Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
6 વિનયધર્મ
| - શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક -૧૮૭ : જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીનાં ચરણને નિરંતર સેવે છે અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે.
શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક-૨૦૯ :- તે પરમસત્ની જ અમો અનન્ય પ્રેમ અવિચ્છિત ભક્તિ ઈચ્છીએ છીએ.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક ૨ ૧૦:- બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવનાતો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૧૨ :- અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ.
- શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૩૦:- તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી.
(અમદાવાદસ્થિત જૈન દર્શનના અભ્યાસુ રીનાબહેન સ્વાધ્યાય - સત્સંગમાં ખૂબ રસ ધરાવે છે).
©©CQ વિનયધર્મ ©©n શ્રી ઉપદેશરહસ્ય-ગાથા-૧૫૩માં ‘શ્રી જ્ઞાનસાગર' પરિગ્રહાષ્ટક-શ્વોક-૨માં, પંડિતપ્રવર શ્રી ટોડરમલજી, ‘શ્રી મોક્ષમાર્ગપ્રકાશક* -અધિકાર-૯માં, શ્રી શુભચંદ્રાચાર્ય ‘શ્રી જ્ઞાનાર્ણવ’-સર્ગ-૪ શ્લોક-૫૭માં, શ્રી શિવકોટિ આચાર્ય શ્રી ‘ભગવતી આરાધના ગાથા’ ૧૩૧૪માં આ જ વાત કરે છે. તે અભ્યાસીઓએ ત્યાંથી અવલોકવું.
વિનયનું ફળ
શ્રીમદ્જી - ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક - ૫૫માં કહે છે. “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો. તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.”
જેની પાસે જે હોય તેની પાસેથી તે મળે એ ન્યાયે રાજાનો વિનય કરવાથી ધનસંપત્તિ મળે છે તેમ જ્ઞાનીપુરુષો, મુનિજનો કે ભગવાનનો વિનય કરવાથી આત્મજ્ઞાન, આત્મસમાધિ અને પરિપૂર્ણ આત્મસુખ મળે છે, તે પણ અનંતકાળ સુધી.
શ્રીમદ્દ જી એ કરેલ વિનય
જ્ઞાનીપુરુષો આપણને ફક્ત બોધ નથી આપતા, અપિતુ તેમના જીવનમાં જ જે તે બોધ હોય છે. એટલે કે ઉપદેશ કરતાં પણ પોતાના જીવનથી બોધ આપે છે. શ્રીમદ્જી જેવા મહાજ્ઞાની પુરુષમાં કેવો વિનય હતો! તે નીચેનાં વચનોથી જોઈએ.
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૮૭ : અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તત્ત્વોમાં કંઈ અપૂર્ણતા છે એમ તો નથી જ.
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૯૪:- બહુબહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હં વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો! જૈન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.
- શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક – ૪૩:- મારા ભણી મોહદશા નહીં રાખો. હું તો એક અલ્પશક્તિાવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સપુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે.
• ૧૦૯ -
હે ઉપકારક દ્રવ્યો !
આ દેહને યોગ્ય બનાવવા અનંત પાણીના અને વનસ્પતિના જીવોએ મૃત્યુ પામીને મારા દેહનું પોષણ કર્યું છે, વાયુના જીવોએ પોતાનું બલિદાન આપી શ્વાસ બની મને જીવંત રાખ્યો છે, કેટલાય પંચમહાભૂતોનાં દ્રવ્યોએ આ સાધનની સંભાળ માટે પોતાનું યોગદાન આપ્યું છે... હું એ સર્વ દ્રવ્યોનું ઉપકાર ભાવે ઋણ સ્વીકારું છું...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115