Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
©©ન્ડ વિનયધર્મ ©© આપવામાં આવે છે. વિનયધર્મમાં પણ સહુથી પહેલાં એકરૂપતાની ટ્રેનિંગ આપવામાં આવે છે... કેવી રીતે એકરૂપતાપૂર્વક વંદન કરવું, નમન કરવું, ક્યારે ઊભું થવું, તેવી ખૂબ જ પ્રાથમિક લાગતી ક્રિયાઓને પણ ઝીણવટથી સમજાવવામાં આવે છે જેથી તેમનો લય અને એકરૂપતા જળવાઈ રહે અને નવા જોડાતા ઉપાસકોની સાધનાની શરૂઆત એકરૂપતાપૂર્વક થાય છે તેમ જ સ્વામિનારાયણ ધર્મ, ઈસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મમાંથી Discipline અને એકરૂપતા વિનયની પદ્ધતિ પ્રશંસનીય અને અનુસરણીય છે.
વિનયધર્મનો બોધ આપણા સહુ માટે પરત્માતાની આપેલી અમૂલ્ય ભેટ છે. આપણે સહુ કમભાગી છીએ કે પૂર્વકૃત અવિનય, આશાતના અને અભક્તિના પરિણામસ્વરૂપ આ પંચમ આરામાં જન્મ મળ્યો અને સાક્ષાત્ પરમાત્માનું શરણ પામી શક્યો નથી, સાથે જ પરમસભાગી પણ છીએ, કેમકે અનંત આત્માઓ જ્યારે દિશાવિહીન ભટકી રહ્યા છે ત્યારે પરમાત્માતુલ્ય સદ્ગુરુનું શરણ મળેલ છે અને એમના થકી પ્રાપ્ત થયેલો અનંત હિતકારી આત્મબોધ, રણમાં સાંપડેલી મીઠી વીરડી સમાન છે. આવી અમૂલ્ય તક મળ્યા પછી ભાવભીના હૃદયે, અહોભાવપૂર્વક સદ્ગુરુના ચરણે વિનય પ્રતિપતિની વંદના અર્પણ કરું છું...
હે ભંતે ! આપના પરમઅનુગ્રહથી પ્રાપ્ત થયેલું જ્ઞાન અમારા સહુ માટે આત્મહિતકારી છે...
આપનાં દરેક વચનો સબોધ પમાડી ધર્મની સાચી સમજણ આપનારાં છે... આપનો અમારા પર મહાઉપકાર છે... હું કલ્યાણમિત્ર ગુરુવર ! આપનું પરમજ્ઞાન અમારા અંતરમાં સમ્યગુરૂપે પરિણમે... અમારા હૃદયમાં પરમ વિનયભાવ પ્રગટે એવી કૃપા વરસાવો...કૃપા વરસાવો...કૃપા વરસાવો...''
| (ચેન્નઈસ્થિત જૈન દર્શનના અભ્યાસુ શૈલેષીબહેને મુંબઈ યુનિવર્સિટીથી Microbiology અને Biochemistryમાં Graduation કરેલ છે. જેન વિશ્વભારતી ઇન્સ્ટિટયૂટનો જીવનવિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલૉજી કોર્સ કરેલ છે, લુક ઍન્ડ એન લર્ન અને સંબોધી સત્સંગ સાથે જોડાયેલાં છે).
©©ર્ન વિનયધર્મ PL©©n સર્માતના સડસઠ બોલની સઝાય ઢાળ ત્રીજી : દસ વિનય
- ડૉ. ઉત્પલા મોદી અરિહંત તે જિન વિચરતા, કર્મ ખપી હુઆ સિદ્ધ ચેઈય જિન-પડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ, ચતુર નર ! સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમક્તિ-સાર, ચતુ. (૧) દશ પ્રકારનો ‘વિનયધર્મ બતાવાય’’ છે. વિનય એ સર્વ સિદ્ધાંતનું મૂળ છે. લોકમાં પણ કહેવાય છે કે વિનય વિનાના માણસની માણસમાં ગણના થતી નથી. આ સંસારમાં કોઈ પણ ક્ષેત્રમાં વિનયના યોગે જ શ્રેષ્ઠ કોટિની સિદ્ધિ મળે છે. જ્યારે આ ધર્મના ક્ષેત્રમાં તો વિનય વિના કોઈ પણ જાતની સિદ્ધિ મળતી જ
નથી.
આ વિનય કોની પ્રત્યે કરવાનો છે તે જણાવતાં દસ પાત્રો અહીં વર્ણવ્યાં છે - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) ચૈત્ય (૪) સુત્રસિદ્ધાંત (૫) દસ પ્રકારના યતિ ધર્મ (૬) તે યતિ ધર્મના પાલક સાધુ ભગવંતો (૭) આચાર્ય ભગવંત (૮) ઉપાધ્યાય ભગવંત (૯) ચતુર્વિધ સંઘ (૧૦) સભ્ય દર્શન.
(૧) અરિહંત એટલે ‘જિન વિચરતા'. જે વિહરમાન તીર્થકર ભગવંત છે, તેમનો વિનય કરવાનો છે. આ વિનયનું પાલન તો જ્યારે ભગવાન વિહરમાન હોય ત્યારે કરવાનું છે. આજે આપણા માટે આ વિનયનું પાલન સાક્ષાત્પણે શક્ય નથી. છતાં આવા પરમાત્માનું સાંનિધ્ય ગમી જાય, ત્યાંથી ખસવાનું મન ન થાય. એ સારામાં સારો વિનય છે. મન-વચન-કાયાના યોગોનું સમર્પણ કરવું એ વાસ્તવિક કોટિનો વિનય છે. વિચરતા એવા અરિહંત પરમાત્માને આપણાં મનવચન-કાયાનું સમર્પણ કરવું એ જ તેમની પ્રત્યેનો વિનય છે. અરિહંત તીર્થંકર દેવ તે વિદ્યમાન વિચરતા, ચોત્રીશ અતિશયો સહિત, પાંત્રીશ વાણીના ગુણે બિરાજમાન, બાર ગુણે ગુણવન્ત એવા શ્રી અરિહંત ભગવાનનો વિનય કરવો.
(૨) અરિહંત બાદ સિદ્ધપદનો વિનય છે સિદ્ધપદ એ સાધ્ય છે. આ સાધ્યને લઈને જ અરિહંતનો વિનય થાય છે. જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મને ખપાવીને મોક્ષે
SY
O

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115