________________
( વિનયધર્મ શરૂઆત જ વિનયથી થાય છે. માટે વિનય મહત્ત્વનો છે.
QQ
આ સૂત્રના રચિયતા આચાર્ય શ્રી શયભવસૂરિ રાજગૃહીમાં વીર સંવત ૩૬માં વત્સગોત્રમાં જનમ્યા હતા. વેદવેદાંગના જ્ઞાતા, સમર્થ વિદ્વાન, યજ્ઞનિષ્ઠ, યજ્ઞવિશારદ, પ્રકાંડ પંડિત, તત્ત્વ રુચિવાળા હતા. જેમનું હીર પારખીને આચાર્ય પ્રભવસ્વામીએ એમને દીક્ષા આપીને જ્ઞાનાભ્યાસ કરાવીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. એમની દીક્ષા વખતે એમનાં પત્ની ગર્ભવતી હતાં. પુત્ર જન્મ્યો એનું નામ મનક રાખ્યું. પુત્ર આઠ વર્ષનો સમજણો થયો ત્યારે પિતા વિશેની વિગત જાણીને એમને શોધવા નીકળ્યો. પુણ્યયોગે મુનિપિતાનો ભેટો થયો. પિતા ઓળખી ગયા, પણ
એને પોતાની ઓળખ પિતા તરીકે ન આપતા પિતાના અભિન્ન મિત્ર તરીકે આપીને પોતાની પાસે રાખ્યો. એમના પ્રેરણાભર્યા બોધથી પ્રભાવિત થઈ મનકે એમની પાસે દીક્ષા લીધી.
આચાર્યશ્રીને શ્રુતજ્ઞાનના પ્રભાવથી મનકના છ મહિનાના અલ્પઆયુષ્યની જાણ થઈ. આલ્પાયુમાં સમગ્ર શાસ્ત્રાભ્યાસ કેવી રીતે થઈ શકે? પરંતુ એનો ઉત્તમ મનુષ્યભવ વ્યર્થ પણ ન જવો જોઈએ એમ વિચારીને એમણે મનકમુનિ માટે પોતાના ૧૪ પૂર્વના જ્ઞાનમાંથી સાર તારવીને જેની રચના કરી તે જ દશવૈકાલિક સૂત્ર. જૈન ધર્મ અનુસાર માનવભવ સાર્થક કરવા માટે આચાર અત્યંત જરૂરી છે, માટે જ એ આચરપ્રધાન સૂત્ર છે.
દશવૈકાલિક સૂત્રમાં વિનયધર્મની વિવેચના -
આચાર્ય શ્રી વેદવેદાંગથી માંડીને જૈન દર્શનના ૧૪ પૂર્વ સુધીનાં સંપૂર્ણ જ્ઞાનના શાતા હોવાને કારણે ‘સવારો પરમો ધમ્મો'નું સ્વરૂપ બરાબર જાણતા હતા. જૈન દર્શનમાં ચારિત્ર્ય (આચાર)ને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માનવામાં આવ્યું છે જેના કારણે આખાય સૂત્રમાં આચારનો દરિયો ઊભરાય છે અને આચારની શરૂઆત વિનયથી જ થાય છે. માટે જ વિનયને ધર્મનું મૂળ કહેવામાં આવ્યું છે.
એના પ્રથમ અધ્યયનમાં જ ધર્મનું સ્વરૂપ બતાવીને નમનની વાત આવે છે જે વિનયને ઉજાગર કરે છે. અહિંસા, સંયમ, તપરૂપ શ્રેષ્ઠ ધર્મ છે તેને મનુષ્યો તો સ્વીકારે જ, પણ દેવો જેવા દેવો પણ નમે છે એમ કહીને વિનયના એક અંગની પ્રરૂપણા કરી છે.
આગળ વધતા નવમા અધ્યયનમાં વિનયનું ઉત્કૃષ્ટ વર્ણન છે. આ અધ્યયનનું
નામ જ વિનય સમાધિ છે. આ અધ્યયનમાં દૃષ્ટાંત અને ઉપમાઓના માધ્યમથી
૨૫
(વિનયધર્મ હ વિનય-અવિનયના ગુણદોષોનું દિગ્દર્શન થયું છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશા છે. પ્રથમ ઉદ્દેશાની પ્રથમ ગાથામાં જ દૃષ્ટાંતસહ સમજાવ્યું છે કે વાંસનું ફળ જેમ સ્વયં વાંસનો નાશ કરે છે એમ આત્મામાં અવિનય ઉત્પન્ન કરનારા અહંકાર આદિ દુર્ગુણ ઉત્પન્ન થતા ચારિત્રનો નાશ થાય છે. કોઈનું અપમાન વગેરે કરવું અવિનય ગણાય છે, જેમકે કોઈ ગુરુજન મંદબુદ્ધિ કે વૃદ્ધ હોય એમનો નાનીવયના બુદ્ધિશાળી શાસ્ત્રજ્ઞ શિષ્યોએ તિરસ્કાર ન કરવો જોઈએ. જેમ અગ્નિથી લાકડાં બળીને ભસ્મ થઈ જાય છે એમ હિલના નિંદા અગ્નિનું કામ કરે છે અને જ્ઞાનાદિ ગુણોને બાળી નાખે છે. નાગ નાનો હોય તોપણ એનો ડંખ જીવલેણ નીવડે છે. એ ડંખથી તો એક વાર મૃત્યુ થાય છે, પરંતુ આચાર્ય ભગવંતની આશાતના કરનારને તો વારંવાર જન્મ-મરણ કરવાં પડે છે, કારણકે ગુરુની આશાતના આશીવિષ સર્પને ક્રોધિત કરવા સમાન છે. આશીવિષનું ઝેર કદાચ વિદ્યાબળથી કે મંત્રબળથી બિનઅસરકારક બની શકે, પણ અવિનય કરનારનો ક્યારેય મોક્ષ થતો નથી.
-
જેમ પર્વત પર માથું પછાડનાર, સૂતેલા સિંહને લાત મારનાર, તલવારની ધાર પર મુક્કો મારનાર પોતાનું જ અહિત કરે છે. કદાચ પુણ્યયોગે અહિત ન થાય તોપણ ગુરુની આશાતના કરનાર તો બચી જ શકતો નથી. એનું તો અહિત થઈને જ રહે છે. આ રીતે ગુરુને અપ્રસન્ન કરનારને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, જેને કારણે તે મોક્ષસુખનો અધિકારી બનતો નથી.
આ રીતે અવિનયથી થતા નુકસાન બતાવીને પછી એનાથી બચવા શું કરવું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં પણ દષ્ટાંત અને ઉપમા દ્વારા સમજાવ્યું છે કે જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ પ્રજ્વલિત યજ્ઞની અગ્નિને નમસ્કાર કરે છે એમ જ્ઞાનસંપન્ન શિષ્યોએ આચાર્ય મહારાજની સેવા કરવી જોઈએ. કદાચ ગુરુ પહેલા શિષ્યને કેવળજ્ઞાન થઈ જાય તોપણ છદ્મસ્થ ગુરુ પ્રત્યે પૂર્વવત્ જ વિનયભાવ રાખવો જોઈએ, જેમકે મૃગાવતી સાધ્વીએ ગુરુ ચંદનબાળા પ્રત્યે રાખ્યો હતો તેમ.
વિનયનું મહત્ત્વ એટલું બધું છે કે છદ્મસ્થ શિષ્યોએ તો ગુરુનો વિનય સંપૂર્ણ સમર્પણ ભાવે જ કરવો જોઈએ. પોતાનું સંપૂર્ણ શરીર ગુરુસેવામાં સમર્પિત કરવું જોઈએ, જેમ મેઘકુમારમુનિએ પોતાનું સમગ્ર શરીર મુનિઓની સેવામાં સમર્પિત કરી દીધું હતું એમ.
આગળ વધીને વિનય કેવી રીતે કરવો એનું પ્રરૂપણ કર્યું છે, જેમકે શિષ્યએ
૨૬.