Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 39
________________ © C CT4 વિનયધર્મ PTC પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતનો વિનય જણાવ્યો અને છેલ્લે દસ પ્રકારના યતિ ધર્મ પામવાની ઈચ્છાને ધરનારા અને ઇચ્છાને અનુરૂપ પ્રયત્ન કરનારા એવા સમક્તિ આત્માઓનો વિનય કરવાનું જણાવ્યું છે. સંદર્ભ : વાચના પ્રદાતા, પૂ. આ.ભ.શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સુ.મ. પ્રકાશન - શ્રી અનેકાંત પ્રકાશન જૈન રિલિજિયસ ટ્રસ્ટ. (ડૉ. ઉત્પલાબહેને M.A. Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સોમાની ભવન્સ કૉલેજનાં ફિલોસોફીના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ છે. તેઓનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે). © ©CQ વિનયધર્મ @ @ સ્થાને પહોંચાડશે. (૧૦) સમ્યગૂ દર્શન : સ દર્શન તો ચારિત્ર અને ચારિત્રી તરફ ખેંચી જાય છે. તે સમક્તિનું સદ્વર્તન અથવા સચ્ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે, ઘડવાનું શીખવે છે. એ એવા ગુણીજનોને જ નજર સન્મુખ રાખે છે, જેની એ સામાન્ય જન પણ માનવતાને કેળવીને મહામાનવો સામે રાખવાથી સમક્તિ દ્વારા વિકાસયાત્રા આરંભીને બીજાઓ માટે જીવંત પુરાવારૂપ બને છે, એમ સુખી થવાનો ને થયાનો બીજાઓને માર્ગ ચીંધે છે. જ્યારે એ જ્ઞાનનો સાગર બને છે ત્યારે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. એથી ધ્યાનનો મહાસાગર બનવા અન્યોને પણ પ્રેરે છે. આ છે સમક્તિનું રહસ્ય. સમક્તિ જેવા અમૂલ્ય મોતીની કિંમત કરતાં આંકવા માટે જણાવે છે કે, સમક્તિનું બીજ રોપવાનું કામ કોઈ ઉપકારી ગુરુ મહારાજો દ્વારા થયું. હવે તેને રોજ પાણી પિવડાવવાનું કામ કોણ કરે? તે માટે કહ્યું કે રોજ તો ઉપર જણાવ્યા પ્રમાણેના હાર્દિક સત્કાર - બહુમાન કે ઊભરાતી લાગણી પેદા થાય. તો જ (૧૦ (૫) વિનયના પ્રકારો ઉત્પન્ન થાય. જેમ સારું ભોજન ખાધા પછી પાણી એને પાચન કરાવે ને શક્તિ આવે તેમ આ વિનયના ગુણો પાચન કરાવવાની ક્રિયા બરોબર બને છે. એનો અમૃતરસ બને છે. જેમ દૂધ એ ઘીની મૂળ ચીજ છે એ ધર્મવૃક્ષને વધારશે. સિંચન કરી મોટું વૃક્ષ ઊભું કરશે. એટલે સિંચન કરવાનું છે. મૂળમાં! વરસાદ પાંદડાંઓ ને ડાળખા પર વરસે તેથી કાંઈ વૃક્ષને પોષણ ન મળે, એ સ્પષ્ટ છે. જો વૃક્ષને મોટું - વધતું જોવું હોય તો મૂળમાં જ સિંચન કરો, આડુંઅવળું નહીં. એમ દ્રવ્ય ક્રિયાઓથી જો સિંચન આડુંઅવળું કર્યું તો તમારું એ વર્તન સમક્તિને સ્પર્શે જ નહીં. જેમ જોડમાં જતી કાર આપણને સ્પર્યા વિના જ ચાલી જાય. બાકી તો સમક્તિને મેળવીને થોડા ભવમાં પણ મુક્તિ થઈ શકે તેમ છે, પરંતુ વાત એમ છે કે આવ્યા પછી ગુમાવવું જોઈએ નહીં. જેમ લગાતાર ૨૫/૩૦ વર્ષ નોકરી કરે તેને જ પેન્શન મળે. એ ધર્મનું વૃક્ષ કહો કે મોક્ષનું વૃક્ષ કહો, એની પાકી કેરીની આશા રાખો તો સમક્તિને સાચવજો અને એને સિંચન કર્યા કરજો. તમારું ધ્યેય શીધ્ર ફળશે, એમાં સંશય નથી. દસ પ્રકારના વિનયનું સ્વરૂપ આપણે જોઈ ગયા. આ વિનયનાં દસ પાત્રોનો વિચાર કરીએ તો દસ પ્રકારના યતિ ધર્મને પાળીને તેના ફળને પામી ગયા છે તેવા અરિહંત-સિદ્ધનો વિનય કરવાનું જણાવ્યું છે. જેઓ દસ પ્રકારના યતિ ધર્મને - ૬૯ છે હે ગુણોના ભંડાર ! આપના ગુણોનો તાજ સૂર્ય સમાન છે, જે મારા અનંત કાળના અજ્ઞાનતાના તિમિર છેદીને ઉજાગર કરનારો છે... આપે જ મારા આત્મામાં સમગ્ર જ્ઞાનરૂપી કિરણોનો ઉદય કરાવ્યો છે. હું આપની ઋણી છું...ઋણી છું... ઋણી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115