________________
>Á વિનયધર્મ
SunEn ગુરુ પાસેથી સૂત્ર-સિદ્ધાંતનું જ્ઞાન વિનયપૂર્વક પ્રાપ્ત કરવા માટે પંચાંગ નમાવીને મન-વચન-કાયાથી સત્કાર કરવો, ગુરુ આવે ત્યારે ઊભા થવું, તેમની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કરવો. ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષાઓનો આદર કરી તેમના પ્રત્યે પૂર્ણ ભક્તિ રાખવી. એમના તાત્ત્વિક ઉપદેશથી શિષ્યનું જીવન સૂર્યની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. એ આચાર્ય ભગવંત સૂર્ય સમાન તેજસ્વી, ઈંદ્ર સમાન શ્રેષ્ઠ, શરદપૂનમના ચંદ્રની જેમ શિષ્ય સમૂહથી સુશોભિત, જ્ઞાનાદિ રત્નોના ભંડાર, શ્રુતચારિત્ર, બુદ્ધિશાળી આદિ ગુણોથી સંપન્ન હોવાને કારણે વિનીત શિષ્યો પર કૃપા ઊતરતા વિનીત શિષ્ય પણ અનેક સદ્ગુણોને પ્રાપ્ત કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશો બીજો
આ ઉદ્દેશામાં પણ આગળનું અનુસંધાન છે. અહીં પણ દૃષ્ટાંત અને ઉપમાઓ દ્વારા વિનય-અવિનયના લાભાલાભ બતાવ્યા છે.
શરૂઆતની ગાથામાં જ વૃક્ષનું દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે કે જેમ વૃક્ષ ૧૦ બોલથી શોભે છે એમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું સર્વોત્તમ ફળ મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ દ્વારા વિનયવંત શિષ્યને આ લોકમાં કીર્તિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ જ મહાપુરુષો દ્વારા પ્રશંસનીય બને છે. પછી ક્રમશઃ વિનય દ્વારા બીજા ગુણો પણ વિકસિત થાય છે. અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આગળની ગાથાઓમાં પણ વિવિધ દૃષ્ટાંતો દ્વારા વિનયની મહત્તા બતાવી છે, જેમ કે...
(૧) લાકડું પાણીમાં આમતેમ ગોથાં ખાય છે એમ ક્રોધી, અભિમાની, કપટી, ધૂર્ત અવિનીત ચાર ગતિરૂપ સંસારમાં ગોથાં ખાય છે.
(૨) જેમ રાજા-મહારાજાઓની સવારીને યોગ્ય હાથી-ઘોડા વગેરે માલિકની આજ્ઞાનું પાલન ન કરે તો ચાબુક વગેરેના પ્રકાર જેવાં અનેક દુઃખોને પ્રાપ્ત કરે છે, એમ આચાર્ય દ્વારા વિનયધર્મની શિક્ષા માટે પ્રેરિત કરાયા પછી પણ અવિનીત શિષ્ય ક્રોધ કરે તો દુ:ખી થાય છે, પરંતુ જો હાથી વગેરે વિનીત હોય, રાજાજ્ઞા પાળતા હોય, શિક્ષિત હોય તો રાજસવારીમાં કામ આવે છે. અનેક પ્રકારનાં આભૂષણોથી સજ્જ થઈ પ્રશંસા પ્રાપ્ત કરે છે, એમ વિનીત શિષ્ય પણ અનેક ગુણોને પ્રાપ્ત કરે છે.
(૩) જેમ તિર્યંચોના વિષયમાં બતાવ્યું છે એમ મનુષ્યોના વિષયમાં પણ બતાવ્યું છે કે અવિનીત મનુષ્ય નાક, કાન વગેરેના છેદનથી અવિકૃત, કુરૂપ થઈને વિવિધ પ્રકરના રોગો ભોગવતા દેખાય છે, પણ જે વિનીત હોય છે તે બધા ઋદ્ધિને
२७
rero
વિનયધર્મ
S
પ્રાપ્ત કરી મહાયશસ્વી બની અનેક પ્રકારનાં સુખ ભોગવે છે. એજ રીતે અવિનીત શિષ્ય દુઃખી થાય છે, સુવિનીત સુખી થાય છે
(૪) એવું જ દેવની બાબતમાં પણ બતાવ્યું છે કે જે અવિનીત હોય છે તે આયુષ્ય પૂરું થતાં વૈમાનિક અથવા જ્યોતિષ દેવ યક્ષાદિ વ્યંતર દેવ, ભવનપતિ વગેરે દેવ થવા છતાં મોટી પદવી મેળવતા નથી અને મોટા દેવોના સેવક બનીને તેમની સેવા કરતા તેમ જ અનેક દુઃખો ભોગવતાં દેખાય છે. જ્યારે સુવિનત સમૃદ્ધિવાન તેમ જ મહાયશસ્વી દેવ બને છે.
(૫) જે શિષ્ય આચાર્ય અને ઉપાધ્યાયની સેવા -શુશ્રુષા કરે છે. તેમની આજ્ઞાઓનું પાલન કરે છે. તેમનું શિક્ષણ પાણીથી સિંચેલા વૃક્ષની જેમ પ્રતિદિન વધે છે.
(૬) જેમ ગૃહસ્થો કષ્ટ સહન કરીને પણ શિલ્પકળા વ્યવહારકુશળતા શીખે છે. રાજકુમારો પણ કષ્ટ સહીને વિવિધ કળાઓ શીખે છે. એ માટે દુસહ્ય, વધ, બંધન આદિ પણ સહન કરે છે. કલાગુરુની આજ્ઞાનું પાલન કરે છે. વિનય-ભક્તિ કરે છે, તો પછી જે મોક્ષના ઈચ્છુક છે એણે તો ધર્માચાર્યનો વિનય વિશેષરૂપે જ કરવો જોઈએ.
વિનયના ભાગરૂપે એમની આજ્ઞાનું પાલન કરવું, બેસવાનું સ્થાન, આસન વગેરે ગુરુથી નીચા રાખવાં, ગુરુની આગળ કે બરાબર ન ચાલતા પાછળ ચાલવું. ગુરુચરણોમાં નીચા વળીને વંદના-નમસ્કાર કરે. ગુરુ પાસે આવીને એમની આજ્ઞા સાંભળે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ગુરુ-મહારાજના અભિપ્રાયને પોતાની તર્કશક્તિથી જાણીને તેતે ઉપાયોથી જેજે કાર્યો કરવાનાં હોય તે સમ્યક્ રીતે કરે. રીતે વિનયનું પાલન કરવામાં પ્રવીણ હોય તે સંસારસમુદ્રને તરીને સર્વોત્તમ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશા ત્રીજો - આ ઉદ્દેશામાં કેવા પ્રકારનો વિનય કરવાથી વિનીત પૂજ્ય બને છે એ વિવિધ દૃષ્ટાંતોથી સમજાવ્યું છે, જેમ કે અગ્નિહોત્રી બ્રાહ્મણ સાવધાનીથી અગ્નિની સાધના કરે છે એમ આચાર્યભગવંતોની સેવા-શુશ્રૂષામાં સાવધાન રહેનાર પૂજ્ય બને છે. જે મુનિ રત્નાધિકોની વિનયભક્તિ, સેવા કરે, નમ્ર ભાવે રહે, હિતમિત સાચું બોલે, તેમની આજ્ઞાનું પાલન કરે, સામુદાયિક ગોચરી કરે, નિર્દોષ આહાર લે, અલ્પ ઈચ્છા રાખે, મૂર્છારહિત હોય તે પૂજ્ય બને છે. આમ વિવિધ પ્રકારે વિનયવંત પૂજ્ય બને છે તેનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે.
૨૮