Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 30
________________ (વિનયધર્મ ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર વિનય ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય તપ જે ચારિત્રમાં પરિહાર નામક તપશ્ચર્યા દ્વારા કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે અને તેનો વિનય. જેના કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરાય સૂક્ષ્મલોભાંશના રૂપમાં જ શેષ રહી જાય તે અને તેનો વિનય. તીર્થંકર ભગવાને વિનય યથાર્થરૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાયરૂપ કહેલ છે તે અને તેના પ્રત્યે તેનો વિનય.” ૧૩ ભગવતી આરાધનામાં વિષય-કષાયનો ત્યાગ અને સમિતિ-ગુપ્તિના પાલનને ચારિત્ર વિનય કહેવામાં આવે છે.’'૧૪ ૪. સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર વિનય તપ ૫. યથાખ્યાત ચારિત્ર વિનય તપ જે મહાવ્રતરૂપ ચારિત્ર પૂર્વપર્યાયનું છેદન કરીને પુનઃ આરોપિત કરવામાં આવ્યું છે તે છેોપસ્થાપનીય ચારિત્ર છે તેનો વિનય. ત્રિગુપ્તિ વિષયક વિનયના ભેદોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ૩.૪ : મનો વિનય તપ – ગુરુજનોનો મનથી વિનય કરવો, મન પર સંયમ રાખવો તે મનો વિનય કહેવામાં આવે છે. તેના બે ભેદ છે - પ્રશસ્ત મનો વિનય અને અપ્રશસ્ત મનો વિનય. મનથી શુભ ભાવોને સુવાસિત કરવા તે પ્રશસ્ત મનો વિનય છે અને આનાથી વિપરીત આચરણ કરવું તે અપ્રશસ્તનો વિનય છે. ૧૫ ૩.૫ : વચન વિનય - વાણીને સંયમમાં રાખવો, તેને શિસ્ત રાખવી તે વિનય છે. વચન વિનય પણ બે પ્રકારના છે, પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્ત વચન વિનય હિત-મિત, સૌમ્ય, સુંદર, સત્ય વાણીથી તેમનું (ગુરુજનોનું) સન્માન કરવું તે પ્રશસ્ત વચન વિનય છે અને આનાથી પ્રતિકૂળ આચરણ કરવું જેમ કે કર્કશ, સાવદ્ય છેદકારી વગેરે ભાષાનો ઉપયોગ કરવો તે અપ્રશસ્ત વચન વિનય છે. ૫૧ SC(વિનયધર્મ S ૩.૬ કાયવિનય – કાય એટલે શરીરસંબંધી સમગ્ર પ્રવૃત્તિને કાય વિનય અન્તર્ગત સમાવવામાં આવે છે. કાય વિનયમાં વિવેકની મુખ્યતા બતાવવામાં આવી છે. ઊઠવું-બેસવું, ચાલવું-ફરવું, શયન કરવું વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવી તે કાય વિનય છે. કાય વિનયના બે ભેદ છે - પ્રશસ્ત કાય વિનય અને અપ્રશસ્ત કાય વિનય. અપ્રશસ્તકાય વિનય સાત પ્રકારના છે, જેમ કે (૧) ઉપયોગશૂન્ય થઈને ચાલવું (૨) ઉપયોગહીન થઈને ઊભા થવું (૩) ઉપયોગરહિત બેસવું (૪) ઉપયોગરહિત સૂવું (૫) ઉપયોગરહિત થઈને... ઉલ્લંઘન કરવું અને એક વાર લાંઘવું (૬) ઉપયોગરહિત થઈને વારંવાર લાંઘવું અને (૩) ઉપયોગરહિત થઈને બધી ઇન્દ્રિયોનો અને કાય યોગનો વ્યાપાર કરવો. આ અપ્રશસ્ત કાય વિનય છે. આથી વિપરીતને પ્રશસ્તકાય વિનય કહેવાય છે.૧૭ લોકોપચાર વિનય – ૩.૭ - લોકોનો ઉપચાર કરવો તે લોકોપચાર કહેવાય છે. લોકોપચાર સંબંધી વિનય તપને લોકોપચાર વિનય તપ કહેવાય છે. તેના ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ ૧. અભ્યાસવૃત્તિતા વિનય તપ જ્ઞાનાચાર્ય જ્ઞાનનો બોધ આપનાર શિક્ષકની પ્રત્યે મધુર વચન વગેરેનો પ્રયોગ કરવો. ૨. પરછન્દાનુ વૃત્તિતા વિનય તપ ૩. કાર્યાર્થ વિનય તપ ૪. કૃતપ્રતિક્રિયા વિનય તપ ૫. આતંગર્યેષણા વિનય તપ ૬. દેશકાલક્ષતા વિનય તપ - બીજાના અભિપ્રાયને સમજીને તદાનુસાર વર્તાવ કરવો. જ્ઞાન વગેરેની પ્રાપ્તિને માટે આહારપાણી વગેરે લાવીને સેવા કરવી. આહાર-પાણી દ્વારા સેવા કરવાથી ગુરુ પ્રસન્ન થઈને મને શ્રુતદાન દઈને પ્રત્યુપકાર કરશે એવા આશયથી ગુરુ વગેરેની શુશ્રૂષા કરવી. રોગીને ઔષધ વગેરે આપીને તેમનો ઉપકાર કરવો. દેશ અને કાળને અનુરૂપ કરવી, કાર્ય કરવું. પર . અર્થ સંપાદન

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115