Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 44
________________ 6 4 વિનયધર્મ Pe Cen તેમણે ગીત, રાસ, પ્રબંધ, કુલક, સ્તવન, સઝાય, સ્તુતિ, સ્તોત્ર, બત્રીસી, બાલાવબોધ, ચર્ચા જેવા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં ખેડાણ કરી મધ્યકાલીન સાહિત્યને પોતાની લેખિની દ્વારા સમૃદ્ધ બનાવ્યું. તેમની નાની-મોટી ૬૭ જેટલી મબલક કૃતિઓ વિવિધ ગ્રંથભંડારોમાં ઉપલબ્ધ છે. હસ્તપ્રત પરિચય : આ અપ્રકાશિત હસ્તપ્રત છે, જેનો નંબર ૬૪૪૫૬ છે. ૨૬ x ૧૩ સે.મી. લંબાઈ અને પહોળાઈમાં પથરાયેલી આ કૃતિની બન્ને બાજુ ૨', સે.મી.નો હાંસિયો છે. જેમાં પત્ર નંબર અંકિત થયા છે. પ્રતના અક્ષરો મોટા, સ્વચ્છ અને મરોડદાર છે. ચરણના અંતે અલ્પવિરામ તેમ જ ગાથાના અંતે પૂર્ણવિરામની સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. આ પ્રસ્તુત કૃતિના લખાણમાં ‘સુની’ જગ્યાએ શ્રુ શબ્દપ્રયોગ થયો છે. ‘ઉ'કારાંત શબ્દનો વિશેષ ઉપયોગ થયો છે. જ્યાં જોડણીમાં સુધારો કરવાની આવશ્યક્તા જણાઈ છે ત્યાં તે અક્ષર સુધારી ()માં મૂક્યો છે. શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારથી મઠારેલી આ કૃતિની ભાષા સરળ અને પ્રાંજલ છે. પડીમાત્રાનો ઉપયોગ થયો છે. કવિશ્રીએ ઉત્તરાધ્યયન સૂત્રના આધારે સઝાયની રચના કરી છે, તેથી વિષયને સુગમ બનાવવા શાસ્ત્રોક્ત દૃષ્ટાંતોનું જ નિરૂપણ કર્યું છે. વિનયનું સ્વરૂપ : પ્રસ્તુત રચનામાં સઝાયકારે વિનયની પરિભાષા આપી નથી, પરંતુ વિનયી અને અવિનયીનાં સ્વભાવ, વ્યવહાર અને પરિણામનું સાંગોપાંગ વર્ણન કર્યું છે. તેના પરથી તારણ કરી કહી શકાય કે વિ=વિશેષ પ્રકારે; નય= લઈ જાય. જે વિશેષરૂપે સુખ-શાંતિ અને ઉન્નતિ તરફ લઈ જાય તે વિનય છે. જેનાથી જીવનમાં ધન્યતા કે દિવ્યતાનો ઉજાશ પથરાય તે વિનય છે. વિનય દ્વાáિશિકામાં વિનયની વ્યાખ્યા કરતાં કહ્યું છે : વર્મા દ્રા વિનાના અથાત્ આત્મા પર ધરબાયેલાં જ્ઞાનવરણીય આદિ આઠ કર્મોનું જે શીધ્રપણે વિનયન કરે તેને વિનય કહેવાય છે. તેનાથી વિપરીત અવિનય છે. - વિનય એ દીનતા, દાસતા, ગુલામી કે શિષ્ટાચાર નથી, પરંતુ આદરભાવ કે આત્મીયતાનો ભાવ છે, અભિમાન કે અક્કડતાનો ત્યાગ અને નમ્રતાનો સુચક છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે, ‘નમે તે સૌને ગમે’. નમવું એ વિનયની નિશાની છે. અહંકારના વિસર્જન વિના નમ્રતા ન જન્મે. બાહુબલીમુનિએ નાના ભાઈઓ, છ Q4 વિનયધર્મ CCT જેઓ દીક્ષા પર્યાયમાં મોટા હતા તેમને વંદન કરી વિનય પ્રદર્શિત કરવાનો માત્ર સંકલ્પ કર્યો અને સંપૂર્ણ જ્ઞાની બની ગયા ! વિનયનું કેવું અદ્ભુત ફળ ! જૈન ધર્મની ઈમારત વિનયના પાયા પર ઊભી છે. ચૌદ પૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્રનો પ્રારંભ જ ‘નમો’ શબ્દથી થાય છે. સર્વથા કૃતકૃત્ય થયેલા તીર્થકર ભગવંતો પણ તીર્થ પ્રત્યેનો વિનય ‘કલ્યાણનું પ્રધાન કારણ છે” એવું દર્શાવવા પર્ષદામાં ‘નમો તિ–સ્સ’ કહી તીર્થને નમસ્કાર કરી પછી દેશના આપે છે. પ્રત્યેક અનુષ્ઠાનો, દાન, શીલ, તપ, ચારિત્ર અને ભાવ જ્યાં અગ્રસ્થાને છે. વિનય વિના અનુષ્ઠાનો નિર્જીવ બને છે. બાર પ્રકરાના તપમાં વિનયનો આવ્યંતર તપમાં સમાવેશ થાય છે. તપમાં વિનયનું બીજું સ્થાન છે. વિનય વિનાનું પ્રાયશ્ચિત્ત કેવું? અને વિનય વિનાની વૈયાવચ્ચ ફલિત થાય ખરી ? માટેજ શાસ્ત્રકારો કહે છે : વિજય મૂહું સંધ્ય નાડું અર્થાત વિનયથી જ સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. - વિનય એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. જેમ પાણીનું સિંચન કર્યા વિના વૃક્ષની વૃદ્ધિ થતી નથી, તેમ વિનય વિના સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી પુષ્પ પાંગરતું નથી તો મોક્ષરૂપી ફળ ક્યાંથી પ્રાપ્ત થાય ? વિનય એ ધર્મની ધરોહર છે, શ્રમણાચારનો પાયો છે, મુક્તિનું પ્રથમ ચરણ છે, બત્રીસ આગમોમાં મૂળસૂત્રમાં તેથી જ ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રભુ વીરની અંતિમ દેશના છે, જેનું પ્રથમ અધ્યયન ‘વિનય’ છે. માર્ગાનુચારીના પાંત્રીસ બોલ અને તીર્થંકર નામકર્મ બાંધવાનાં વીસ કારણોમાં ‘વિનય’નો સમાવેશ થયો છે. ગુરુ આદિ વડીલ અને પૂજનીયજનોનો મન-વચન-કાયાથી વિનય કરનાર તેમના ગુણોને અભિમુખ જવાના યત્નરૂપ છે. વિનયથી વૃદ્ધિ પામતો જીવ ધર્મ પ્રકર્ષ પામી સહજાન્મ સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રવચનશક્તિ, તપની કઠોર સાધના, અસાધારણ વિદ્વત્તા અને સહજભાવે કરાતું વૈયાવૃત્ય વગેરે ગુણો વિનયથી જ ફલિત થાય છે. આ શાસનની પ્રભાવના વિનયથી જ થાય છે. રીતિશાસ્ત્રમાં કહ્યું છે : ‘વિનાત્ યાતિ પાત્રતામ્' ; - વિનયથી જીવને પાત્રતા મળે છે. તાજેતરમાં ઘરડાંઘરો પૂરજોશમાં ફાલીલી રહ્યાં છે તેનું મુખ્ય કારણ વિનયનો અભાવ તેમ જ સ્વછંદતા અને કૃતજ્ઞતાની ખીલવણી છે. શિબિરોના માધ્યમે સંતો માતા-પિતા કે વડીલોના ઉપકારોને ઉજાગર કરી બાળમાનસમાં વિનય, પરોપકાર, સેવાનું બીજારોપણ કરે છે. વડીલોના હાથે ધર્મકાર્યો કરાવવાં, તેમના છે ૮૦

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115