Book Title: Gurubhakti Gahuli Sangrah Author(s): Jambuvijay Publisher: Jambuvijay View full book textPage 9
________________ પૂ. ગુરૂમાતાને શ્રદ્ધાજંલી વિક્રમ સંવત્ ૧૯૭૭ ફાગણવઠિ ૬ સોમવારે આઠરિયાણા ગામમાં પિતા મણિલાલ મોતીચંદ સંઘવી તથા માતા અચીબેનની કુક્ષિએ જન્મેલું એક અણમોલ રત્ન શાન્તા બહેન. બાળપણથી જ ધર્મપરાયણ એવી આ તેજસ્વી દિકરીને ગામ દસાડાના નિવાસી પિતા ચતુરભાઈના પનોતા પુત્ર હરિલાલભાઈ સાથે પરણાવ્યા. પણ વિધિની વિચિત્રતા તો જૂઓ.. થોડા જ સમયમાં વિધવા થયાં. નાની ઉંમરમાં પડેલું ધર્મનું બીજ શાન્તાબહેનના જીવનમાં હવે વૃક્ષરૂપે ફૂલ્યું-ફાલ્યું અને તેના ફળસ્વરૂપે તેઓ સંયમના માર્ગે સંચર્યા. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય નીતિસૂરિશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)ના શિષ્યા પૂજ્ય સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ (પૂ. જંબૂવિજય મહારાજના માતુશ્રી)ના ચરણમાં વિક્રમ સંવત ૨૦૦૫ ના મહાસુદ એકમના દિવસે જીવન સમર્પણ કર્યું. શાન્તાબેન મટીને સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાથીજી બન્યા. તપ, ત્યાગ, સમતા, સહનશીલતા જેવા ગુણોને તેમણે આત્મસાત કર્યા. ૪૭ વર્ષ સુધી નિરતિચારપણે સંયમ જીવનની આરાધના કરતાં એ ગુરૂમાતા ૭૫ વર્ષની ઉંમરે સંવત્ ૨૦૫૨ આસો વદ ૧૨, તા.૨૧-૧૦-૯૫ ને માંડલ ગામમાં પૂ. ગુરૂદેવશ્રી જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં નવકારમંત્ર સાંભળતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આસોવિદ તેરસે (ધનતેરસે) ભવ્યપાલખીમાં તેમના દેહને પધરાવીને સેંકડો નર-નારીઓની હાજરીમાં અત્યંત ભવ્ય રીતે તેમના અગ્નિસંસ્કાર માટેની યાત્રા શરૂ થઈ. આખા ગામમાં દોઢેક કલાક સુધી ફરીને યાત્રા મહાજનના ડેલામાં આવી અને ત્યાં વિશાળ મેદનીની હાજરીમાં અત્યંત ભવ્ય રીતે ચંદનકાષ્ઠની ચિતામાં તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તે મનઃકામના સાથે કોટી કોટી વંદના.. સા. જીનેન્દ્રપ્રભાશ્રી આદિ પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98