________________
પ૩
પ્રામાણ્યવાદ ___अप्रामाण्यं तु नानुव्यवसायग्राह्यम् , रजतत्वाभाववत्त्वेन पुरोवर्तिनोऽग्रहणे तथोपनीत. भानाऽयोगात् , रजतत्वादिमत्तया शुक्त्यादिधीविशेष्यकत्वं रजतत्वप्रकारकत्वं च तत्र गृह्यते, अत एव "अप्रमापि प्रमेत्येव गृह्यते" (तत्त्वचि. प्रत्यक्षखण्ड, पृ. १७४) इति चिन्तामणिग्रन्थ: प्रमेती(१वे)त्येव व्याख्यातस्तांत्रिकैः इत्यप्रामाण्यस्य परतस्त्वमेव । न च 'प्रामाण्यस्य स्वतस्त्वे ज्ञानप्रामाण्यसंशयानुपपत्तिः, ज्ञानग्रहे प्रामाण्यग्रहात् तदग्रहे धर्मिग्रहाभावात्' इति वाच्यम् , दोषात् तत्संशयात् धर्मीन्द्रियसन्निकर्षस्यैव संशयहेतुत्वात् । प्राक् प्रामाण्याभावोपस्थितौ धर्मिज्ञानात्मक एव वास्तु प्रामाण्यसंशय इति स्वतस्त्वपरतस्त्वानेकान्तः प्रामाण्याऽप्रामाण्ययोः जनानां न युक्त इति चेत् ? રજતવિશેષ્યક હોવાથી (રજત, જ્ઞાનનું વિશેષ્ય રૂપે વિષય છે એટલે જ્ઞાન રકતનું વિશેષ્યિરૂપ વિષયિ બને છે એટલે રજતનિરૂપિતવિશેષ્યિતા જ્ઞાનમાં હોવાથી) વિશેષ્યિતા સંબંધથી રજત આદિવત્તા વ્યવસાયમાં રહેલી છે તેમજ રજતત્વ, જ્ઞાનનું પ્રકારાત્મક વિષયરૂપ હોવાથી પ્રકારિતા સંબંધથી રજતત્વઆદિવ7 વ્યવસાયમાં રહે છે તે હવે આટલાને જ પ્રામાણ્ય માનીએ. (વિશેષ્યિતા સંબંધથી રજતાદિવસ્વ અને પ્રકારિતા સંબંધથી રજતત્વાદિષત્વ આટલાને પ્રામાણ્ય માનીએ) તે એ અનુવ્યવસાયમાં દુર્ણાહ્ય નથી. પ્રસ્તુતમાં પ્રવૃત્તિમાં ઉપયોગી પ્રામાણ્યને વિચાર ચાલી રહેલ છે તે પ્રવૃત્તિ માટે ઉપર બતાવ્યા મુજબના પ્રામાણ્યનું જ્ઞાન પણ પુરતું છે અને એમાં લાઘવ પણ થાય છે તે પછી અવચ્છિન્નવથી ઘટિત પ્રામાણ્યલક્ષણ માનવાની જરૂર શી? નિષ્કર્ષ, જ્ઞાનગત પ્રામાણ્યને નિશ્ચય સ્વતઃ થવાનું માનવું યુક્તિયુક્ત છે.
અપ્રામાણ્ય અનુવ્યવસાયમાં ગૃહીત થતું નથી. કારણ કે વ્યવસાયમાં પુવતિ પદાર્થનું રજતત્વ અભાવવસ્વરૂપે ભાન થતું નથી. તે વ્યવસાય દ્વારા અનુયવસાયમાં રજતત્વાભાવવવિશેષ્યકત્વનું ઉપનીત ભાન કઈ રીતે થઈ શકે ? (અપ્રામાણ્ય તદઅભાવવવિશેષ્યકત્વ હોવા સાથે તત્પ્રકારકતવ રૂપ છે) ભ્રમજ્ઞાનમાં વિશેષ્યરૂપે ભાસતી વસ્તુ વાસ્તવમાં પ્રકારન્ય હોય છે. છતાં પણ અનુવ્યવસાયમાં તે એવું ગૃહીત થાય છે કે પુરોતિ વસ્તુ (શુક્તિ આદિ) વિષયક વ્યવસાયમાં પુરોતિ વસ્તુ (શુતિ) રજતવાદિમવરૂપે વિશેષ્ય છે અને રજતવ આદિ એને પ્રકાર છે. એટલા માટે જ તત્ત્વચિંતામણિમાં કહ્યું છે કે “અપ્રમાં પણ પ્રમાં હોય એ રીતે જ ગૃહીત થાય છે, અને એના વ્યાખ્યાતાઓએ વ્યાખ્યા કરતા પણ એમ જ કહ્યું છે કે અપ્રમાં પણ પ્રમાતુલ્ય હોય એ રીતે જ ગૃહીત થાય છે. માટે જ્ઞપ્તિમાં અપ્રામાણ્ય પરતઃ જ હોવાનું સિદ્ધ થાય છે.
[સંશયાનુ પપત્તિ દોષનું નિરસન] કઈ એવી શંકા કરે કે-“સ્વતઃ પ્રામાણ્યગ્રહ જે માની લઈએ તે ક્યારેક જે જ્ઞાનના પ્રામાણ્યની શંકા પડે છે તે ઘટી શકશે નહિ, કારણ કે જે અનુવ્યવસાયથી જ્ઞાન ગૃહીત થતું હોય તે એનું પ્રામાણ્ય પણ સ્વતઃ ગૃહીત થઈ જશે અને જે જ્ઞાન જ ગૃહીત નહિ થાય તે તેને પ્રામાણ્ય વિષે શંકા પડવાનો કઈ અવકાશ જ નથી. મિનું જ્ઞાન હોય તો જ તેના ધર્મ વિષે સંદેહ ઊભું થાય. ધર્મિજ્ઞાનના અભાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org