Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
© ©4 વિનયધર્મ @ @ પૂર્ણ બનતો નથી. સદાચારમાં નમ્રતાને વિનય ગણ્યો છે, પરંતુ જૈન દાર્શનિકોએ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં વિનય અને નમ્રતાની પાતળી ભેદરેખાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, નમ્રતા-નમવું તે તો શિષ્ટાચાર વ્યવહાર છે, એ તો બાહ્યાચાર છે,
જ્યારે વિનયમાં આંતરિક ભાવ અભિપ્રેત છે. શિષ્ટાચારમાં દંભ કે અહંકાર હોવાની શક્યતા રહેલી છે. બુદ્ધિ સાથેના અહંકારનો મૃત્યુઘંટ વાગે ત્યારે જ વિનયના જન્મની મધુર ઘંટડીનો રણકાર સાંભળી શકાય છે. માત્ર પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાનો છંદ ભાવ મટે તો જ વિનયભાવ પ્રગટે. આત્મવિકાસનો અભ્યદય વિનયના અરૂણોદય વિના શક્ય નથી.
વિવેકવાન પુરુષો જીવનમાં વિનયભાવ પ્રગટાવવા માટે પોતાને શુન્ય ગણે એટલે સ્વયં લઘુતાભાવની અનુભૂતિ કરે છે. જ્યારે આપણામાં વિનયભાવ આવે ત્યારે ગમા-અણગમા શૂન્ય થવા લાગે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભે સારાસારની સમજ એટલે વિવેક. વિવેક હૃદયનો વિષય છે. વિચાર બુદ્ધિની નીપજ છે. વિવેક હૃદયની પ્રસ્તુતિ છે તો વિચાર મસ્તકની ઊપજ છે. વિચાર અધૂરો, અપૂર્ણ અને અપંગ છે. વિવેક પૂર્ણતા તરફ જવાનો રાજમાર્ગ છે.
વિવેક, વિનય અને જયણા સહોદર છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. વિવેકમાં આત્મજાગૃતિ અભિપ્રેત ઉપયોગ એટલે જયણાધર્મ.
પાણીમાં ડૂબકી લગાવતાં પહેલાં આખા શરીરે હળદર ચોળવાથી પાણીના ઝેરીલા, ડંખ મારવાવાળા જંતુઓથી બચી શકાય છે. સંસારસાગરમાં ડૂબકી મારતા આપણા જેવા જીવો વિવેકરૂપી હળદરથી પરિપુ કષાયોથી બચી શકે.
જીવનના રોજબરોજના પ્રસંગોમાં વિવેકયુક્ત આચરણ વિસંવાદિતા ટાળી સાંમજસ્યનું સર્જન કરે છે.
વર્ષો પહેલાં વડોદરામાં ગુજરાતી સાહિત્યનો એક કાર્યક્રમ સાહિત્યકાર કિસનસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં તે સમયના જાણીતા નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ બોલવા ઊભા થયા. મહાનુભાવોને સંબોધન કરતી વખતે તેમણે કિસનસિંહ ચાવડાને માત્ર ‘કિસન’ એવું સંબોધન કર્યું. તેમના વક્તવ્ય પછી એ બેસી ગયા. કોઈએ ૨. વ. દેસાઈને કહ્યું કે, હું માનું છું કે કિસનસિંહ ચાવડા ઉંમરમાં તમારાથી નાના હશે એટલે તમે ‘કિસન’ એવું સંબોધન કર્યું, પરંતુ આજની સભાના એ પ્રમુખ છે. ૨. વ. દેસાઈને પોતાની ભૂલ
છ
Q4 વિનયધર્મ CCT સમજાઈ અને તેમણે જાહેરમાં એકરાર કર્યો કે, ‘આજની સભાના પ્રમુખ શ્રી કિસનસિંહ ચાવડાને આત્મીયતા અને લાગણીના આવેગોને કારણે મેં ‘કિસન” એ રીતે સંબોધન કર્યું જે સર્વથા યોગ્ય નથી.” અહીં આંતરિક વિનય પાળવાનું પ્રાગટ્ય અભિપ્રેત છે.
પ્રમુખસ્થાનેથી પોતાના વક્તવ્યમાં કિસનસિંહ ચાવડાએ કહ્યું કે, “આદરણીય શ્રી ૨. વ. દેસાઈ, આપે ‘કિસનસિંહને બદલે ‘કિસન’ એવું સંબોધન કરી મારામાં રહેલા ‘પશુને દૂર કર્યો. ‘પશુતા'ને બદલે ‘પ્રભુતા’ ‘કિસન’ ‘કૃષ્ણ’ તરફ લઈ જવા બદલ આભાર.” કિસનસિંહના વિવેકસહ વિનયની અભિવ્યક્તિથી સભામાં હળવાશ અને હાસ્યનું મોજું ફરી વળ્યું અને સભામાં પ્રસન્નતા છવાઈ ગઈ.
હિત, મિત ને પ્રિય બોલવું એને વાણીનું તપ કહ્યું છે.
અહીં પ્રિય એટલે ‘કર્ણપ્રિય’. કાનને ગમે તેવા વચનો બોલવા તેવો માત્ર સ્થૂળ અર્થ નથી. પ્રિય એટલે વિનય-વિવેકસહ આત્મહિત, આત્મકલ્યાણનાં વચનો એવો અર્થ થાય છે.
વિચારયુક્ત બુદ્ધિમાં જીવે તે બુદ્ધ બની શકે, પરંતુ વિવેકથી જીવે તે બુદ્ધ બની શકે છે. માટે જીવનનો નિર્ણય વિચારથી નહીં વિવેકથી કરવો જોઈએ.
સમતાને સિદ્ધપદની પ્રાપ્તિનું પરમસાધન માનવામાં આવ્યું છે. સમતા જીવનમાં આવે કઈ રીતે ? સ્વ પરનો વાસ્તવિક વિવેક ન જન્મે ત્યાં સુધી સાચી સમતાની પ્રાપ્તિ થવી અશક્ય છે. જિનેશ્વરદેવોએ ફરમાવ્યા મુજબનો સ્વ પરનો વિવેક જીવનમાં આવી જાય તો સમતાની પ્રાપ્તિ થઈ જાય છે. માટે વિવેક એ સિદ્ધત્વની યાત્રામાં દીવાદાંડીરૂપ છે.
જ્ઞાનીપુરષો સ્વ પરનો વિવેક થયો છે કે નહીં તેની ખાતરી કરવાનું કહે છે. એવા વિવકને પામેલો આત્મા જે મજેમ વિવેકની માત્રા વધે તેમતેમ આત્મહિતકારી પ્રવૃત્તિઓ તરફ ઢળતો જાય છે. પર વસ્તુઓથી પાછો હઠતો જાય છે. આત્મા બહિર્મુખ મટીને અંતર્મુખ બને. સ્વ પરનો આવેલો વિવેક તો જ સફળ ગણાય જો તે આત્માને પરથી પાછો હઠાવી સ્વ સ્વરૂપમાં લીન બનાવે. આ રીતે જોતાં આત્માને સ્વ પરનો વાસ્તવિક વિવેક થયો છે કે નહિ તે સમજી શકાય. વિવેકપ્રાપ્તિની આ પારાશીશી છે.
વ્યવહારિક જીવનની સફળતામાં વિનય-વિવેક કેન્દ્રસ્થાને છે, તો ધર્મના શાસનનો પ્રાણ વિવેક છે. માટે જ્ઞાનીઓ કહે છે ધર્મ વિવેકે નીપજે.
જ ૯૬ -

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115