Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 57
________________ 6 4 વિનયધર્મ Pe Cen ગુરુજનો, વિદ્વાનો કે પોતાના સિનિયર્સનો પણ વિનય કરી શકતા નથી. તેનું પરિણામ વર્તમાનમાં પણ દુઃખ અને ભવિષ્યમાં તો અનંતુ દુ:ખ પ્રાપ્ત કરે છે. હાલના સમયમાં જે માનસિક રોગોનો વધારો થયો છે, તેનું આ પણ એક કારણ છે. વિનયગુણની આરાધનાશ્રીમદ્જીએ ‘વચનસપ્તશતીમાં કહ્યું છે, ૧૫૪ વિનયને આરાધી રહ્યું ૨૨૪ - અવિનય કરું નહીં. ૧૮૨ - નિરભિમાની થાઉં. ૪૭૩ - માનની અભિલાષા રાખું નહીં.” તેમજ શ્રી ઉપદેશનીયનોંધ - આંક - ૩૬માં કહ્યું છે, સમક્તિને આઠ મદમાંનો એકેય મદ ન હોય. (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમક્તિ ન થાય. આમ “શ્રી ઠાણાંગ સૂત્ર'માં કહ્યું છે. વિનયગુણનો નાશ કરનારા અભિમાનના જ્ઞાન, કુળ, જાતિ, બળ, તપ આદિ મુખ્ય આઠ પ્રકાર પ્રજ્ઞાવંત આચાર્યોએ પ્રરૂપ્યા છે, જે જાણવાથી વિનયગુણની આરાધના સરળ બની જાય છે અને ત્વરાથી તેમાં સફળતા મળે છે. આ આઠ પ્રકારના મદ નીચે પ્રમાણે છે. આ આઠ પ્રકારનાં અભિમાનથી સાધકની સાધનામાં ભંગ થાય છે. તેથી આ આઠ પ્રકારના મદનું યથાર્થ જ્ઞાન કરીને જીવનના વિવિધ પ્રસંગોમાં વર્તતી વખતે તંતે પ્રકારના અભિમાનનો ત્યાગ કરીને નમ્રતા ધારણ કરવાથી થોડા સમયમાં ઉત્તમ વિનયગુણ પ્રગટે છે. તે એવો કે, દાસ કહાવન કઠિન હૈ, મેં દાસન કો દાસ; અબ તો એસા હો રહે કિ પાંવ તલે કી ઘાસ. અભિમાની વ્યક્તિના લોકો વગરનારણે દુશ્મન બની જાય છે. વિનયવાન વ્યક્તિને શત્રુ પણ મિત્ર બની જાય છે. શ્રીમદ્જીએ પત્રાંક - ૯૨૫માં કહ્યું છે, “વિનયભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે'' તથા પત્રાંક - ૯૨૬માં કહ્યું છે, ‘‘મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે'', તથા વ્યાખ્યાનસાર – ૧-૧૮૦માં કહ્યું છે, માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી ૧૦૫ - © C C4 વિનયધર્મ cres શકાતા નથી અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી. ઉચ્ચ સાધકદશા માટે જરૂરી - પરમવિનય જીવ માત્ર સુખને ઈચ્છે છે, પણ સાચા સુખની તેને ખબર નથી. એટલે આખી જિંદગી ખોટા સુખની પાછળ હવાતિયાં મારે છે. હવે જે જીવને એવી સમજ આવી છે કે સાચું સુખ તો પોતાના આત્મામાં જ છે, એટલે કે પોતે જ અનંતસુખ સ્વરૂપ છે અને તેની પ્રાપ્તિ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્રરૂપ મોક્ષમાર્ગથી થાય છે તે રત્નત્રયમાં પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જરૂરી છે. માટે સમ્યગદર્શન પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ તે મુમુક્ષતા પ્રગટ કરે છે, પોતાના દોષ અપક્ષપાતે જુએ છે. અને યથાશક્તિ કાઢે છે, સ્વછંદ નામના મહાદોષને પણ યથાશક્તિ પરાજિત કરે છે. હજી આગળની ઉત્તમ સાધકદશા પ્રગટ કરવામાં તેને કયા કારણો નડે છે, તે વિષે શ્રીમદ્જી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક - ૨૫૪માં જણાવે છે. સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી 'માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમદેવતાની ઓછાઈ અને પદાર્થનો અનર્ણય.” વિષયના અનુસંધાનમાં અહીં આપણે પરમદેવતાની ઓછાઈ વિષે વિચારીશું. પરમદૈન્યતા એટલે પરમવિનય. તે વિષે શ્રીમજી આગળ જણાવે છે કે, સત્પષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમર્દન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે, અને પરમ જગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમદેવત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. પરમÀન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે. પોતાના પર ઉપકારની દૃષ્ટિએ ભગવાન કરતાં પણ સદગુરનું માહાભ્ય વધુ છે, કારણકે સદ્ગુરુ પ્રત્યક્ષ છે. તેઓ આપણને પ્રત્યક્ષ માર્ગદર્શન આપે છે. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે છે, ભગવાનનું સ્વરૂપ પણ તેઓ જ સમજાવે છે. એટલે જ અન્ય દર્શનમાં પણ કહ્યું કે, ‘ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય; બલિહારી ગુરુદેવ કી, જિન ગોવિંદ દિયો બતાય’. શ્રીમજીએ પણ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'માં કહ્યું છે કે, “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે આત્મવિચાર'. સપુરુષ એ સજીવન મૂર્તિ છે. મુનિ તે હાલતા-ચાલતા સિદ્ધ - ૧૦૬ -

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115