Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 51
________________ C C4વિનયધર્મ છn ધર્મ વૃક્ષનું મૂળ વિનય, કંદ - ધૈર્ય, સ્કંધ-જ્ઞાન, ત્વચા - શુભ ભાવ, શાખા-અનુકંપા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય આદિ ગુણો, પ્રતિશાખા - મહાવ્રતની ઉત્તમ ભાવના, પલ્લવો - ધર્મધ્યાન અને શુકલધ્યાન, પત્રો - નિર્લોભતા, નિર્વિષયતા, ક્ષમા આદિ ગુણો, પુષ્પો – વાસનાનો નાશ, ફળ-મોક્ષ, મધુર રસ - અવ્યાબાધ સુખ છે. વિનય કરવાથી પાત્રતા થાય છે તેથી રત્નાધિકોની કૃપાપૂર્વક વાત્સલ્યની વર્ષા થતાં વ્યાકુળતાનો નાશ થાય જેથી વિનય સમાધિ પ્રગટે છે, બોધિબીજ અંકુરિત થાય છે, જિજ્ઞાસાના, મુમુક્ષુતાનાં મૂળ દૃઢ બને છે. શ્રદ્ધાપૂર્વક, શ્રુતજ્ઞાન ભિક્ષા યાચતા સદ્ગરના ઉપદંશરૂપ દેશના લબ્ધિ પ્રગટે તેનાથી ઉપયોગ સ્વરૂપમાં ઢળે પરિણામે સ્વચ્છંદતાનો નાશ થઈ સમર્પિતભાવે સદ્ગુરુમય બની જાય છે. જેનાથી તપસમાધિ પ્રગટે છે. તે જ લૌકિક-પારલૌકિક વાસનાને તોડે છે. જેનાથી નિરંજન, નિરાકાર થવાનો શુદ્ધ આચાર પ્રગટે છે. જે ચારિત્રમાણનો નાશ કરી, આઠ કર્મનો નાશ કરાવી આચાર સમાધિ પ્રગટાવે છે. તે જ સમાધિ સિદ્ધાલયની શાશ્વત સુખમય સિદ્ધ દશા પ્રગટ કરાવે છે. પરમાર્થ એ જ છે કે વિનય કરવો જ જોઈએ. (રાજકોટસ્થિત પારૂલબહેને એમ. એ. સુધી અભ્યાસ કર્યો છે. જૈન પત્રકાર એવૉર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવેલ છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે). 4 વિનયધર્મ | વિનય સાથે વિવેકનું સાયુજ્ય: કાંચનર્માણ યોગ - ગુણવંત બરવાળિયા વિનયવિણ વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે સમક્તિ વિણ ચરિત્ર નહિ, ચરિત્ર વિણ નહિ મુક્તિ રે... વિનય વિના વિઘાની પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા વિના સમક્તિની પ્રાપ્તિ થતી નથી. સમક્તિ વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિની પ્રાપ્તિ નથી. આથી ફલિત થાય છે કે વિનયના માર્ગે જ મુક્તિની યાત્રા થઈ શકે છે. કવિ ઉદયરત્નજીની સજજાયની આ પંક્તિઓમાં વિનય જ મોક્ષનું મૂળ છે, એ હાર્દ અભિપ્રેત છે. માત-પિતા, ગુરુજી, પરમાત્મા, જીવનના ઉપકારી આત્માઓ અને વડીલો પ્રતિ વિનયભાવ હૃદયપૂર્વક અભિવ્યક્ત કરવો, તે માત્ર કર્તવ્ય નહિ પરંતુ પરમ ધર્મ છે. - જેમના થકી આપણે આ દુનિયામાં પ્રવેશ્યા એટલે કે દસ દષ્ટાંતો દુર્લભ માનવભવ આપણને મળવાનું જે નિમિત્ત બન્યા છે, તે માતા-પિતા પ્રત્યે વિનય તે આપણો ધર્મ છે. જેમણે આપણને વ્યવહારિક દુનિયાનું શિક્ષણ આપ્યું અને જેના થકી આપણી, ઉજળી કારકિર્દી બની તે વિદ્યાગુરુ પ્રત્યે આપણો વિનયભાવ હોવો જોઈએ. માત્ર આ જ ભવ નહિ પરંતુ આપણી ભવપરંપરા સુધારનાર, આપણને જીવનની સાચી દિશા બતાવનાર કલ્યાણમિત્ર ગુરુભગવંતનો હૃદયપૂર્વક ભાવથી વિનય કરવો તે આપણો ધર્મ છે. આપણા જીવન યાપનમાં જડ પુદગલ અને સ્થાવર જીવોનું પણ યોગદાન છે, જેથી જૈન દર્શન તો આગળ વધીને કહે છે કે ચેતન સાથે જડ તત્ત્વોનો પણ વિનય કરવો જોઈએ. આપણા જીવન પ્રવાહના વિવિધ તબક્કામાં આપણને માર્ગદર્શન આપનાર, સહાયભૂત થનાર, પડતા બચાવનાર કે પડથા તો ઊભા કરનાર ઉપકારી આત્માઓનો વિવેકસહ વિનય કરવો જોઈએ. | વિનય અને વિવેક એક સિક્કાની બે બાજુ છે. વિવેક વિનાનો વિનય

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115