મનુષ્ય માટે વિનય જેવું ઉત્તમ-શ્રેષ્ઠ અલંકાર કોઈ નથી. જેના હૃદયમાં વિનયનો ભાવ છે તેમનામાં નમ્રતા, સરળતા તો હોય જ. સદાચાર અને પ્રેમ દ્વારા તેઓ પોતાનું તથા અન્યનું કલ્યાણ જ કરનારા છે. તેમનો અહંકાર ઓગળી ગયો હોય છે. ચક્રવર્તીના પટાવાળાએ જો પહેલા દીક્ષા-સંયમ અંગીકાર કરેલ હોય તો ચક્રવર્તી પણ તેને વંદન કરશે. લૌકિક વિનય સારો છે, પરંતુ લોકોત્તર વિનય શ્રેષ્ઠ છે. અલૌકિક લાભની પ્રાપ્તિ માટે અલૌકિક વિનયગુણની આવશ્યકતા છે. આવા લોકોત્તર વિનયમાર્ગનો જે અભ્યાસ કરશે તેના માટે મોક્ષપંથ હથેળીમાં છે. અંતમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ ખોટું લખાયું હોય તો હું મન-વચન-કાયાના ત્રિકરણયોગે ક્ષમા યાચું છું. મિચ્છા મિ દુક્કડમ ! જૈન ધર્મના અભ્યાસુ પ્રકાશભાઈ ગ્રુપ સ્વાધ્યાયમાં વિશેષ રુચિ ધરાવે છે અને જૈન સાહિત્ય સત્રોમાં ઉપસ્થિત રહી વિશિષ્ટ સેવા પ્રદાન કરે છે). *. જેમ જેમ વિનય ભાવ આતો જાય તેમ તેમ ધર્મ કરવો ન પડે. ધર્મ થઈ જાપ, ધર્મ અંદરથી પ્રગટવા લાગે અને ધર્મ અનુભૂતિમાં આવવા લાગે. ૧૫૭ SSA વિનયધર્મ વિનય સાથે બહુમાન ડૉ. પ્રવીણ સી. શાહ આપણા જીવનમાં સરળતા, સજ્જનતા, ઉદારતા, પ્રામાણિકતા, કરુણતા, ક્ષમાભાવ, દયાભાવ, નિરહંકારતા, નમ્રતા વગેરે અનેક ગુણો આવે તોપણ ઉદયરત્નજી કહે છે કે વિનય વડો સંસારમાં ગુણમાટે અધિકારી રે ... વિનયગુણ સર્વશ્રેષ્ઠ છે અને પ્રથમ સ્થાને છે, કારણકે આ બધા ગુણની સમજણ, આચરણની રીત, ગુણના સ્વરૂપનું જ્ઞાન, ગુણના નિયમો વગેરેની જાણકારી વિદ્યા, વિનયગુણ હોય તો આવે અને તેનો દુશ્મન અભિમાન દોષ ટળે તો વિનયગુણ પ્રાપ્ત થાય, માટે જ ઉદયરત્નજી કહે છે - રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે વિનય વિના વિદ્યા નહીં. પરમાત્મા મહાવીર પ્રભુની અંતિમ દર્શનાનો ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માંથી પહેલું અધ્યયન ‘વિનય’ નામનું અધ્યયન છે. અહમ્નો વિલય એટલે વિનયગુણોનો હિમાલય, એટલે વિનયવિસર્જનનું વિદ્યાલય, એટલે વિનયસિદ્ધિનું મહાલય, એટલે વિનય જે જીવને મોક્ષમાર્ગમાં વિશેષ પ્રકારે પ્રસ્થાન કરાવે તે છે વિનય. વિનયના સાત પ્રકાર બતાવ્યા છે. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મનથી વિનય, વચનથી વિનય, કાયાથી વિનય અને લોકાપચાર વિનય. વિનયના બે પ્રકાર પણ બતાવ્યા છેઃ લૌકિક વિનય અને લોકોત્તર વિનય. વિનયનાં લક્ષણો વિરુદ્ધ વર્તન તે અવિનય. અમ્મુઠ્ઠિઓ સૂત્રમાં અવિનયનાં લક્ષણ બાળજીવોને સમજાય એ રીતે બતાવાયાં છે, જે ગુરુને, વડીલને, ઉપકારીને કરેલા અવિનયની સમજ આપે છે. વિનયગુણ વિશે સંક્ષિપ્ત સમજૂતી પ્રસ્તાવના આપ્યા પછી મારા વિષય વિશે વિસ્તૃત વિવેચન લખ્યું છે. આજે વર્ગમાં શિક્ષણ મેળવનારાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષામાં બેસાડવામાં આવે તો આપણે જાણીએ છીએ કે પાસ થનારા કે ફર્સ્ટ ક્લાસમાં આવનારાની સંખ્યા ૪૦%થી વધારે જોવા મળતી નથી. તેની પાછળ અભ્યાસ ૧૫૮ ૦–

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115