Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
©©ન્દ્ર વિનયધર્મ ©©s વ્યવહાર વિનય અને ભાવ વિનય
- ભારતી દીપક મહેતા. એક સંસારી જીવ જ્યારે પ્રશ્ન કરે છે કે અવિનયથી અને વિનયથી જીવની દૃષ્ટિમાં ફરક શું હોય છે? ત્યારે સમાધાન અર્પતા જ્ઞાનગુરુ જ્ઞાનસાર ગ્રંથની ટીકામાં બન્નેની દૃષ્ટિનો તફાવત બતાવતાં કહે છેઃ
मोही मोहात् जीवः परवस्तु आत्मत्वेन जानन्
आरोपजं सुखं सुखत्वेन अनुभवति,
भेदज्ञानी तु आरोपजं सुखं दुःखत्वेन अनुभवति। મોહમૂઢ કે અવિનયી જીવ પરપદાર્થોને પોતાના જાણતો છતાં આરોપિત સુખને એટલે કે જે વાસ્તવમાં સુખ નથી, પણ દુઃખરૂપ છે ને જેનાથી માત્ર દુઃખનો ઘટાડો થાય છે, પણ સુખ મળતું નથી તેવા પરપદાર્થને સુખ તરીકે અનુભવે છે. જ્યારે ભેદજ્ઞાની કે વિનયી આત્મા તે આરોપિત સુખને દુ:ખ તરીકે અનુભવે છે-દુઃખ તરીકે જ જુએ છે. ટૂંકમાં જે દુઃખમય, દુઃખફલક, દુઃખાનુબંધી, પરાધીન, આરોપિત, દુઃખમિશ્રિત, અપૂર્ણ, અલ્પકાલીન, ભ્રામક, દુર્ગતિના બીજભૂત અને અનિશ્ચિતતાઓથી વ્યાપ્ત એવાં પૌલિક સુખોને સુખ તરીકે જુએ છે, તે અવિનય છે અને સંસારમાં મહાદુઃખી છે. આવો આત્મા મોક્ષથી દૂર છે.
સંસ્કૃત સુભાષિતોમાં મૂર્ખ લોકોનાં પાંચ લક્ષણો જોવા મળે છેઃ ગર્વ, અપશબ્દ, ક્રોધ, હઠ અને પરવાજેવુ અના:, એટલે જેઓ સારી વાતોનો અનાદર કરે છે. આ લક્ષણો કઈ રીતે દૂર થઈ શકે તે પૂછતાં એક સંત કહે છે કે તેઓમાં જો એક ‘વિનય’ગુણ આવી જાય તો મૂર્ખતા ટળે, કારણકે વિનયથી જ ગર્વ કે મિથ્યાહંકાર ઓગળી શકે, અપશબ્દ ના બોલાય તેવી સુબુદ્ધિ જન્મ, ક્રોધ સમતામાં અને હઠ ઉદારતાવાદી વલણમાં ફેરવાય અને બીજાની સારી વાતોનો આદર કરવાની પ્રતિભા પણ વિકસે વિનયથી જ. અંગ્રેજીમાં વિવેક એટલે Etiquete, વિનય એટલે અને પરમ વિનય અથવા ભાવ વિનય એટલે Absolute humbleness.
જ્ઞાનીભગવંતો ‘વિનય'નો અર્થ કરતાં કહે છે કેઃ વિશેષથી નમ્રભાવપૂર્વક પૂજ્યોની સેવા, ભક્તિ ને આજ્ઞાપાલન માટે યત્ન કરે તે વિનય. જ્ઞાનસારની
૧૧૧ -
© ©4વિનયધર્મ PC Cren ટીકામાં ‘વિનય'ની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે : સ્વ-પરબેરાનરૂપ: વિના: જેના દ્વારા સ્વ-પર વચ્ચેના ભેદનું જ્ઞાન થાય, અર્થાત્ આત્માનું પોતાનું શું ને પાર શું એની ભેદરેખા જેનાથી સ્પષ્ટ થાય છે તેને ‘વિનય’ કહેવાય છે.
- વિનય શીખવે છે કે બોલવામાં નવ ગુણઃ વખત પર બોલવું, વખતસર, તપાસ વેળાએ, વસ્તુસ્થિતિ માટે, ખરું-ખોટું નક્કી કરવા, ખો-ખોટો કોણ તે જાણવા, ન્યાય-અન્યાય વખતે, ખરા-ખોટાના આક્ષેપ વખતે અને કલંક વખતે બોલવાથી લાભ થાય. ક્યાં-ક્યારે-કેટલું-કેવું બોલવું-ક્યારે ચૂપ રહેવું તે પણ શીખવે છે વિનય. જાણે-અજાણે, પોતાના કે બીજાના ઘાતક ન બની જવાય તેનું ધ્યાન રાખવું તે છે વિનય. માનસિક શાંતિનો અગ્રદૂત છે વિનય. વાણી એ આત્માની શક્તિ છે. માણસ જ્યારે આત્માની નજીક રહીને બોલે ત્યારે એની વાણી જુ દી જ તરી આવે છે. એવી વાણી સાંભળનારના હૃદયમાં વિશ્વાસને જન્માવતી હોય છે, પણ આ સમજણ આપે છે વિનય. બીજાની ભૂલોને ભૂલી જવી તે ઉદારતા અને પોતાની ભૂલોને ઓળખી લઈ તેની ક્ષમા માગવી તે છે નમ્રતા - કિન્તુ બંનેનો સરવાળો એટલે વિનય.
સાધનાના બળે અંતરમાં જાગી ઊઠેલી કરુણા અને મૈત્રીની ભાવનાઓનો અમલ કરી બતાવનારી ગુણવિભૂતિ એટલે અહિંસા અને અમારિની ભાવના. પોતાના નિમિત્તે બીજાને દુ:ખ ન પહોંચાડવું અને બીજાના સુખ માટે તથા સંકટનિવારણ માટે તન-મન-ધનથી ઘસાવું એ તેનું હાર્દ છે. તીર્થકરો વિનયગુણ દ્વારા જ આ રહસ્યને સમજીને આચરી શકે છે.
વિશ્વમાં પ્રવર્તતા બે માર્ગોમાં એક છે સંસારમાર્ગ અને બીજો છે. અધ્યાત્મમાર્ગ. વિનય હોય તેને ત્વરિત જ્ઞાન થાય છે કે મારે શાશ્વત તત્ત્વોની જ ઉપાસના કરવી રહી. તેનાથી જ પ્રાંતે ગુણસમૃદ્ધિ થકી સદ્ગતિની પરંપરા સર્જાશે અને પરમઅનંતસુખરૂપ પંચમગતિ પ્રાપ્ત થશે. આથી વિનય કે ળવ્યા વિના અધ્યાત્મમાર્ગની સાચી સાધના થઈ શકતી નથી.
અધ્યાત્મસાર ગ્રંથમાં પણ અધ્યાત્મપ્રાપ્તિ અને શુદ્ધિના જે ૩૩ ઉપાયો શાસ્ત્રમાં જણાવ્યા છે તેમાં આગમ દ્વારા તત્ત્વનો નિશ્ચય કરવો, લોકસંજ્ઞાનો ત્યાગ કરવો, શ્રદ્ધા કેળવીને દૃઢ કરવી એ પછીનો ચોથો ઉપાય છે વિનય કેળવવો. વિનયથી નિપજેલો રસ નિરવધિ હોય છે. કોઈ પણ ગ્રંથકર્તાની લઘુતા એ તેમના વિનયગુણની જ સર્વોત્કૃષ્ટતા દર્શાવે છે.
૨ ૧૧૨ -

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115