Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
©©ર્વે વિનયધર્મ PC©©
૧૨. આસન અથવા શય્યામાં બેઠાં બેઠાં ક્યારેય પણ ગુરુને કોઈ વાત પૂછતો નથી, પરંતુ તેમની સામે આવી, ઊભડક આસને બેસી અને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રશ્નો કરે છે.
આમ અનેક પ્રકારે તે વિનયવ્યવહાર આચરે છે. જેથી ગુરુભગવંતનું બહુમાન સતત જળવાય અને એમને ક્યારેય અવગડ ન પડે અને આ બધું માનાદિની ઇચ્છા વિના, માત્ર તેમના પ્રત્યે અત્યંત બહુમાન હોવાના કારણે કરે છે, કારણ ‘વિનય” એ કોઈ સામાજિક વ્યવહાર કે શિષ્ટાચાર નથી, કોઈ સ્વાર્થ સાવધાની યુક્તિ નથી. અહીં મુખ્ય હેતુ ગુરુની આજ્ઞાનું આરાધન કરવું, એમના વચનને અપ્રધાન ન કરવું એ છે. આ આરાધન માટે જે બહુમાન જોઈએ તે વિનયવ્યવહાર આપશે. પગ ન લગાડવો, ગુરુને તો નહીં, પણ ગુરુની કોઈ વસ્તુને કે ઉપકરણને પણ નહીં. ઉપકરણને પગ લગાડવો એ તો જઘન્ય આશાતના કીધી છે, પણ આજ્ઞાથી વિમુખ થવું એ તો ઉત્કૃષ્ટ આશાતના કીધી છે. તો મુખ્ય હેતુ છે આજ્ઞાનું આરાધન અને એના માટે વિનયવ્યવહાર do's and donts અર્થાત્ આમ કરવું અને આમ ન કરવું એ બતાવેલો છે.
વિનીત શિષ્ય સરળ, વિનમ્ર, અનાગ્રહી અને શાંત હોય છે. જ્યારે અવિનીત શિષ્ય કપટી, અહંકારી, આગ્રહી, કઠોર, વિદ્રોહી અને આક્રમક હોય છે. શિષ્ય દ્વારા હિતશિક્ષાનું પાલન ન થાય ત્યારે શરૂઆતમાં કોમળતાથી, પણ પછી જરૂર પડ્યે કઠોરતાથી ગુરુ તેને ટકોર કરે છે. વિનીત શિષ્ય ટકોર થાય ત્યારે પોતાને ભાગ્યશાળી સમજે છે, વિકલ્પ કરતો નથી. અવિનીત શિખ્ય do'sની આજ્ઞા પાળશે, dont'sની નહીં. અત્યંત વિનયવ્યવહાર કરશે, પણ કપટ કરી બધી આસક્તિ પૂરી કરશે. અને જ્યારે ટકોર થાય ત્યારે નારાજ, ક્રોધી થઈ જાય. એટલે વિનયવ્યવહાર કરતો હોય, પણ પરિચાવણા થાય ત્યારે એના પરિણામથી એકદમ વિચલિત થઈ જાય જ્યારે વિનીત શિષ્ય ગુરુની ટકોરથી નારાજ થયા વિના પોતાની ભૂલ તરફ દૃષ્ટિ કરે છે. અહંકારાદિથી ગુરુના દોષ શોધનાર થતો નથી. ઊલટું, ગુરુને નારાજ જોઈ ‘ફરી નહીં કરું' ઈત્યાદિ વચનોથી તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. હંમેશ સંયમધર્મને માન્ય હોય તથા પરંપરા અનુસાર જ્ઞાનીઓ દ્વારા માન્ય હોય તેવો વ્યવહાર જ આદરે છે. ગુરુના મનોગત તથા વાણીગત ભાવોને જાણી એ પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થાય છે અને એ કાર્યોને પૂર્ણ કરે છે અને ગુરુનો રાજીપો પ્રાપ્ત કરે છે. ગુરુ પણ પ્રસન્નતાથી એને શિક્ષાદાન આપે છે, બધાં શાસ્ત્રોનાં
૧૧૩૧ -
© © 4વિનયધર્મ PTC Cren રહસ્ય સમજાવે છે. આવી રીતે ગુરુગનની પ્રાપ્તિ એને થાય છે.
આસન તથા ભિક્ષાસંબંધી શિક્ષા આપતા ભગવાન ફરમાવે છે કે વિનીત શિષ્ય ગુરુના આસનથી નીચા તથા અલ્પમૂલ્યવાન આસન ઉપર શાંતપણે અને સ્થિરતાપૂર્વક બેસે છે. નિર્ધારિત સમયે ભિક્ષાર્થે નીકળે છે અને પાછો ફરે છે, છતાં પ્રત્યે તેમ જ તેમના ઘરે આવેલ અન્ય ભિક્ષુ આદિ પ્રત્યે સંવેદનશીલ રહી સંયમની જિનોક્ત મર્યાદાનુસાર યોગ્ય, પ્રાસુક આહાર પરિમિતપણે વહોરે છે તથા હિંસાદિથી બચી, આહારની પ્રશંસાયુક્ત પાપાનુમોદક ભાષા વાપર્યા વિના, ભગવાનની આજ્ઞા અનુસાર વિવેકપૂર્વક તથા સાવધાનીપૂર્વક ગોચરી વાપરે છે.
આ અધ્યયનના અંતે વિનયમાર્ગની આરાધનાથી શિષ્યને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ બતાવી છે:
૧. જગતમાં કીર્તિ-યશ ફેલાય ૨. સર્વ સદ્ગણોનો ભંડાર બને ૩. ગુરુનો રાજીપો પ્રાપ્ત કરે ૪. મોક્ષ પમાડનાર, શ્રુતજ્ઞાનનો લાભ મળે ૫. સ્વયં પૂજ્યશાસ્ત્ર, લોકસન્માનિત શાસ્ત્રજ્ઞાનયુક્ત બને ૬. સર્વ સંશયો નાશ પામે ૭. સમાધિદશા પ્રાપ્ત કરે ૮. તપ-સંયમના તેજથી તેજસ્વી બને ૯. અનેક લબ્ધિઓ મેળવે ૧૦. દેવ-ગાંધર્વ દ્વારા પૂજાય. ૧૧. મોક્ષ અથવા ઉચ્ચ દેવગતિ પામે
આવી રીતે જે સુભાગ્ય એટલે કે સુલભબોધિ જીવ છે, અર્થાત્ જે સમીપ મુક્તિગામી જીવ છે એ વિનયનું મહત્ત્વ સમજે છે અને આજ્ઞા આરાધન કરે છે, સ્વચ્છંદ વિરોધ કરે છે. વિનયથી શિષ્ય ગુરુના જ્ઞાનનો મહાદુર્લભ વારસો તથા અમૂલ્ય એવો રાજીપો પામે છે તે વિનયને આરાધી સહુ જીવો આત્મકલ્યાણ સાથે એ જ મંગલ ભાવના.
(જૈન દર્શનનાં વિદ્વાન રશ્મિબહેન ભેદાએ “જૈન યોગ’ વિષય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. તેઓ જૈનોલૉજીના કોર્સમાં જૈન દર્શનનો અભ્યાસ કરાવે છે).
+ ૧૩૨
–

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115