Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
4 વિનયધર્મ
Peon ૭. અપ્રતિલોભતા વિનય તપ - સમસ્ત પ્રયોજનોમાં અનુકૂળતા હોવી.
- કોઈના પ્રત્યે વિરુદ્ધારણ ન કરવું. આચાર્ય કુન્દકુન્દ મૂલાચારમાં વિનય સંબંધી જણાવે છે કે દર્શનમાં વિનય, જ્ઞાનમાં વિનય, તપમાં અને ઔપચારિક વિનય આ પાંચ પ્રકારનો વિનય નિશ્ચિતપણે મોક્ષ ગતિમાં લઈ જનાર પ્રધાનરૂપ છે, અર્થાત્ વિનય મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે. | વિનય આંતરગુણ છે અને એ આપણા જીવનમાં કઈ રીતે પ્રગટી શકે ?
જ્યારે કોઈ પણ સરખામણી વગર, કોઈ પણ તુલના વગર દરેક પ્રત્યે વિનયનો ભાવ પેદા થાય, ત્યારે એ આપણો આંતરગુણ બને છે. મહાવીર એમ નથી કહેતા કે ફક્ત શ્રેષ્ઠજનોને આદર આપો તે વિનય છે, પરંતુ કોઈ પણ ભેદભાવ વગર આદર અપાય ત્યારે વિનય તપ પેદા થાય છે.
જીવમાત્ર પ્રત્યે આદર, અસ્તિત્વ પ્રત્યે આદર, જે છે તેના પ્રત્યે આદર, નિંદક કે પ્રશંસક, ચોર કે સાધુ, જે જેવા છે તેના પ્રત્યે આદર. શ્રેષ્ઠત્વનો કોઈ સવાલ જ નથી. તેમનું હોવું જ પર્યાપ્ત છે. એ દરેક પ્રત્યે આદર સંભવે ત્યારે વિનય નામનો તપ સધાય છે. જ્યાં સુધી હું તોળી તોળીને આદર આપું ત્યાં સુધી એ મારો ગુણ નથી. મને જો કોહિનૂર હીરો સુંદર લાગતો હોય તો તે કોહિનૂરનો ગુણ છે, પણ જ્યારે રસ્તા પર પડેલ પથ્થરમાંય સૌંદર્ય દેખાય તો હવે સૌંદર્ય જ જોવાનો મારો ગુણ બની ગયો.
ફક્ત શ્રેષ્ઠને જ આદર આપવામાં આપણે કોઈ પ્રયત્ન, શ્રમ કે આંતરિક પરિવર્તન કરવું પડતું નથી, જ્યારે જીવમાત્ર પ્રત્યે આદરભાવ જાગે છે ત્યરો આંતરિક પરિવર્તન થાય છે.
આદિનાથ દાદા જે આજે આપણા માટે શ્રેષ્ઠતમ છે, તે એમના પાંચમા લલિતાંગદેવના ભવમાં વિષયાક્ત હતા. લલિતાંગદેવની પ્રિયા સ્વયંપ્રભા ચ્યવી ગઈ. કોઈ દરિદ્રના ઘરે સાતમી કન્યાના રૂપમાં જન્મ લીધો. બધાએ છોડેલી, તરછોડેલી આ નિર્નામિકાને એક દિવસ યુગેધર કેવળીનાં દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. તે વૈરાગ્ય ભાવનાથી અનશન વ્રત અંગીકાર કરવા જઈ રહી છે. મોહાસક્ત બનેલ લલિતાંગદેવ (આદિનાથ દાદાનો જીવ) તેની પાસે જઈ તેની પત્ની બનવાનું નિયાણું કરાવે છે. તેથી ફરીથી સ્વયંપ્રભા (શ્રેયાંસકુમારનો જીવ) એ જ દેવલોકમાં લલિતાંગની પ્રિયારૂપે જન્મી એકમેકમાં મોહસક્ત બને છે. એ જ જીવ છે કે જે એક દિવસ મોહાસક્ત હતો... આજે વીતરાગ છે...કોને શ્રેષ્ઠ ગણશો? કોને હીન ? તીર્થકર મહાવીરનો જીવ જે આજે વીતરાગ છે, શ્રેષ્ઠ છે...વિનયને પાત્ર છે તે એક ભવમાં
- ૫૩ -
© C C4 વિનયધર્મ
cres અત્યંત અહંકારી, ક્રોધી, નિર્દયી, શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડનાર જીવ હતો... કોનો વિનય કરશો, કોનો નહીં કરો ! આજે તમારો પ્રશંસક કાલે નિંદક હોઈ શકે છે...આજે તમને જન્મ આપનાર કાલે મોતને ઘાટ ઉતારી શકે છે...માટે મહાવીર કહે છે, કોઈ પણ શરત વિના...કોઈ પણ ભેદભાવ વિના...જીવમાત્રનો વિનય કરીએ...એના જીવનનો, એના અસ્તિત્વનો વિનય કરીએ તો જ આ આત્યંતર તપ આત્મસાત્ થશે.
- વિનય તપ ત્યારે જ આત્મસાત્ થઈ શકશે જ્યારે પ્રાયશ્ચિત્ત તપ ફલિત થયું હશે. તો જ માણસનું મન બીજાના દોષ જોવાનું બંધ કરશે. જ્યાં સુધી મન બીજાના દોષ જોયા કરે છે ત્યાં સુધી વિનય પેદા થઈ શકતો નથી. વિનય એટલે સૌ પ્રત્યે સહજ આદર. જ્યારે બીજાના દોષ જોઈને પોતાના અહંકારને પોષણ આપવાનું બંધ કરીએ ત્યારે વિનય પેદા થાય છે.
- વિનય અંતરનો આવિર્ભાવ છે. વિનય બહુ મોટી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મારો વિનય કોઈ શરતને આધીન નથી. એવું નહીં કે પતંગિયાને બચાવી લઈશું ને વીંછીને મારી નાખીશું...માની લઈએ કે વીંછીને બચાવવા જતાં એ ડંખ મારશે તો એ અનો સ્વભાવ છે. એના લીધે એના પ્રત્યેના આદરમાં કોઈ ફરક નહીં પડે. આપણે વીંછીને એમ નહીં કહીએ કે..તું પંખ નહીં મારે તો જ તને પ્રેમ કરીશ...માની લઈએ કે...શત્રુ ગાળ આપશે, પથ્થર મારશે, કે પછી મારી નાખવાની કોશિશ કરશે...એ ઠીક છે...એ જે કરી રહ્યો છે તે એ જાણે...એ એનો વ્યવહાર છે, પરંતુ એની અંદર જે છુપાયું છે તે ‘અસ્તિત્વ' છે. આપણો આદર, આપણો વિનય અસ્તિત્વ પ્રત્યે છે. આ છે મહાન મહાવીરનો ચીંધેલો મહાન વિનય-આત્યંતર તપ. ચેતન અને જડનો વિનય આત્મસાત્ કરીએ અને જીવનમાં વિનય તપનું આચરણ કરીએ એ જ અભ્યર્થના.
સંદર્ભ ગ્રંથ : * જૈન આગમ ગ્રંથો * અભિધાન રાજેન્દ્રકોશ * જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ, શાંત સુધારસ - વિનય વિજયજી મ.સા. - પ્રબુદ્ધજીવન (સુધાબહેન મસાલિયા) - તપાધિરાજ વર્ષીતપ * જ્ઞાનધારા - તપતત્ત્વ વિચાર.
(જૈન ધર્મના અભ્યાસુ ડૉ. મધુબહેન ઉવસગ્ગહરે ભક્તિ ગ્રુપ તથા સોહમ શ્રાવિકા મંડળ સાથે જોડાયેલાં છે. તેમનાં અનુવાદ અને સંપાદનનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે).

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115