Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 82
________________ 2 વિનયધર્મ ren લોકોત્તર વિનય” - પ્રકાશભાઈ શાહ જૈન દર્શનમાં આત્મશુદ્ધિ અર્થે અનેક સાધનાઓ તથા ક્રિયાઓ દર્શાવેલ છે. તેનું પ્રયોજન એ છે કે આત્માના અનંતગુણો પરનાં આવરણો દૂર થાય અને આત્મસિદ્ધિનું લક્ષ પ્રાપ્ત થાય તે માટેનો મૂળ ગુણ એ વિનયગુણ બતાવવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યાયોમાં સૌથી પ્રથમ વિનય અધ્યયન છે. વિનયગુણને પ્રથમ સ્થાને રાખીને પ્રભુએ તેનું માહાત્મ્ય બતાવ્યું છે. આત્મિક સાધના કરતી વખતે સૌથી પ્રથમ સાધકે શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી ? અનંતકાળમાં અનંતવાર, અનંતપ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થઈ ? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે વિનયગુણને બરાબર સમજવો જરૂરી છે. વિનય એટલે સમર્પણ, વિનય એટલે ભક્તિ, વિનય એટલે આજ્ઞાનું આરાધન. વિનયગુણને બે ભાગમાં વહેંચીએ તો કહી શકાય કે (૧) લૌકિક વિનય અને (૨) લોકોત્તર વિનય. લૌકિક વિનય : વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે સંતાનોનો માતા-પિતા પ્રત્યે, નોકરનો શેઠ પ્રત્યે, વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યે પોતાનો શક્ય વિનય કરતા હોય છે. આ પ્રકારના વિનયમાં કાંઈક અંશે દંભ તથા સ્વાર્થ પણ હોઈ શકે છે. એક પોલીસ હવાલદાર પોતાના ઉપરી કમિશનરનો વિનય કરે ત્યારે ત્યાં પરાધીનતા પણ દેખાતી હોય છે. આજે તો શિષ્ય-ગુરુના સંબંધોમાં પણ નિસ્વાર્થપણું દેખાતું નથી. દંભી વિનયમાં ખાસ કરીને રાજકારણીઓના જાહેરમાં પ્રજા સાથેના વ્યવહારને ગણાવી શકાય. જાહેરસભામાં બે હાથ જોડી, કમરેથી વાંકા વળીને નમસ્કાર કરતા રાજકારણીઓના દંભી વિનયને કોણ નથી જાણતું ? લૌકિક વિનય પણ સારી વાત છે, પરંતુ તેનાં પરિણામ ભાવ આધારિત છે, તેની અસર ટૂંક સમયની હોય છે, કસોટીના સમયમાં બરાબર સમજાય છે. અવિનયી તો બગડેલા દૂધ જેવો છે. છાસમાંથી પણ જાય. ભલે તે ધર્માત્મા હોય, પણ વિનયી ગૃહસ્થ તેના કરતાં ઘણો સારો છે. આવા વિનયધર્મમાં લૌકિક વિનય કરતાં લોકોત્તર વિનયનું મહત્ત્વ સમજવા જેવું છે. ૧૫૫ Á વિનયધર્મ લોકોત્તર વિનય : S આ લોકોત્તર વિનયનું બીજું નામ ‘અલૌકિક વિનય’ કે ‘સ્વઆત્મ વિનય’ પણ આપી શકાય. આપણે સૌપ્રથમ પોતાના આત્મા પ્રત્યેનો વિનય ચૂક્યા છીએ. અનંતકાળથી સ્વઆત્માને કર્મબંધની જંજીરોમાં જકડી રાખીને તેને મુક્ત કરવાને બદલે ભાવપરિભ્રમણનાં ચક્કરમાં ફસાવી દીધો છે. પરમાર્થમાર્ગ સમજવાનો વિનય ચૂક્યા, જે વિનયમાં લોકોત્તર વિનય પ્રગટે છે તેનો અનાદર આત્માર્થી ન કરે. તીર્થંકરો આદિ કેવળી ભગવંતોએ તેમના દિવ્યધ્વનિમાં લોકોત્તર વિનયમાર્ગ ભાખ્યો છે. સન્દેવ-ગુરુ-ધર્મના વિનયમાં સુપાત્ર જીવ ઢળી પડે છે. સુજાતવંત શિષ્ય-મુમુક્ષુ સન્દેવ-ગુરુ-ધર્મનું આદર-બહુમાન કરશે. તેની વાણી કે વર્તનમાં અહંપણાનો અંશ પણ ન હોય. સત્નો વિનય તો સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે. આવા વિનયવંત સાધક જો લોકોત્તર વિનયના માર્ગે પુરુષાર્થ બરાબર ન ઊપડે તો બીજાનો કે નિમિત્તનો દોષ ન કાઢે. પોતાની નબળાઈ જાણે અને રત્નત્રયની આરાધનામાં વધારે જોર લગાવે. તેનો પર્યાય ઉપાય પ્રામાણિકપણે જેમ છે તેમ તે સમજશે. માનના કષાયને દૂર કરવાનો ખરો ઉપાય વિનયગુણને પ્રગટાવવો તે છે. તમામ પ્રકારની સાધનાઓ જેમ કે દયાજની સાધના હોય કે મંત્ર-જાપની હોય, સ્વાધ્યાયની હોય કે તત્ત્વચિંતનની હોય, પૂજા-પાઠની હોય કે ભક્તિની હોય, પરંતુ તેના પાયામાં જો વિનયગુણ નહીં હોય અને સ્વછંદ નિર્ગુણ નહીં થયો હોય તો બધી સાધના નિષ્ફળ જાય છે. ગુરુ અને શિષ્યને જોડનારી મજબૂત કડી તે ‘વિનય’ છે. શિષ્ય પાસે વિનયની મૂડી જોઈએ અને ગુરુ પાસે નિરપેક્ષતા. વૈયાવચ્ચ એ વિનયમાંથી વહેતી થયેલી ગંગા છે. ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને વંદન કર્યા. ઉપદેશ આપનારા ગુરુ પાછળ રહ્યા અને ઉપદેશ ગ્રહણ કરનાર શિષ્ય સર્વજ્ઞ બન્યા. ગુરુને ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે તો પોતાની સેવા છોડાવી તે શિષ્યની સેવા કરવા લાગી જાય. આવો લોકોત્તર વિનયનો માર્ગ છે. અહો! અદ્ભુત કે “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન'', પરંતુ આ તબક્કે પરાકાષ્ઠા તો જુઓ કે કેવળી ભગવંત પણ પોતાના છદ્મસ્થ અવસ્થાના ગુરુનો વિનય કે વૈયાવચ્ચ કરવાનું ચૂકતા નથી. સદ્ગુરુ અને શિષ્યનું જોડાણ માત્ર જ્ઞાનથી નહીં થાય, માત્ર વૃત્તથી નહીં થાય, એ બન્નેનું જોડાણ માત્ર લોકોત્તર વિનયગુણથી જ થશે. વિનય એટલે શ્રદ્ધાની અભિવ્યક્તિ. સદ્ગુરુ પ્રત્યે પ્રેમ કરવાની જે રીત તે વિનય. ૧૫૬

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115