Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 53
________________ © ©4 વિનયધર્મ @ @ હંસ વિવેકનું પ્રતીક છે. હંસવૃત્તિથી સારાસારનો ક્ષીર-નીર વિવેક પ્રાપ્ત થાય છે. શ્રાવિકા સાધુજીને કેસરિયા મોદક વહોરાવે છે. સાધુજીને આ મોદક દાઢમાં રહી જાય છે. રાત્રે સાધુ ફરી મોદક વહોરાવવા આવે છે. શ્રાવિકાજી વિચારે છે કે. આહાર સંજ્ઞાના પ્રબળ જોરે રસ આસક્તિમાં મહારાજ સાધુજીની સમાચારીનું વિવેકભાન ભૂલ્યા છે. બે હાથ જોડી વિનયપૂર્વક શ્રાવિકાજીએ સાધુને અત્યારે શું સમય થયો છે, સાધુને ગોચરી વહોરાવવા માટે દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના સંદર્ભે શું નિયમો છે તેની યાદ આપી. સાધુને પોતાની ભૂલ સમજાણી. વિનયપૂર્વકનાં વિવેકયુક્ત વચનોમાં શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનું સામર્થ્ય છે. આમ વિનયભાવ પ્રસન્નતા અને સુગતિનું કારણ બને છે. વિનયવાન વ્યક્તિના વચનમાં વચનસિદ્ધિ પ્રગટી શકે. આમ વિનય જ આપણા વિકાસનું મૂળ છે અને સફળતાની માસ્ટર-કી છે. વિનયવાન વ્યક્તિ બધામાં સ્વીકૃત બની જાય અને સર્વમાં પ્રિયપાત્ર બની જાય છે. જ્યારે આપણી અનંત પુણ્યરાશિ એકત્ર થઈ હોય ત્યારે માનવભવ મળે અને સદગુરનો યોગ સાંપડે. જૈન આગમ શાસ્ત્રોમાં ઠેરઠેર ગુરુભગવંત પ્રતિ આપણા વિનય ધર્મની વાત આવે છે. આપણે તેનું અવગાહન કરીએ. ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયયન, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્રક્તાંગ અને ભગવતી સૂત્ર વગેરેમાં ગુરુ પ્રત્યેના વિનય ભાવનું વર્ણન આવે છે. • સદ્ગુરુ સાન્નિધ્યે જાગૃત રહેવું જોઈએ. • સદ્ગરની હિતશિક્ષા માટે તત્પર રહેવું જોઈએ. • સદ્ગુરુની ઇચ્છાની આરાધના કરવી જોઈએ. સમાધાન પામવા સદ્ગુરુની આજ્ઞા લેવી જોઈએ. • સંગુરુ સમક્ષ અલ્પભાષી બનવું જોઈએ. • સદ્ગુરુના વચનનો પ્રતિસાદ આપવો જોઈએ. • સદ્ગર સમક્ષ વંદન કરી ઉપકાર ભાવની અભિવ્યક્તિ કરવી. • સદ્ગુરુનો મન, વચન, કાયાના યોગે વિનય કરવો. © C C4 વિનયધર્મ ccess • સદ્ગુરથી નીચે આસને બેસવું. • સદ્ગુરુની સામે નિદ્રા ન કરવી જોઈએ. સદ્દગુરુની નિકટ (અવગ્રહસ્થાન) સાડા ત્રણ ફૂટના વિસ્તારમાં જવા માટે આજ્ઞા લેવી જોઈએ. • સદ્ગુરુને ભિક્ષા પ્રદાન કરતા (ગૌચરી વહોરાવતી) સમયે અને વિહારમાં વિનય ધર્મનું પાલન કરવું. • ગુરુના ઇંગિત-ઇશારાને શિષ્યએ સમજી આચરણ કરવું જોઈએ. વિશ્વની તમામ દાર્શનિક અને ધાર્મિક પરંપરાએ વિનયને સ્થાન આપ્યું છે. વળી સુચારુ સમાજરચના માટે અને કૌટુંબિક સામંજસ્ય માટે વિનય-વિવેક જરૂરી છે. માટે જ સમાજચિંતકો અને જ્ઞાનીઓ હંમેશાં વિનય-વિવેકના સાયુજ્ય અનુબંધને આવકારે છે. સંદર્ભ : • જૈન ધર્મના આગમ ગ્રંથો મારો વિનય ‘પારસધામ પ્રકાશન’ » ‘ગુ. સા. પરિષદ પ્રકાશન’ (ગુણવંતભાઈ કેટલીક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમનાં સર્જન-સંપાદનનાં ૬૦ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન વિશ્વકોશ અને જ્ઞાનસત્રોનાં આયોજન સાથે જોડાયેલા છે). અહિલ્યા થઈને સૂતું છે અમારું જ્ઞાન અંતરમાં ગુર ! મમ રામ થઈ આવો તમારો સ્પર્શ ઝંખું છું. સરને - તને હું ઝંખું છું, પ્રખર સહરાની તરસથી. - ૯૮ -

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115