Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 50
________________ 6 4 વિનયધર્મ Pe Cen અશાતના થઈ હોય તો તે સ્વીકારી ગુરુ સમક્ષ પોતાના દોષનો સ્વીકાર કરે - ‘‘ામેટું વરદં .” - હે ગુરુદેવ ! મારા અપરાધને ક્ષમા કરો, ફરી આવું આચરણ કરીશ નહિ” વગેરે બાબતો મનોવિનયને સ્પષ્ટ કરે છે. ૪) ગુરુ સમીપે બેસવું, રહેવું, ગુરુની ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરવી, પોતાના કાર્યની સિદ્ધિ માટે અનુકૂળ વર્તન કરવું, દેશકાળનો વિચાર કરી યોગ્ય કાર્ય કરવું, જેમ કે શરદ આદિ ઋતુઓ અનુસાર અનુકૂળ ભોજન, શય્યા, આસન આદિ લાવે. ગુરુની નજર ક્યાં છે તે જોઈ, સમજી તે અનુસાર કાર્ય કરે, જેમ કે ગુરુદેવ શિષ્ય સામે જોઈ પછી કંબલ તરફ જોવે તો વિનીત શિષ્ય સમજી જાય કે ગુરૂજીને ઠંડી લાગે છે, કંબલની જરૂર છે. તેમ જાણી કંબલ લાવે. આવી પ્રવૃત્તિ લોકોપચાર વિનયને પ્રગટ કરે છે. ૫) ગુરુ પાસે કંઈ શીખવું હોય તો નમ્રતાપૂર્વક વિનંતી કરી તેમની સમીપે અર્થપૂર્ણ પદનો અભ્યાસ કરવો તે જ્ઞાન વિનયને પ્રગટ કરે છે. ૬) ગુરુની વધુપડતા નજીક ન બેસે, તેવી રીતે વધુપડતા દૂર પણ ન બેસે. યથાયોગ્ય જગ્યા રાખી બેસે. તેમની આગળ કે તેમની પાછળ ન બેસતા, સામે બેસે. બાજુમાં ન બેસે. વિનયપૂર્વક વંદન કરી બેસે વગેરે દર્શન વિનયને પ્રગટ ©©4 વિનયધર્મ PC Cren ૬) ગુરુજનોના મનમાં સ્થાન પામવું તથા દેવ, ગંધર્વ, માનવ દ્વારા પૂજનીયતા. ૭) કાર્યક્ષમતાથી સંપન્ન થવું. ૮) તપ, સમાચારી અને સમાધિની સંપન્નતા. ૯) પંચમહાવ્રતના પાલનથી પ્રાપ્ત થતી મહાવ્રુત્તિમત્તા. ૧૦) દેહત્યાગ પછી સર્વથા મુક્તિ અથવા થોડાં કર્મો રહી જવાથી મહર્ધિક દેવ થવું. આમ વિનયનું મહત્ત્વ ઘણું છે. મૂલાચાર અનુસાર વિનયની પૃષ્ઠભૂમિમાં નીચેના ગુણો રહેલા છે. ૧) શુદ્ધ ધર્માચરણ ૨) જીતકલ્પ માર્યાદા ૩) આત્મગુણોનું ઉદ્દીપન ૪) આત્મિક શુદ્ધિ ૫) નિર્લૅન્દ્રતા ૬) ઋજુતા-સરળતા ૭) મૃદુતા-નમ્રતા, નિરહંકારિતા ૮) લાઘવ - અનાસક્તિ ૯) ગુરુભક્તિ ૧) આહલાદકતા ૧૧) કૃતિ (વંદનીય પુરુષો પ્રતિ વંદના) ૧૨) મૈત્રી ૧૩) અભિમાનનું નિરાકરણ ૧૪) તીર્થકરોની આજ્ઞાનું પાલન ૧૫) ગુણોનું અનુમોદન ઉપકરોક ગુણો હોય તેવી વ્યક્તિ જ વિનયધર્મનું યોગ્ય પ્રકારે પાલન કરી શકે છે. સ્વ-પરહિત, આત્મશાંતિ, પરમસમાધિ, સરળતા, નિરાભિમાનીતા, અનાસક્તિ અને સંઘવ્યવસ્થા માટે વિનયધર્મનું આચરણ કરવું અનિવાર્ય છે. ઉપસંહાર : આમ ધર્મનું મૂળ વિનય છે. સર્વ આત્મગુણોના વિકાસમાં અને મોક્ષપ્રાપ્તિમાં વિનયની અનિવાર્યતા રહેલી છે. એક સંસ્કૃત નીતિ શ્લોકમાં પણ કહ્યું છે કે – વિનયાત્ યાતિ પાત્રતામ્ | = વિનયથી પાત્રતા મળે છે. આ તત્ત્વને સમજાવવા માટે વૃક્ષના મૂળથી પ્રારંભીને તેની આગળની અવસ્થાઓની ઉત્પત્તિ અને વિકાસની ઉપમા આપી છે. અહીં વ્યાખ્યાકારોએ વૃક્ષના દશ વિભાગોને લઈને ધર્મવિકાસના દસ ગુણોને સંયોજિત કર્યા છે જે આ કરે છે. ૭) ગુરુની કોઈ પ્રકારે આશાતના ન થાય તેનું સતત ધ્યાન રાખે, સેવાશુશ્રુષા કરે, એષણા સમિતિ અને ભાષા સમિતિનું શુદ્ધ પ્રકારે પાલન કરે તેના નિયમોમાં ચારિત્ર વિનયનું પ્રતિપાદન થાય છે. આ સાત પ્રકારનો વિનય કરનાર વિનીત શિષ્ય સ્વાર્થનો આગ્રહ ન રાખી ગુર્વાજ્ઞાપાલનમાં તત્પર રહે તો સ્વછંદતા ઘટે, ઇન્દ્રિય અને મનની ઘણી પ્રવૃત્તિઓ અટકી જાય છે. પરિણામે શુભમાર્ગે એકાગ્ર બને છે તે કર્મનિર્જરા કરી શકે છે. આવો જીવ અવશ્ય મોક્ષને પામી શકે છે. વિનયી શિષ્યને પ્રાપ્ત થતી ઉપલબ્ધિઓ : ૧) લોકવ્યાપી કીર્તિ. ૨) ધર્માચરણો, ગુણો, સનુષ્ઠાનો માટે આધારભૂત બનવું. ૩) પૂજ્યવરોની પ્રસન્નાથી પ્રચુર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ. ૪) શાસ્ત્રીયજ્ઞાનની સન્માનનીયતા. ૫) સર્વ સંશય નિવૃત્તિ. ૯૧ - પ્રમાણે છે -

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115