Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
© ©4 વિનયધર્મ @ @ ૧૨-૧૩માં વિનીત શિષ્યનો ગુરુ પ્રત્યેનો વ્યવહાર, ભક્તિભાવ અભિવ્યક્ત કર્યો છે, જેમાં એક ગાથામાં કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીનો વિનયભાવ, બીજી ગાથામાં ઉપકારી ગુરુ પ્રત્યે વિનયભક્તિની વિધિ તથા પ્રેરણા અને ત્રીજી ગાથામાં શિષ્ય દ્વારા ભાવનું પ્રગટીકરણ છે.
૧૧મી ગાથામાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દૃષ્ટાંતથી મોક્ષસાધકના વિનય સિદ્ધાંતનું નિરૂપણ છે. જેમ બ્રાહ્મણ માટે પોતાનાં વિધિવિધાન અનુસાર અગ્નિને દેવ માની જીવન પર્યંત તેની પૂજા, ભક્તિ, આહુતિ, નમસ્કાર કરતો રહે છે. તેના માટે અગ્નિ ક્યારેય અપૂજનીય થતો નથી તેમ મોક્ષાર્થી સાધક માટે ગુરુ ક્યારેય અનમસ્કરણીય, અસન્માનનીય થતા નતી. કેવળજ્ઞાની શિષ્ય પણ છમસ્થ ગુરુનો વિનય કરે. ગુરુનો વિનય શિષ્યના આત્મવિકાસની નિસરણીનું પ્રથમ સોપાન છે. દેવ અને ધર્મની ઓળખાણ કરાવનાર હોવાથી ગુરુ વધુ ઉપકારી છે. જે શિષ્ય ગુરુને પ્રસન્ન કરી શકતો નથી તેનાં તપ-જપ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો સફળ થતાં નથી. આ સંસારસાગરનાં મહાન દુઃખોથી ઉગારનાર, મોક્ષમાર્ગમાં જોડનાર ગુરુનો તો શિષ્ય પર અનંત ઉપકાર હોય છે, તેથી શિષ્યની ગુરુ પ્રત્યે તો અપાર ભક્તિ હોવી નિતાંત આવશ્યક છે.
૧૨મી ગાથામાં સૂત્રકારે ગુરુના સત્કાર માટે વિનયની ક્રમિક પદ્ધતિ બતાવી છે. ૧) મસ્તકતી નમસ્કાર કરવા તે કોઈના સત્કાર માટેના વિનયનું પ્રથમ અંગ છે. નમસ્કાર દ્વારા પૂજનીય વ્યક્તિની ગુરુતા અને સ્વયંની લઘુતા પ્રગટ થાય છે. અહંભાવ દૂર થાય છે. મનુષ્ય પોતાને નાનો સમજે ત્યારે જ મહાન વ્યક્તિ સમક્ષ તેનું મસ્તક ઝૂકી જાય છે ૨) બંને હાથ જોડી અંજલિપૂર્વક વંદના કરવામાં આવે છે. બંને ગોઠણને ભૂમિ પર ટેકવી, હાથને ભૂમિ પર રાખી તેના પર માથું રાખવું તે પંચાંગ વંદન છે ૩) કાયાથી સેવા-સુશ્રુષા કરવી. ગુરુ પધારે ત્યારે ઊભા થવું, ઊઠીને સન્મુખ જવું, તેઓના પગ પોંજવા, તેઓને આહાર-પાણી લાવીને દેવાં, રોગી અવસ્થામાં તેઓની સેવા કરવી વગેરે ૪) વચનથી સત્કાર કરવો, જેમકે ઉપાશ્રય કે સ્થાનની બહાર જતાં કે આવતાં સમયે વિનયપૂર્વક “મર્થીએ વંદામિ'' કહેવું. પ્રસંગ આવ્યે ગુરુનાં ગુણગાન, સ્તુતિ, પ્રશંસા વગેરે કરવાં. ગુરુદેવના શ્રીમુખે આશા પ્રાપ્ત થાય અથવા તેઓ શિયાવચન કહે ત્યારે વચન દ્વારા પ્રત્યુત્તરરૂપે “તહત્તિ” કહીને સ્વીકાર કરવો વગેરે ૫) મનથી વિનય કરવો. ગુરુ પ્રતિ પોતાના હૃદયમાં, મનમાં પૂર્ણ અવિચલ શ્રદ્ધા તેમ જ ભક્તિભાવ
C C4 વિનયધર્મ
cres રાખવો, ગુરુને પૂજનીય વ્યક્તિઓમાં સર્વશ્રેષ્ઠ માનવા. આપણા વ્યવહારથી તેમને કલેશ ન થાય તેનું ધ્યાન રાખવું. ગુરુભક્તિ માત્ર શાસ્ત્ર શીખવતી વખતે જ નહિ, પ્રત્યેક પરિસ્થિતિમાં કરવી જોઈએ.
૧૩મી ગાથામાં ગુરુના ગુણપ્રધાન ઉપકારનું સ્મરણ કરીને શિષ્ય તેઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવપૂર્વક વિનય અને ભક્તિભાવ વ્યક્ત કરે છે. સાધનામાર્ગમાં પાપના ભયરૂપ લજજા, સમસ્ત જીવો પ્રત્યે અનુકંપા, સર્વવિરતિરૂપ સંયમ અને નવ વાડ બ્રહ્મચર્યપાલન આદિ આત્મવિશુદ્ધિનાં ઉત્તમ સાધનો છે. તેમાં લજજા-અકરણીય કાર્ય કરતાં અટકાવે છે, દયા-હિંસક પ્રવૃત્તિ કરતાં રોકે છે, સંયમ-આશ્રવોને રોકો છે, બ્રહ્મચર્ય-આત્મસ્વરૂપમાં રમણતા કરાવે છે, જેનાથી સાધનામાં તેજસ્વિતા આવે છે. આ રીતે આ ચારેય સાધનોથી કર્મમળ દૂર થઈ આત્મા વિશુદ્ધ બને છે. તેવાં સર્વ સાધનોની ઉપલબ્ધિ અને સિદ્ધિ શિષ્યને ગુરુની હિતશિક્ષાઓથી જ થાય છે. તેથી શિષ્ય વિચારે છે કે, “જે ગુરુ મને સતત હિતશિક્ષા આપે છે, તેમનો અનંત ઉપકાર છે. તેના માધ્યમથી જ મારો આત્મવિકાસ થઈ રહ્યો છે અને તેના દ્વારા જ હું પૂર્ણતા સુધી પહોંચી શકશ.’’ આવી દૃઢ શ્રદ્ધાના ભાવો સાથે તે સતતગુરુચરણોની સેવામાં તત્પર રહે છે.
ઔપપાતિક સૂત્રમાં વિનયના સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે. વિનીત શિષ્યનું વર્તન આ પ્રકારે જ હોય છે :
૧) ગુરુની આજ્ઞાનો અમલ કરવો, પોતાની ભૂલનો હાથ જોડી નમ્રભાવે સ્વીકાર કરવો, ગુરુથી નીચા આસને બેસવું, ગુરુની શય્યાથી અલ્પ મૂલ્યવાળી, નીચે ભૂમિમાં પાથરેલી નીચી શય્યામાં નમ્રભાવે શયન કરે, જ્યાં ગુરુ ઊભા રહ્યા હોય ત્યાં શિષ્ય તેનાથી નીચા સ્થાનમાં ઊભો રહે આદિ બાબતોને કાયિકવિનય કહે છે.
૨) જરૂર વિના બોલે નહિ, ગુરુ બોલાવે ત્યારે મૌન ન રહેતાં યથોચિત્ ઉત્તર આપવો, ક્રોધાવેશમાં અસત્ય ન બોલે, આચાર્યના ક્રોધને શાંત કરવા પ્રસન્નતાજનક ભાષાનો પ્રયોગ કરે, ભાષા સમિતિ સહિત વચન બોલે, પ્રશ્ન વગેરે પૂછવા હોય કે ગુરુ સન્મુખ મળી જાય ત્યારે મસ્તક નમાવી, હાતને જોડી વંદન કરી સુખ-શાતા પૂછે કે નમ્રતાથી પ્રશ્ન પૂછે તેવી પ્રવૃત્તિઓ વચન વિનયને સ્પષ્ટ
૩) આત્માનું દમન કરવું, ગુરુના કોપની સામે ક્ષમાભાવ રાખવો, તેમની

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115