Book Title: Gyandhara 15 Vinay Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
CC4વિનયધર્મ
Peon કરે. નવ નિધિ અને છ ખંડના માલિક ચક્રવર્તી હોય કે ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હોય તે પણ વડીલોનો વિનય કરે. ચતુર્વિધ સંઘમાં રહેલા સાધુ કે શ્રાવક હોય, વિનય તો રગેરગમાં, દરેક વ્યવહારમાં, દરેક અનુષ્ઠાનમાં, દરેક યોગ (મન, વચન, કાયા)માં વસેલો હોય તો જ આત્મકલ્યાણની કેડીએ જઈ શકાય.
જ્યારે સાધકનાં પંચાંગ ઝૂકેલાં હોય, હૃદય ભક્તિના ભાવોથી ભરપૂર હોય, આંખોથી વિનયનાં અમી વરસતાં હોય ત્યારે સદ્ગુરુની કૃપાદૃષ્ટિ વરસે છે અને લોકોત્તર ફળની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્મજ્ઞાનમાં નિમિત્ત બનેલા ગુરુ હજુ છદ્મસ્થ (કેવળજ્ઞાન રહિત) હોય અને જો શિષ્ય ગુરુના પહેલાં જ કેવળજ્ઞાન પામે તોપણ તે છદ્મસ્થ ગુરુનો વિનય કરે. એથી પણ આગળ વધીને અભવી (જે
ક્યારેય મોક્ષે જવાના નથી) એવા ગુરુનો વિનય કરીને પણ શિષ્ય કેવળી બની શકે છે. (ઈંગાલ મર્દનાચાર્ય). આ વિનયની સખાવત છે, અમીરી છે.
આત્મવિકાસમાં બાધકે સ્વછંદતાનો નિરોધ હોવાથી જ થાય છે. વિનયથી જ નમ્રતા, સરળતા, ઋજુતા આવે છે. સોહી નુ બૂથમ ધામો સુદ્ધક્ષ વિર - જે સરળ આત્મા હોય તેના જીવનમાં જ ધર્મ ટકી શકે છે. જે સરળ હોય તે જ આત્મશુદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે. આત્મવિકાસનો અભ્યદય વિનયના અરુણોઠય વિના શક્ય જ નથી તેમ કહીએ તોપણ અતિશયોક્તિ નથી.
આમ, સકલ ગુણોનું ભૂષણ વિનય છે. ૨૪ દંડક અને ૮૪ લાખ જીવયોનિમાં માનસંજ્ઞાની પ્રબળતા સૌથી વધારે મનુષ્યમાં છે અને મનુષ્યના ભવમાં જ માનસંજ્ઞાની પ્રબળતાને નિર્બળ બનાવવાની યોગ્યતા છે. ભક્તમાંથી ભગવાન, મનુજમાંથી મહાવીર, કિંકરમાંથી કરુણાસાગર, સાધકમાંથી સિદ્ધ, આદમમાંથી અરહંત, પામરમાંથી પરમેશ્વર, માનવમાંથી મહેશ્વર, વામનમાંથી વિશ્વેશ્વર અને જનમાંથી જિનેશ્વર બનાવવાની અખૂટ અને પરિપૂર્ણ સત્તા ધરાવતા વિનયના સહારે આત્મસિદ્ધિનાં પગથિયાં ચડી શકાય છે. આત્મવિકાસના વૃક્ષના મૂળથી તેના ફળ સુધીની દરેક પ્રવૃત્તિ અને પ્રકૃતિમાં વિનયનો જ વાસ છે.
(ડૉ. કેતકીબહેને ગુણસ્થાનક પર સંશોધન કરી અને Ph.D.ની ડિગ્રી મેળવી છે. તેઓ જૈન શિક્ષણ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં ખૂબ રસ લે છે).
©©ન્ડવિનયધર્મ c ©n
જેન અને વૈદિક ધર્મમાં વિનયતપનું ચિંતન
- ડૉ. રેણુકા પોરવાલા વિષય પરિચય :
જીવ અનાદિકાળથી ચોર્યાશી લાખ યોનીમાં સ્વકીય કર્માનુસાર દેહ ધારણ કરે છે, પરંતુ એને પોતાના શુદ્ધધચૈતન્ય સ્વરૂપ પામવાનો યોગ કેવળ મનુષ્યજન્મમાં જ મળે છે. અહીં જો આત્મા રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરી લે તો એ મોક્ષ મેળવે છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં જીવને થતાં શુભ-અશુભ કર્મબંધની વિસ્તારથી છણાવટ જોવા મળે છે. અહીં વિનયતપને તપ કહ્યું છે તથા કર્મલયમાં એના મહત્ત્વન" યોગદાનની વિસ્તારથી ચર્ચા આપેલ છે. જૈન દર્શનમાં વિનયતપ ઉપરાંત જ્ઞાનદર્શન અને ચારિત્રનો અગત્યનો ગુણ પણ છે.
નવ તત્ત્વોની વિચારણા :
જૈન દર્શનમાં કર્મના ક્ષયોપશમ માટે નવ તત્ત્વોની વિચારણાનું મહત્ત્વનું પ્રદાન છે. | નવ તત્ત્વો-જીવ. અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ.
જીવન લક્ષણ ચેતના છે. જે વસ્તુમાં ચૈતન્ય ન હોય અર્થાત્ એને સુખદુઃખની અનુભૂતિ ન થાય એ અજીવ આત્મા મન, વચન અને કાયાના યોગથી શુભકર્મનું ઉપાર્જન કરે તે પુણ્ય અને અશુભ કર્મ બાંધે તે પાપ. જે નિમિત્તો દ્વારા આત્મામાં કર્મના પુગલો પ્રવેશે જેને રોકવા શક્ય હોય તે આશ્રવ કહેવાય છે અને એ રોક્વાના પ્રયત્નોને સંવર કહેવાય છે. કર્મના પુલોનું આત્મા સાથે જોડાણ કે આશ્લેષને બંધ કહે છે. આત્મા સાથે જોડાયેલાં અશુભ કર્મનો ક્ષય કરવાની પ્રક્રિયા નિર્જરા તરીકે ઓળખાય છે. જ્યારે આત્મા નિર્જરા થકી સર્વ કર્મરહિત થઈ દેહ ત્યાગ કરી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પામે એ મોક્ષ કહેવાય.
જે મનુષ્યો મુક્તિપદની ઈચ્છા રાખતા હોય તેમણે હૃદયમાં સતત બાર શુભ ભાવના ભાવવી જોઈએ. એનાં ચિંતનમનનથી આત્મા અશુભ કર્મથી દૂર રહે છે. આ ભાવનાઓમાં એક ભાવના નિર્જરા ભાવના છે, જ્યાં વિનયને આંતરિક તપ તરીકે પ્રાધાન્ય આપ્યું છે. તપ અર્થાત્ કર્મને તપાવવું જેથી કર્મબંધ હળવા થાય.

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115