________________
4 વિનયધર્મ
Pe Cen અવિનીત શિષ્યનાં લક્ષણ, વિનયવ્યવહાર, વિનયગુણની આરાધના, ગુરુ પ્રત્યે વિનીત શિષ્યનું આચરણ, ગુરુનું શિષ્ય પ્રત્યે શિક્ષાદાન તથા અનુશાસન આ બધા મુદ્દાઓનું વર્ણન કર્યું છે અને અંતે આ વિનયમાર્ગની આરાધનાથી શિષ્યને શું ફળ મળે છે એ બતાવ્યું છે.
આ ‘વિનયશ્રુત’ અધ્યયનમાં શિષ્યનો ગુરુ પ્રત્યેનો વિનય વર્ણવેલો છે. ગુરનો વિનય એટલે જ્યાં Interaction થાય, અનુશાસન થાય. અનુશાસન એટલે પરિચોયણા થાય ત્યારે પણ નતમસ્તક રહેવું, હાથ જોડેલા રાખવા, આ બધા વ્યવહાર પરથી અંતરંગમાં કેવા ભાવ રાખવા જોઈએ, ગુરુનો વિનય ક્યારે આવે, તો ગુરુનું માહાભ્ય જયાં અંતરંગમાં હોય, વિનયગુણની આરાધનાથી સ્વચ્છંદ, પ્રમાદ, ઇંદ્રિય વિષયોની લોલુપતા, મિથ્યા આગ્રહ આ બધા દોષો ગુરુના અનુશાસનમાં રહેવાથી જાય. અનુશાસન એટલે ટકોર-એક મૃદુ, કોમળ અને બીજી કઠોર. કારણ સ્વછંદ દોષ એક મહાન દોષ છે, બીજા દોષોનો આધાર છે. જ્યાં સ્વચ્છંદ આવ્યો ત્યાં પોતાના દોષો દેખાતા નથી. સ્વચ્છેદ એટલે સ્વતંત્ર વિચારશ્રેણી. એમાંથી પોતાનું ધારેલું, ઇચ્છેલું, મનમાન્યું વર્તન શરૂ થશે. અંતઃકરણ કલુષિત થશે. સ્વચ્છંદી વર્તનના કારણે ધીમેધીમે બીજા દોષો ઉત્પન્ન થશે અને ગુરુના અનુશાસનને Practicalityના નામે ગૌણ કરતો જશે. એક સ્વચ્છંદ દોષ પ્રમાદને લાવશે, પ્રમાદ ઈન્દ્રિય લોલુપતાને લાવશે. એમ કરતાંકરતાં કેટલાય દોષો આવશે. જ્યારે ગુરુની આજ્ઞાથી પ્રતિકૂળ વર્તવાનું ચાલુ થશે એ ખયાલ પણ નહીં આવે, પણ એક વિનયગુણ ખીલવાથી આ બધા દોષો નીકળતા જશે અને વિનયગુણ બીજા ગુણોને લાવશે.
એટલે પ્રથમ તો વિનીત શિષ્ય અને અવિનીત શિષ્ય કેવો હોય એ દર્શાવ્યું છે. ગુરુની આજ્ઞાનુસાર વર્તનારો, દ્રવ્યથી અને ભાવથી ગુરુની સમીપ રહેનારો, સેવામાં તત્પર તથા ગુરુના ઈશારા તેમ જ મુખાકૃતિના ભાવો સમજવામાં કુશળ શિષ્ય ‘વિનીત’ શિષ્ય છે. જ્યારે આનાથી વિપરીત આચરણ કરનાર શિષ્ય ‘અવિનીત' છે. ગુરુજ્ઞાથી પ્રતિકૂળપણે વર્તનાર કુશીલ અને વાચાળ શિષ્યને, સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ટા ખાનાર ભૂંડની જેમ બધેથી અપમાનિત કરી કાઢી મૂકવામાં આવે છે. આવા શિષ્ય પ્રત્યે પણ કરુણાવંત ભગવાન વિનયધર્મમાં પ્રસ્થાપિત થવાની પ્રેરણા આપે છે અને સર્વ ગુણોના પાયારૂપ વિનયગુણની આરાધના કઈ રીતે કરવી એ માટે દસ હિતશિક્ષા ભગવાન આપે છે.
૧. વિનીત શિષ્ય ગુરુ પાસે હંમેશાં શાંત રહે. કષાયોને નિષ્ફળ કરે. ઉતાવળિયો
4 વિનયધર્મ PTC કે તણાવગ્રસ્ત ન બને
૨. વાચાળ ન બને
૩. આગમ-અભ્યાસાદિ સાર્થકમાં પ્રવૃત્ત રહે અને નિરર્થક વાતો વગેરેથી દૂર રહે
૪. ગુરુ દ્વારા શિક્ષા મળે ક્રોધિત ન થાય. કાયા-વચનથી તો નહીં જ, મનથી પણ પ્રતિક્રિયા ન કરે
પ. અન્ય પ્રત્યે ક્ષમાવંત રહે. વૈરબુદ્ધિ ન રાખે ૬. આચારહીનનો સંગ ટાળે. મજાક-મસ્તી થકી બુદ્ધિ ન બગાડે ૭. આવેશમાં અકાર્ય ન કરે ૮. હિત, મિત, પ્રિય વચન બોલે
૯. શાસ્ત્રોનો અને પોતાનાં પરિણામોનો સ્વાધ્યાય કરે. એકાંત મળે સ્વ સાથે જોડાયેલો રહે. એ રીતે સ્વાધ્યાય-ધ્યાનમાં મસ્ત રહે
૧૦. બાળક જેવી નિર્દોષતા હોવાથી કરેલી ભૂલ છુપાવે નહીં, આલોચના કરીને નિઃશલ્ય થાય
વિનય એ કેવળ બાહ્ય શિષ્ટાચાર નથી. આત્યંતર તપ છે. તપથી નિર્જરા અને નિર્જરાથી મોક્ષ છે. પોતાને મોક્ષમાર્ગે ચડાવનારા શ્રી ગુરુ પ્રત્યે વિનીત શિષ્ય વિવિધ પ્રકારે વિનયવ્યવહાર દાખવે છે તે ૧૨ પ્રકાર અહીં વર્ણવેલા છે.
૧. વિનીત શિષ્ય જાહેરમાં કે એકાંતમાં, વાણીથી કે પ્રવૃત્તિથી ક્યારેય ગુરુને આઘાત લાગે તેવું વર્તન કરતો નથી
૨. ગુરુના આસનની બાજુમાં લગોલગ બેસતો નથી ૩. ગુરુને પીઠ પડે તેમ આગળ બેસતો નથી ૪. ગુરુને આદેશ આપવામાં કષ્ટ પડે એ રીતે પાછળ બેસતો નથી ૫. બેઠાં બેઠાં ગુરુના આદેશનો સ્વીકાર કરતો નથી ૬. ગુરુ સમક્ષ કડક પલાંઠી વાળીને બેસતો નથી ૭. બંને હાથે શરીરને બાંધીને બેસતો નથી ૮. પગ લાંબા કરીને બેસેતો નથી ૯. ગુરુ બોલાવે ત્યારે મૌન નથી રહેતો ૧૦. ગુરુ અનેક વાર બોલાવે તોપણ કદી પણ બેસી નથી રહેતો ૧૧. ગુરુનો સાદ પડતાં આસન છોડી તેમના આદેશનો સાવધાનીથી સ્વીકાર