________________
૭૭ 4 વિનયધર્મ છn
પગ લાંબે બેસે અવિનીત, ઓઠિંગણ લે થાંભો ભીંત.’
આ પંક્તિઓ ક્લિાવિધિ, વડીલ અને શ્રુત પ્રત્યેની અવિનીતતાનો જ નિર્દેશ કરે છે.
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સર્જાયેલું છે, પરંતુ અહીં લંબાણભયે જુદાજુદા સમયગાળામાં રચાયેલી કેટલીક કૃતિઓને લક્ષમાં રાખી એમાં નિરૂપિત વિનયધર્મની વાત છે. વિનયની વાત કહેતાં કાંઈ પણ શ્રુતઅવિનય થયો હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું.
| (અમદાવાદસ્થિત કાંતિભાઈ બી. શાહે મધ્યકાલીન ગુર્જર સાહિત્ય પર ઘણું સંશોધનકાર્ય તથા સંપાદનકાર્ય ક્યું છે. તેઓ વિવિધ સાહિત્ય સત્રોમાં પેપર પ્રસ્તુત કરે છે).
અનંત કાળથી હું મારી સમજણ પ્રમાણે ચાલ્યો છું અને અંતે દુ:ખી જ થયો છું..
હે પ્રભુ ! હવે મારે તારી સમજણ પ્રમ ચાલીને સત્યના માર્ગ પર જવું છે...
મને ચોક્કસ વિશ્વાસ છે કે આ સત્યની રાહ મનતે પરમ સુખ સુધી પહોંચાડશે...
4 વિનયધર્મ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલો ‘વિનયધર્મ?
- ડૉ. રશ્મિ ભેદા શાસનનાયક ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી વીરપ્રભુની અંતિમવાણીરૂપે પ્રસિદ્ધ અને ૪૫ આગમોમાં મૂળસુત્ર તરીકે સન્માનિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જૈનાગમ સાહિત્યમાં અત્યંત ગૌરવવંતું છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં કુલ ૩૬ અધ્યયન છે એમાં સર્વ પ્રથમ અધ્યયન ‘વિનયશ્રુત’ છે. સુશિષ્યત્વની પ્રાપ્તિ અર્થે વિનયગુણની અનિવાર્યતા દર્શાવવા ભગવાને ૩૬ અધ્યયનમાં પ્રથમ સ્થાન વિનયને આપ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ અધ્યયન વિનય છે, દશવૈકાલિક સૂત્રનું નવમું અધ્યયન ‘વિનય' છે. આચારાંગ સૂત્રમં પણ ‘વિનય'નું વિવેચન કરેલું છે. મોક્ષની આરાધનાનું પ્રવેશદ્વાર વિનય છે. વિનય વિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના ચારિત્ર નહિ અને ચારિત્ર વિના મોક્ષ નહિ. મુક્તિના મંગલમંદિરનું પ્રથમ સોપાન વિનય છે. ધર્મની શરૂઆત જ વિનયથી થાય છે. મોક્ષમાર્ગમાં પ્રવેશ વિનયથી જ મળે છે. શિષ્યનું શિષ્યત્વ વિનયથી જ પ્રગટે છે. શિષ્ય માટે ગુરુનો વિનય એ મોક્ષનું મુખ્ય કારણ છે. વિનય વિના બધું એડા વિનાના મીંડા જેવું છે. વિનય વિના આધ્યાત્મિક વિકાસ નહિ, માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં શાસ્ત્રકારે પ્રથમ અધ્યયન ‘વિનય’ કહેલ છે.
‘વિનય’ એટલે વિશિષ્ટપણે, વિશેષતા તરફ લઈ જાય છે. કર્મનાશ તરફ પરિણતિને દોરી જાય તે વિનય. વિનય એટલે પગે લાગવું, ગુરુ ભગવંતનાં શરણ પખાળવાં, સાતા પૂછવી, એમના આહાર આદિની વ્યવસ્થા કરી આપવી એ વિનય છે. આવા વિનયગુરુનું દર્શન માત્ર વિનયવ્યવહારથી થતું હોવા છતાં એ માત્ર શરીરની ક્રિયાઓ પૂરતો સીમિત નથી, છતાં શરીરની ક્રિયાઓ જોઈને જ આપણે કોઈને વિનયવંત કહીએ છીએ અને કોઈને અવિનયવંત કહીએ છીએ. વિનયગુણ માત્ર શરીરનો ગુણ કે શરીરની ચેષ્ટા નથી, પણ એક અંતરંગ ભાવ છે. એક અર્પણતાનો ભાવ જાગ્યો છે એની નિશાની છે. વિનય એટલે આજ્ઞાધીનપણું, અહંકારનો - કર્મકૃત વ્યક્તિત્વનો વિલય. વિનયગુણથી સ્વચ્છંદ, પ્રમાદ આદિ અનેક દોષોનો નાશ થતો હોવાથી પ્રત્યેક મોક્ષાર્થીએ તેની આરાધના કરવી આવશ્યક છે. તોપણ કોઈ સુલભબોધિ જીવ જ વિનયમાર્ગનો અંતરંગ હેતુ સમજી આત્મકલ્યાણ સાધે છે. આવા પ્રજ્ઞાવંત જીવોના કલ્યાણ અર્થે ભગવાને આ અધ્યયનમાં વિનીત અને
છે ૧૨૮