________________
વિનયધર્મ
अतितृष्णा न कर्तव्या, तृष्णां नैव परित्यजेत् । शनैः शनैश्च भोक्तव्यं, स्वयं वित्तमुपार्जितम् ॥
આનો ભાવાર્થ એ છે કે અધિક ઈચ્છાઓ કરવી ના જોઈએ. વળી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ પણ ન કરવો જોઈએ. સ્વ-ઉપાર્જિત ધનનો ઉપભોગ ધીમેધીમે કરવો જોઈએ. આપસમાં થોડી વિપરીત લાગતી આ બે બાબતો વચ્ચે જે સાંમજસ્ય કરાવે છે તે છે વિનય. આચાર, કર્તવ્યપાલન એવું કાર્ય કરતી વેળાએ દાખવાતું નમ્રતાપૂર્ણ સૌજન્યશીલ વર્તન વિનય છે. અંગ્રેજીમાં જેને humility, modesty કે politeness કહે છે તે આત્માનો એક અપૂર્વ સદ્ગુણ છે. મોક્ષપ્રાપ્તિ માટે જ સમ્યગ્ દર્શન (right faith), સમ્યગ્ જ્ઞાન (right knowledge) અને સમ્યગ્ ચારિત્ર (right conduct)ની રત્નત્રયી સંપાદન કરવી આવશ્યક કહી છે તેની પ્રથમ અને પરમ પૂર્વશરત છે વિનયગુણનું આત્મામાંથી
પ્રાકટ્ય.
એક સુભાષિત જોઈએઃ
વિનય.
reen
અષ્ટકર્મવિનાશક જડીબુટ્ટી તરીકે ‘વિનય’ને શાસ્ત્રોમાં સ્થાન મળ્યું છે. જીવમાત્ર પરત્વે સ્નેહાદરની અનુભૂતિ, નમ્રતાપૂર્વકનું જ્ઞાન, વિનમ્ર વાણી ને અણિશુદ્ધ ચારિત્ર્ય પણ વિનય થકી જ સંભવે છે. ઉદ્ધતાઈનું મૂળ અહંકાર છે. વડીલોની સામે ઉદ્ધતાઈ કરનાર બાળક અધ્યાપક સમક્ષ શાંત થઈ જાય છે તે છે વિનય. તે અહંકારનો પ્રતિપક્ષ ગુણ છે. ગુરુ કર્યા વિના વિનય પ્રગટી ન શકે. હૃદયમાં રહેલ અહંકાર ગુરુસ્વીકારથી જ જાય છે. વિષય-કષાયોને અનંતદુઃખસ્વરૂપ અને બંધનનાં કારણરૂપ સમજીને તેના તરફ પૂર્ણ અરુચિવાળા થવું તે શીખવે છે વિનય. જીવનનું અંતિમ પ્રયોજન જો મોક્ષ છે તો તેનું સાધન છે વિનય. તે જન્મે છે સમાહિત ચિત્તમાં, જે અચંચળ ને એકાગ્ર છે.
વિનયના પ્રકારોઃ
વિનયના મુખ્ય બે પ્રકાર છેઃ દ્રવ્ય વિનય કે વ્યવહાર વિનય અને ભાવ
દ્રવ્ય વિનય કે વ્યવહાર વિનયઃ
નેતર, સુવર્ણ વગેરે જેવી વસ્તુઓ વાળવાથી વળે તેતે વસ્તુઓનો દ્રવ્ય વિનય જાણવો. દ્રવ્ય વિનયને વ્યવહાર વિનય તરીકે વિચારી શકાય. વ્યવહાર વિનય એટલે દેખાવ પૂરતું કરવા માટે કરાતો વિનય, જેમ કે નોકર શેઠનો વિનય
૧૧૩
CS વિનયધર્મ મ
કરે, શેઠ ગ્રાહકનો વિનય કરે જે ફક્ત સ્વાર્થ ખાતર, ભાવ વિના નમ્રભાવથી ચેષ્ટા સ્વરૂપ વિનય, ગુરુજન-માતા-પિતા-વડીલોની ભક્તિ, રુગ્ણ-બાલ-તપસ્વીની સેવા, ગુરુજનો માટે શિષ્ય ગોચરી વહોરી લાવે તે, વગેરે ક્રિયાત્મક વ્યવહાર વિનય છે.
વ્યવહાર વિનયના અન્ય બે પેટાવિભાગો:
વ્યવહારશુદ્ધિ અને લૌકિક કલ્યાણ અર્થે કરાતા વર્તનના વળી અન્ય બે પેટાવિભાગો કહ્યા છેઃ પ્રથમ છે ઔપચારિક વિનય ને દ્વિતીય છે સ્વાર્થિક વિનય. ઔપચારિક વિનય ઃ
शास्त्रं बोधाय दानाय धन धर्माय जीवितम् । कायः परोपकाराय, धारयन्ति विवेकिनः ॥ श्री धर्मकल्पद्रुम
શ્રી ધર્મકદ્રુમમાં કહ્યું છે કે વિવેકીજનો શાસ્ત્રને બોધ માટે, ધનને દાન માટે, આયુષ્યને ધર્મકરણી માટે તથા શરીરને પરોપકાર કરવા માટે જ ધારણ કરે છે. ઔપચારિક વિનય એટલે જ આ વિવેક. લોકનું આવર્જન, ઔચિત્ય કરવું, વડીલો સામે ભાવપૂર્વક ઊભા થઈ હાથ જોડવા, આસન આપવું, અતિથિઓને પૂજવા, વૈભવ અનુસારે ઈષ્ટદેવની પૂજા વગેરે ક્રિયાઓ કરવી ઔપચારિક વિનય છે. સમાજમાં પોતાની છાપ ખરડાય નહીં કે લોકોની નજરમાં નીચા પડાય નહીં તે માટે ફક્ત આડંબર અર્થે કરાતા વિનયને અહીં સમાવાયો છે. ઔપચારિક વિનયમાં ક્યારેક ભયનું પાસું પણ દેખાતું હોય છે. નોકર શેઠનો વિનય કરે તે ડરથી પણ હોઈ શકે. નોકરી છૂટી જવાનું કારણ એમાં ભળેલ હોઈ શકે. ઔપચારિક વિનયનું ફળ નિમ્નકોટિનું ને ફક્ત આલોકમાં જ મળે છે.
ધર્માચાર્ય, માતા-પિતાદિ નવની સાથે ઉચિત આચરણ કરે, ચોમાસામાં વિશેષ વ્રત-નિયમ કરે, ચૈત્યપરિપાટી કરે, હળ-ગાડાં ગ્રામાન્તર ન કરે, વર્ષાઋતુમાં બહુ જીવ ઉત્પન્ન થાય છે માટે સર્વ વસ્તુ શોધન કરી વાપરે, સચિત ત્યાગ કરે (કેમકે શ્રાવકને નિરવદ્ય-નિર્જીવ-પરિમિત આહાર કરવો કહ્યો છે), તે ઘણી સ્થિરતાએ નહીં તેમ જ ઘણી ઉતાવળથી જમે નહીં, એઠું ન મૂકે, રોજ સ્ત્રી, પુત્રાદિકને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્રાદિક આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરી તેની ખબર લે આદિ વ્યવહાર વિનય છે.
વ્યવહાર વિનયમાં સમાવિષ્ટ એવા શુકનશાસ્ત્રમાં દેશાંતરે જતાં કેવી રીતે વર્તવું તે કહ્યું છે કેઃ કલ્યાણ મંગલકારી નમસ્કાર મહામંત્ર તથા ગૌતમસ્વામીનું
- ૧૧૪ -