________________
reÁ વિનયધર્મ
Cre
વાર્તા સં. ૧૬૪૧માં જૈન સાધુકવિ હરજીમુનિએ ‘વિનોદ ચોત્રીસી'માં આપી છે. એક જ ગુરુના બે શિષ્યો બીજે ગામ જઈ રહ્યા છે. ત્યારે એક શિષ્યે માર્ગમાં જોયેલાં દશ્યો અંગે જેજે આગાહીઓ કરી તે બધી જ સાચી પડે છે, જ્યારે બીજા શિષ્યે એક વૃદ્ધાનો પ્રવાસે ગયેલો પુત્ર એને ક્યારે મળશે તે અંગે કરેલી અશુભ આગાહી તદ્દન ખોટી પડે છે. આથી આ બીજા શિષ્યને એના ગુરુ પ્રત્યે દ્વેષ પેદા થાય છે કે મારા ગુરુએ પેલા શિષ્યને સારી રીતે જ્ઞાન આપ્યું ને મને કાંઈ જ્ઞાન આપ્યું નહીં. ગુરુને આની જાણ થતાં તેઓ આ બીજા શિષ્યને શિખામણ આપતાં કહે છે કે, મેં તો તમો બન્ને શિષ્યોને એકસરખી વિદ્યા આપી છે, પણ એક શિષ્ય વિનયવંત હોવાને કારણે તમામ વિદ્યા સુયોગ્ય રીતે ગ્રહણ કરી શક્યો, જ્યારે તું અવિનીત હોવાને કારણે તારાથી વિદ્યા ગ્રહણ કરી શકાઈ નહીં.’
વિક્રમના ૧૭-૧૮ના સૈકામાં થયેલા ઉપા. યશોવિજયજી રચિત ૧૨ ઢાળની ‘સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય'ની ત્રીજી ઢાળ ‘વિનય' વિષયક છે. એમાં તેઓ લખે છે – ‘ચતુર નર! સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમક્તિસાર.’ આ પંક્તિમાં વિનયને સમક્તિસારની પ્રાપ્તિ માટે આવશ્યક ગણ્યો છે.
પાંચ ભેદ એ દશ તણોજી વિનય કરે અનુકૂલ, સિંચે તેહ સુધરસે, ધર્મવૃક્ષનું મૂલ.'
ઉપાધ્યાયજીએ અહીં વિનયને ધર્મવૃક્ષનું મૂળ કહ્યો છે. એમણે ‘પાંચ કુગુરુની સજ્ઝાય'ની ઢાળોમાં પાસત્થા, ઉસન્ના, કુશીલ, સંસક્ત અને યથાદ એ પાંચ પ્રકારના સુગુરુઓનું જે વર્ણન કર્યું છે એમાં એક યા બીજી રીતે અવિનીતતા સંકળાયેલી છે. દા.ત. યથાછંદ સાધુ માટે કવિ કહે છે - નિજમતિ કલ્પિત જનને ભાખે, ગારવ રસમાં માચે
યથાછંદ ગૃહિકાજ કરતો, નવનવ રૂપે રાચે રે.'
કવિ ‘અમૃતવેલની સજ્ઝાય'માં શિષ્યને હિતશિક્ષા આપતાં કહે છે – “કથન ગુરુનું સદા ભાવજે, આપ શોભાવજે વંશ રે,
હઠ પડઘો બોલ મત તાણજે, આણજે ચિત્તમાં સાન રે,
વિનયથી, દુઃખ નવિ બાંધસ્ય, વાધસ્યે જગતમાં માન રે.' ઉપાધ્યાયજીએ ‘૩૫ ગાથાના સીમંધર જિન સ્વવન”માં વિનય આદિ જે
૧૨૫
(વિનયધર્મ
કાંઈ સિદ્ધાંતોની વાત કરી છે તેનું આગમપ્રમાણ પણ આપે છે, જેમ કે... *નિત્ય ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે.’ ‘દશવૈકાલિક ગુરુ-શુશ્રુષા, તસ નિંદા-ફલ દાખ્યાં રે.’
વળી કહે છે ઃ ‘વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન-મૂલો રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભ સંગે અનુકૂલો રે.’
આ સ્તવનની બારમી ઢાળમાં ભાવશ્રાવકનાં ગુણલક્ષણો દર્શાવતાં કવિ કહે છે
*ઉદ્યમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય, અભિનિવેશી, રુચિ જિન આણ, ધરે પંચ ગુણ એક પ્રમાણ.' (ગુણવંત ભાવશ્રાવક સદા અનુષ્ઠાનમાં ઉદ્યમ કરે, સ્વાધ્યાય કરે, ગુરુ પ્રત્યે વિનય દાખવે, જિનાજ્ઞામાં રુચિ રાખે અને કદાગ્રહી ન બને).
૧૭મી સદીમાં થયેલા શ્રાવકકવિ ઋષભદાસે રચેલા ‘શ્રાદ્ધવિધિ રાસ’માં અગાઉના ધર્મગ્રંથોનો આધાર લેવાયો છે. રાસમાં વર્ણવેલાં છ પ્રકારનાં કૃત્યો અવશ્યપણે વિનયગુણ સાથે સંકળાયેલાં છે, જેમ કે દિનકૃત્યમાં રોજ સવારે ઊઠીને વડીલોને નમસ્કાર કરવા, પ્રભુદર્શનાર્થે જિનાલયમાં જતાં કેવીકેવી આશાતનાઓ રાખવી, ગુરુ પાસે કઈ રીતે જવું-વંદન કરવું-સુખશાતા પૂછવીઆ બધું વિનય સાથે સમન્વિત છે.
એ જ રીતે આ કવિએ ‘પૂજાવિધિ રાસ'માં પૂજાવિધિ કરતાં થયેલા અવિનય (અશાતના-વિરાધનાના અપરિહારનું)નું દૃષ્ટાંત આપ્યું છે
પોતે એક ચંડાલનો પુત્ર છે એવી પુણ્યસારને જાણ થતાં કેવલી ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછે છે. કેવલી જણાવે છે કે પુણ્યસારે પાછલા જન્મમાં જમીન પર પડેલું પુષ્પ લઈને પ્રભુજીની પૂજા કરેલી તેથી તે આ ભવમાં ચંડાલપુત્ર થયો. એ જ રીતે પુણ્યસારની માતાએ પૂર્વભવમાં રજસ્વલા છતાં પૂજા કરેલી તેથી આ ભવમાં ચંડાલણી થઈ.
વિક્રમની ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થયેલા પં. વીરવિજયજી કૃત ‘સામાયિકના
૩૨ દોષોની સજ્ઝાય’માં અવિનયદોષની વાત જ અંતર્ગત રહેલી છે. કવિ લખે છે -
સામાયિક અવિવેકે કરે, અર્થ વિચાર ન હૈંડ ધરે,
મન ઉદ્વેગ, ઇચ્છે યશ ઘણો, ન કરે વિનય વડેરા તણો. ૧૨૬૦